મનોરંજન

આ અઠવાડિયે ત્રણ શાનદાર ફિલ્મોની થશે ટક્કર, કોણ બાજી મારશે?

આવતીકાલથી એટલે કે સાતમી ઓક્ટોબરથી એક નવું સપ્તાહ શરૂ થઈ રહ્યું છે. ઓક્ટોબરના બીજા સપ્તાહમાં ઘણી ફિલ્મો રિલીઝ થવાની છે. પરંતુ ૧૦ અને ૧૧ તારીખે ૩ મોટી ફિલ્મો રિલીઝ થઈ રહી છે, જેમાં માત્ર સિનેમાના સુપરસ્ટાર્સની જોડી જ નહીં, પરંતુ ૬૦૦ કરોડની ફિલ્મો આપનાર અભિનેતા રાજકુમાર રાવની ફિલ્મનો સમાવેશ થાય છે.

હવે આ ત્રણ ફિલ્મોના આધારે બોક્સ ઓફિસ ધૂમ મચાવવા માટે તૈયાર છે, ત્યારે રાજકુમાર રાવની ફિલ્મ આલિયા ભટ્ટ, અમિતાભ બચ્ચન અને રજનીકાંત જેવા સુપરસ્ટાર્સની ફિલ્મો સાથે સ્પર્ધા કરી રહી છે. હવે જોવાનું એ રહેશે કે આ અઠવાડિયે બોક્સ ઓફિસ પર કોની ફિલ્મ દર્શકોને સિનેમાઘરો સુધી ખેંચવામાં સફળ રહે છે.

તમને જણાવી દઈએ કે ૧૦ ઓક્ટોબરે અમિતાભ બચ્ચન અને રજનીકાંત સ્ટારર ફિલ્મ ‘વેટટીયન ધ હંટર’ સિનેમાઘરોમાં રિલીઝ થઈ રહી છે. દર્શકો પણ આ ફિલ્મને લઈને ખૂબ જ ઉત્સાહિત છે. સાથે જ અમિતાભ બચ્ચન અને રજનીકાંત પણ ૩૩ વર્ષ પછી મોટા પડદા પર સાથે જોવા મળવાના છે.

આ ફિલ્મમાં રાણા દગ્ગુબાતી પણ મહત્વની ભૂમિકામાં જોવા મળશે. આ ફિલ્મનું નિર્દેશન ટીજે ધાનવેલ દ્વારા કરવામાં આવ્યું છે. આ સાથે બીજી મોટી ફિલ્મ ‘જીગરા’ છે. આ ફિલ્મમાં આલિયા ભટ્ટ સાથે વેદાંગ રૈના લીડ રોલમાં છે. આ ફિલ્મ ૧૧ ઓક્ટોબરે સિનેમાઘરોમાં આવશે. આ ફિલ્મનું દિગ્દર્શન બાસનવાલાએ કર્યું છે અને કરણ જોહર ફિલ્મના નિર્માતા છે. આ ફિલ્મને લઈને ઘણી ચર્ચા ચાલી રહી છે. હવે જોવાનું રહેશે કે આ ફિલ્મ શું કમાલ કરશે.

મોટી ફિલ્મોની યાદીમાં ત્રીજી ફિલ્મ છે રાજકુમાર રાવ અને તૃપ્તિ ડિમરી અભિનીત ‘વિકી વિદ્યા કા વો વાલા વીડિયો’. આ ફિલ્મ પણ ૧૧ ઓક્ટોબરે રિલીઝ થઈ રહી છે. આ ફિલ્મનું દિગ્દર્શન ડ્રીમ ગર્લના બે હિટ ભાગ આપનાર રાજ શાંડિલ્ય દ્વારા કરવામાં આવ્યું છે. હવે બોક્સ ઓફિસ પર આ ત્રણેય ફિલ્મો વચ્ચે જોરદાર સ્પર્ધા થવાની છે. હવે જોવાનું એ રહેશે કે બોક્સ ઓફિસ પર આમાંથી કોણ જીતે છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button