નેશનલરાશિફળસ્પેશિયલ ફિચર્સ

આજનું રાશિફળ (07-10-24): મકર, કુંભ અને મીન રાશિના જાતકો માટે આજનો દિવસ રહેશે Gooddy Gooddy…

મેષ રાશિના જાતકો માટે આજનો દિવસ મિશ્રિત રહેવાનો છે. સંતાનને શારિરીક પીડામાં રાહત મળશે. આજે તમારું મન થોડું પ્રસન્ન રહેશે. સમજી-વિચારીને આગળ વધશો તો તમને સફળતા મળશે. આજે તમે ઓફિસમાં કેટલાક પ્રભાવશાળી લોકોને મળશો અને તમારા માટે આ મુલાકાત લાભદાયી રહેશે. આજે તમારા ઉપરી અધિકારી તમને કોઈ જવાબદારી આપસે. વિદ્યાર્થીઓનો વિદેશ જવાનો માર્ગ મોકળો થશે. આજે તમે કોઈને કોઈ વચન આપ્યું છે તો તે પૂરું કરવું જ પડશે.

વૃષભ રાશિના જાતકો માટે આનંદદાયક રહેશે. ભવિષ્ય માટે અમુક રોકાણ કરશો. આજે તમારે કોઈ પણ કામ માટે ખૂબ જ સમજી વિચારીને યોજના બનાવવી પડશે. વૈવાહિક જીવનમાં આજે ખુશીઓનું આગમન થશે. જીવનસાથી આજે તમારી સાથે ખભેશખભા મિલાવીને ચાલશે. પૈસા સંબંધિક રોકાણ કરવામાં બિલકુલ વિલંબ ના કરવો જોઈએ. કામના સ્થળે આજે તમને કોઈ મોટી જવાબદારી સોંપવામાં આવશે.

મિથુન રાશિના જાતકો માટે આજનો દિવસ સારો રહેશે. તમારા પદ અને પ્રતિષ્ઠામાં વૃદ્ધિ થઈ રહી છે. આજે તમને કોઈ નવું પદ મળશે. કેટલાક નવા કામથી આજે તમને નવી ઓળખ મળશે. મહત્ત્વના કામમાં આજે પૈસા ખર્ચ કરશો. વેપાર કરી રહેલાં વેપારીઓને આજે કોઈ મોટો ઓર્ડર મળી શકે છે. તમે તમારા માતા-પિતાની સેવા કરવા માટે થોડો સમય કાઢશો. તમારે કોઈ મહત્વપૂર્ણ કામ પર ધ્યાન આપવાની જરૂર છે.

કર્ક રાશિના જાતકો માટે આજનો દિવસ ચિંતા કરાવનારો રહેશે. તમે તમારા કેટલાક જૂના કામને લઈને વધુ તણાવમાં રહેશો અને તમે તમારા કામ કરવા માટે ઓછો ઝુકાવ અનુભવશો. તમારે તમારી કેટલીક વ્યવસાયિક યોજનાઓ ગુમાવવી પડી શકે છે. લાંબા સમય પછી કોઈ જૂના મિત્રને મળવાથી તમને ખુશી થશે. તમને કોઈપણ સરકારી યોજનાનો સંપૂર્ણ લાભ મળશે. તમારે તમારી ઉર્જાનો યોગ્ય કાર્યોમાં ઉપયોગ કરવો પડશે. લગ્ન કરવા યોગ્ય લોકો માટે સારા લગ્ન પ્રસ્તાવ આવી શકે છે. તમે તમારા હૃદયથી લોકોનું સારું વિચારશો, પરંતુ લોકો તેને તમારો સ્વાર્થ ગણશે.

સિંહ રાશિના જાતકો માટે આજનો દિવસ નાણાકીય દૃષ્ટિએ સારો રહેવાનો છે. જો તમારું કોઈ કામ લાંબા સમયથી પેન્ડિંગ હતું તો તે પૂર્ણ થવાની સંભાવના છે. પૈસા કમાવવાના રસ્તા ખુલશે. જો તમારી કોઈ સરકારી બાબત તમને પરેશાન કરી રહી છે તો તમારે સમજી વિચારીને પૈસા આપવા પડશે. તમારું બાળક તમારી અપેક્ષાઓ પર ખરું ઉતરશે. તમે તમારા હૃદયથી લોકોનું સારું વિચારશો, પરંતુ લોકો તેને તમારો સ્વાર્થ ગણશે. વિદ્યાર્થીઓએ અભ્યાસમાં ધ્યાન આપવું પડશે.

આજનો દિવસ તમારા માટે સામાન્ય રહેવાનો છે. તમે નવી મિલકત, મકાન વગેરે ખરીદવાની યોજના બનાવી શકો છો. તમારા ઘરે કોઈ પૂજાનું આયોજન કરવામાં આવે તો પરિવારના સભ્યો ખુશ થશે. પારિવારિક સંબંધો વધુ મજબૂત બનશે. જો તમારો કોઈ વ્યવહાર લાંબા સમયથી પેન્ડિંગ હતો, તો તમારે તેને પૂર્ણ કરવો પડશે. વિદ્યાર્થીઓએ તેમના અભ્યાસમાં જે સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે તેના પર સંપૂર્ણ ધ્યાન આપવાની જરૂર છે. તમે લાંબા અંતરની યાત્રા પર જઈ શકો છો.

આજનો દિવસ તમારા માટે વિશેષ ફળદાયી રહેશે. જો તમારા પૈસા ક્યાંક અટવાયેલા છે, તો તમને તે મળવાની સંભાવના છે. જો તમે નવી પ્રોપર્ટી ખરીદવા માંગો છો તો તે તમારા માટે સારું રહેશે. તમારે કોઈની પાસેથી ખૂબ સમજી વિચારીને પૈસા ઉધાર લેવા પડશે. તમારા ઘરે કોઈ નવા મહેમાનનું આગમન થઈ શકે છે. જો તમને વેપારમાં સારો નફો મળશે તો તમારી ખુશીની કોઈ સીમા રહેશે નહીં. તમારી જવાબદારીઓમાં બિલકુલ ઢીલ ન કરો.

આજનો દિવસ વૃશ્ચિક રાશિના જાતકો માટે ખર્ચથી ભરપૂર રહેશે. આવક અને ખર્ચ વચ્ચે સંતુલન જાળવીને આગળ વધવું પડશે. આજે સંતાનને કામ કરતા જોઈને તમે આનંદ અનુભવશો. નોકરીમાં કામ કરતા લોકોએ તેમના ઉપરી અધિકારીઓ સાથે કામ અંગે વાત કરવી પડશે. તમારે કેટલાક ખર્ચાઓનો સામનો કરવો પડશે જે તમારે ન ઈચ્છવા છતાં પણ મજબૂરીમાં ઉઠાવવા પડશે. તમારા મિત્રો તમને ક્યાંક બહાર લઈ જવાની વાત કરી શકે છે. તમારી પ્રગતિના માર્ગમાં આવતા અવરોધો દૂર થશે. તમારે કોઈ બહારની વ્યક્તિની સલાહ લેવાની જરૂર નથી.

નોકરી શોધી રહેલા ધન રાશિના જાતકો માટે આજનો દિવસ અન્ય દિવસની સરખામણીએ સારો રહેવાનો છે. જૂના મિત્રને મળીને તમને ખુશી થશે. તમારી આર્થિક સ્થિતિ સારી રહેશે. કોઈ બાબતને લઈને તમારા મનમાં અસ્વસ્થતા રહેશે. એકસાથે ઘણા બધા કાર્યો થવાથી તમારું ટેન્શન વધી શકે છે. તમારે પરિવારના સભ્યોની જરૂરિયાતો પર સંપૂર્ણ ધ્યાન આપવું પડશે. તમારા માતા-પિતાના આશીર્વાદથી તમારું કોઈપણ અટકેલું કામ પૂર્ણ થશે. મુસાફરી દરમિયાન તમને કેટલીક મહત્વપૂર્ણ માહિતી મળશે.

આ રાશિના જાતકો માટે પ્રગતિના નવા નવા દ્વાર ખુલશે. રાજકારણ સાથે સંકળાયેલા લોકોને આજે કોઈ મોટું પદ મળી શકે છે. આજે તમે તમારા સહકર્મચારીઓ સાથે વાત કરી શકો છો. લાભ મેળવવાના હેતુથી રોકાણ કરશો તો તેમાં ચોક્કસ જ સફળતા મળે છે. જૂના મિત્ર સાથે મતભેદ થવાની શક્યતા છે એટલે ખૂબ જ સમજી વિચારીને વાત કરો. જીવનસાથીની પ્રગતિ જોઈને ખુશ થશો અને તમારો મૂડમાં બદલાવ જોવા મળશે.

કુંભ રાશિના જાતકો માટે આજનો દિવસ અત્યંત ફળદાયી રહેશે. સમાજસેવા સાથે સંકળાયેલા લોકોને આજે કોઈ નવું પદ મળી શકે છે. પરિવારમાં જો કોઈ સમસ્યા ચાલી રહી હશે તો તેમાં મહદ અંશે રાહત મળી રહી છે. આજે તમે તમારા ઘરના કેટલાક મહત્ત્વના કામકાજ પર ધ્યાન આપશો. આજે તમારે કોઈ ધાર્મિક કાર્યક્રમમાં જવું પડી શકે છે. તમે નાના બાળકો સાથે આનંદમાં થોડો સમય પસાર કરશો તમારા કેટલાક જૂના વ્યવહાર તમારા માટે માથાનો દુખાવો બની શકે છે.

મીન રાશિના જાતકો માટે આજનો દિવસ સારો રહેશે. આજે માતા તરફથી સંપત્તિ બાબતે કોઈ પણ મહત્ત્વની માહિતી સામે આવી શકે છે. સંતાન સાથે મોજ-મસ્તીમાં થોડો સમય પસાર કરશો. નોકરી કરી રહેલાં લોકોને કામ માટે આજે કોઈ સહકર્મચારીની મદદ લેવી પડશે. સંતાન આજે તમારા માટે કોઈ ભેટ લાવશે. આજે ઉતાવળમાં કોઈ પણ નિર્ણય લેવાનું ટાળો. વિદ્યાર્થીઓએ આજે અભ્યાસમાં એકાગ્રતા જાળવી રાખવા માટે મહેનત કરવી પડશે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button