ડિવોર્સના વર્ષો બાદ Malaika Aroraએ કર્યો સ્ફોટક ખુલાસો, કહ્યું મારા સાસુ-સસરા…
બોલીવૂડ એક્ટ્રેસ અને છૈયા છૈયા ગર્લ મલાઈકા અરોરા (Malaika Arora) છેલ્લાં કેટલાય સમયથી ભલે ફિલ્મોથી દૂર હોય પણ તે સતત કોઈને કોઈ કારણસર લાઈમલાઈટમાં રહે છે. હવે અરબાઝ ખાન (Arbaaz Khan) સાથેના ડિવોર્સના વર્ષો બાદ મલાઈકા પોતાના સાસુ-સસરા વિશે ચોંકાવનારો ખુલાસો કર્યો છે. આવો જોઈએ આખરે એવું તે શું કહ્યું મલાઈકાએ-
મલાઈકા અરોરાએ અરબાઝ ખાન સાથે લગ્ન કર્યા હતા, પરંતુ વર્ષો બાદના લગ્નજીવન બાદ આખરે બંને જણે ડિવોર્સ લેવાનું નક્કી કર્યું. મલાઈકા-અરબાઝના ડિવોર્સના સમાચાર સાંભળીને ફેન્સ પણ ચોંકી ઉઠ્યા હતા. મલાઈકા હાલમાં દીકરા અરહાન સાથે રહે છે. મલાઈકાના પિતાનું હાલમાં જ નિધન થયું અને એ સમયે આખો ખાન પરિવાર તેની સાથે આ મુશ્કેલ સમયમાં ઊભો રહ્યો હતો.
હાલમાં મલાઈકા અરોરાનો એક જૂનો ઈન્ટરવ્યુ વાઈરલ થઈ રહ્યો છે. 2015માં આપેલા એક ઈન્ટરવ્યુમાં મલાઈકાએ પોતાના સાસુ-સસરા વિશે વાત કરતાં જણાવ્યું હતું કે મારા સસરા સલીમ ખાન અને સાસુ સલીમ ખાન ખૂબ જ સપોર્ટિવ છે. હું જ્યારે પણ કોઈ આઈટમ સોન્ગ કે ગીત શૂટ કરતી તો તેઓ મારા વખાણ કરતાં અને કહેતા કે તેં ખૂબ જ સારો ડાન્સ કર્યો છે, તું ખૂબ જ સુંદર લાગી રહી છે. મારા સાસુ-સસરાએ મારા પર ક્યારેય તેમનો કોઈ નિર્ણય થોપ્યો નથી. બંને જણ મને હંમેશા મોટિવેટ કરે છે. અરબાઝ પણ હંમેશા મારા સપોર્ટમાં રહે છે અને તેણે મને મારી રીતે જીવવા દીધી છે અને મને ઉડવા માટે પંખ આપ્યા છે.
આ જ ઈન્ટરવ્યુમાં મલાઈકાએ આગળ જણાવ્યું હતું કે ખાન પરિવારમાં બાળકોનો ઉછેર ખૂબ જ સારી રીતે અને સ્વતંત્ર માહોલમાં થઈ છે અને હું ઈચ્છું છે મારો દીકરો અરહાન પણ મોટો થઈને એક સારો માણસ બને.