મનોરંજન

Big Boss શરુ થયા પૂર્વે સલમાન માટે આ મહારાજે કરી કમેન્ટ, થઈ જોરદાર વાઈરલ

બિગ બોસ આજે તેની ૧૮મી સીઝન (Big Boss 18 Season) સાથે ધમાકેદાર શરૂઆત કરવા જઈ રહ્યું છે. દર વર્ષે દર્શકો આ સુપરહિટ રિયાલિટી શોની આતુરતાપૂર્વક રાહ જુએ છે, જે થોડા કલાકો પછી કલર્સ ટીવી પર રાત્રે ૯ વાગ્યે શરૂ થવા જઈ રહ્યું છે.

દર વર્ષની જેમ આ વર્ષે પણ સલમાન ખાન શોને હોસ્ટ કરશે. શોના ઘણા પ્રોમો સોશિયલ મીડિયા પર વાયરલ થયા છે. શોના પ્રથમ દિવસે સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા અનિરુદ્ધાચાર્યએ ભાગ લીધો છે. આ દરમિયાન અનિરુદ્ધ આચાર્ય મહારાજ (Anirudhha Acharya Maharaj) શોના હોસ્ટ સલમાન ખાન માટે દુલ્હન શોધવાની વાત કરે છે જે ભાગી ન જાય. આના જવાબમાં સલમાન ખાને પણ ફની કોમેન્ટ કરી અને કહ્યું કે, મારા માટે એક ભાગેડુ દુલ્હન શોધો.

અનિરુદ્ધાચાર્યે કોમેડીનો ફ્લેવર ઉમેર્યો
શોના પ્રોમોમાં અનિરુદ્ધાચાર્ય તેમની કોમેડીમાં ફ્લેવર ઉમેરતા જોવા મળે છે. પ્રોમોમાં જોવા મળે છે કે અનિરુદ્ધાચાર્ય શોના હોસ્ટ સલમાન ખાન માટે દુલ્હન શોધવાની વાત કરે છે. અનિરુદ્ધાચાર્ય કહે છે, ‘હું તમારા માટે એક કન્યા શોધીશ જે ભાગી જાય નહીં.’ જેના જવાબમાં સલમાન ખાન પણ ફની કમેન્ટ્સ કરી હતી. સલમાન ખાને જવાબ આપ્યો, ‘મારા માટે ભાગેડુ દુલ્હન શોધો.’ આ શોનો પ્રોમો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. હવે જોવાનું એ રહેશે આજથી શરુ થનારા બિગ બોસ-૧૮નો તાજ કોના શિરે જાય છે.

આ સ્પર્ધકો બિગ બોસમાં ધૂમ મચાવશે
બિગ બોસની દરેક સીઝનની આતુરતાથી રાહ જોવામાં આવે છે. તેની ૧૮મી સિઝન આજે રાત્રે ૯ વાગ્યે શરૂ થઈ રહી છે. આ શોમાં વિવિયન ડીસેના, એશા સિંઘ, કરણવીર મહેરા, નાયરા બેનર્જી, મુસ્કાન બામને, એલિસ કૌશિક, ચાહત પાંડે, શિલ્પા શિરોડકર, એડવોકેટ ગુણરત્ન, સદાવર્તે, રજત દલાલ, તનજિન્દર સિંહ બગ્ગા, ચૂમ દરંગ, શહેઝાદા ધામી, અવિનાશ મિશ્રા, અરફિન ખાન અને પત્ની સારા અરફીન ખાન, હેમા શર્મા (વાઈરલ આંટી) અને શ્રુતિકા અર્જુનના નામ સામેલ છે. આજથી શરૂ થતા બિગ બોસના ચક્રવ્યૂહમાં સ્પર્ધકો તેમની જીત માટે અને ટ્રોફી જીતવાનો પ્રયાસ કરશે. ટીઆરપીની દુનિયાનો બાદશાહ આ શો આજથી કલર્સ ટીવી પર ટેલિકાસ્ટ થશે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button