ઇન્ટરનેશનલ

બલુનથી જાસુસી બાદ હવે ડ્રેગનનો નવો પેંતરો, હવે કોર્ટની વાયરટેપ સિસ્ટમ હેક કરી

ચીન ઘણો બદમાશ દેશ છે. દુનિયાના દેશો પર નજર રાખવા તે વિવિધ યુક્તિઓ અપનાવે છે. ગયા વર્ષે ચીનના જાસુસી બલુનોની વાત બહાર આવી હતી, જેને કારણે હોબાળો મચ્યો હતો. હવે ચીને નવો પેંતરો અજમાવ્યો છે. ચીની હેકર્સે અમેરિકન બ્રોડબેન્ડ પ્રોવાઈડર નેટવર્કને હેક કરીને હલચલ મચાવી દીધી છે. આ સાયબર ઘૂસણખોરી બાદ અમેરિકામાં ખળભળાટ મચી ગયો છે.

જે કંપનીઓના નેટવર્કમાં તાજેતરમાં ઘૂસણખોરી કરવામાં આવી હતી તેમાં વેરિઝોન કોમ્યુનિકેશન્સ, એટી એન્ડ ટી અને લ્યુમેન ટેક્નોલોજીસનો સમાવેશ થાય છે. આ હેકિંગ સોલ્ટ ટાયફૂન નામના અત્યાધુનિક ચીની હેકિંગ જૂથ દ્વારા કરવામાં આવ્યું હતું. ગુપ્તચર માહિતી એકત્ર કરવાના હેતુથી આવું કરવામાં આવ્યું હતું.

હેકર્સે ઈન્ટરનેટ સેવા પ્રદાતાઓ, મોટા અને નાના વ્યવસાયો અને લાખો અમેરિકનો કે જેઓ તેમના ગ્રાહકો તરીકે ગણાય છે તેમના પાસેથી ઈન્ટરનેટ ટ્રાફિકનો મોટો સંગ્રહ એકત્ર કર્યો હોવાનું જાણવા મળ્યું છે. આ હુમલાથી ચાઈનીઝ ઘૂસણખોરોને ફેડરલ સરકાર દ્વારા કોર્ટ-અધિકૃત નેટવર્ક વાયરટેપીંગ વિનંતીઓ માટે ઉપયોગમાં લેવાતી સિસ્ટમોમાંથી સંભવિતપણે માહિતી મેળવવાની મંજૂરી મળી હતી. ચીની હેકર્સોએ નેટવર્ક ઇન્ફ્રાસ્ટ્રક્ચરને મહિનાઓ કે તેથી વધુ સમય સુધી ઍક્સેસ કર્યું હોઈ શકે છે, જેને કારણે એક મોટું રાષ્ટ્રીય સુરક્ષા જોખમ ઊભું થયું છે.

ચીનના વિદેશ મંત્રાલયે હજુ સુધી આ અંગે સત્તાવાર નિવેદન આપ્યું નથી. જો કે, ચીને અગાઉ યુએસ સરકાર અને અન્ય લોકો દ્વારા વિદેશી કોમ્પ્યુટર સિસ્ટમમાં પ્રવેશ કરવા માટે હેકરોનો ઉપયોગ કરવાના આવા દાવાઓને નકારી કાઢ્યા હતા, તેથી એમ માનવામાં આવે છે કે તે આ વખતે પણ હેકિંગના દાવાઓને નકારી કાઢશે.

Back to top button
આ ભારતીય ક્રિકેટરો સંપૂર્ણ શાકાહારી છે એક દિવસમાં કેટલી રોટલી ખાવી જોઈએ, શું કહે છે નિષ્ણાતો? 48 કલાક બાદ સૂર્યગ્રહણ, આ રાશિના જાતકોનો શરૂ થશે ગોલ્ડન પીરિયડ વિશ્વયુદ્ધ થાય તો કયા દેશ હશે સુરક્ષિત

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker