નેશનલ

પીએમ મોદીના ‘વાસી પ્રવચનો’ અર્થતંત્રના દરેક પાસાને અસર કરતી ‘નિષ્ફળતાઓ’ ઢાંકી શકતા નથી: ખડગે

નવી દિલ્હી: કોંગ્રેસ પ્રમુખ મલ્લિકાર્જુન ખડગેએ રવિવારે અર્થવ્યવસ્થાની સ્થિતિ અંગે વડા પ્રધાન નરેન્દ્ર મોદી પર પ્રહાર કરતાં કહ્યું હતું કે તેમના ‘વાસી પ્રવચનો’ એ જ જૂની વાતોને પુનરાવર્તિત કરે છે તે તેમની ‘સઘન નિષ્ફળતાઓ’ને ઢાંકી શકશે નહીં જે દેશની અર્થવ્યવસ્થાના દરેક પાસાઓને અસર કરે છે.

‘મોદિનોમિક્સ એ ભારતના અર્થતંત્ર માટે એક અભિશાપ છે, એમ તેમણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર જણાવ્યું હતું કે, તેમણે ઘરેલું દેવું, મોંઘવારી અને મેન્યુફેક્ચરિંગ સેક્ટરની તકલીફો જેવા મુદ્દા ઉઠાવ્યા હતા અને દાવો કર્યો હતો કે ‘મેક ઇન ઇન્ડિયા ભયંકર રીતે નિષ્ફળ ગયું છે.’

‘નરેન્દ્ર મોદીજી, તમારા વાસી પ્રવચનો એ જ જૂની વાતોને પુનરાવર્તિત કરે છે, જે ભારતની અર્થવ્યવસ્થાના દરેક પાસાને અસર કરતી તમારી સંપૂર્ણ નિષ્ફળતાઓ પરથી ધ્યાન હટાવી શકશે નહીં! એમ તેમણે કહ્યું હતું.
ખડગેએ જણાવ્યું હતું કે વાસ્તવિક દ્રષ્ટિએ 2013-14 થી 2022-23 સુધીમાં ઘરગથ્થુ જવાબદારીઓ/ઋણમાં 241 ટકાનો વધારો થયો છે.

જીડીપીની ટકાવારીના આધારે ઘરગથ્થુ દેવું 40 ટકાના સર્વકાલીન ઉચ્ચ સ્તરે છે, એમ તેમણે જણાવ્યું હતું.
ખડગેએ કહ્યું હતું કે પારિવારિક બચત 50 વર્ષની નીચી સપાટીએ છે અને કોવિડ-19 રોગચાળા પછી ભારતીય પરિવારોનો વપરાશ તેમની આવક કરતાં વધુ છે.

‘ગયા વર્ષની સરખામણીમાં સપ્ટેમ્બર 2024માં ઘરે રંધાતી શાકાહારી થાળીની કિંમતમાં 11 ટકાનો વધારો થયો છે. ભાજપે મોંઘવારી લાદી અને અસંગઠિત ક્ષેત્રનો વિનાશ આ ગડબડ માટે જવાબદાર છે! એમ તેમણે કહ્યું હતું. ‘10 વર્ષોમાં મેક ઇન ઇન્ડિયા ભયંકર રીતે નિષ્ફળ ગયું છે કારણ કે કોંગ્રેસ-યુપીએના શાસન દરમિયાન ભારતની વધતી નિકાસનો ફાયદો તમારી નીતિઓ દ્વારા નકારી કાઢવામાં આવ્યો છે, એમ ખડગેએ કહ્યું હતું.

ભારતની નિકાસ વૃદ્ધિ – કોંગ્રેસ-યુપીએ: 2004 થી 2009 -186.59 ટકા, 2009 થી 2014 -94.39 ટકા; ભાજપ-એનડીએ: 2014-2019 – 21.14 ટકા, 2019-2023 ટકા – 56.8 ટકા. કોઈ આશ્ચર્ય નથી કે 2014-15 અને 2023-24 વચ્ચે ઉત્પાદન ક્ષેત્રનો સરેરાશ વિકાસ દર માત્ર 3.1 ટકા (ભાજપ-એનડીએ) છે જ્યારે 2004-05 અને 2013-14 વચ્ચે સરેરાશ વૃદ્ધિ દર 7.85 ટકા હતો (કોંગ્રેસ -યુપીએ), એમ તેમણે કહ્યું હતું. ઉત્પાદનમાં કાર્યરત કામદારોનો હિસ્સો 15.85 ટકા (2017-18) થી ઘટાડીને 11.4 ટકા (2023-24) કરી નાખવામાં આવ્યો છે, એમ ખડગેએ જણાવ્યું હતું.

સુરતમાં હીરાના કામદારો પડકારોનો સામનો કરી રહ્યા છે કારણ કે તેમના પગારમાં 30 ટકા સુધીનો ઘટાડો કરવામાં આવ્યો છે અને મોટા હીરા એકમોને અઠવાડિયામાં માત્ર ચાર દિવસ કામ કરવાની ફરજ પાડવામાં આવે છે, એમ કોંગ્રેસ પ્રમુખે જણાવ્યું હતું.

છેલ્લા છ મહિનામાં 60 થી વધુ હીરાના કારીગરોએ આત્મહત્યા કરી હોવાનો દાવો તેમણે કર્યો હતો.

(પીટીઆઈ)

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button