ઉત્સવસ્પેશિયલ ફિચર્સ

ટૅક વ્યૂહ : AI કંટ્રોલ ડ્રોન: તારક કે મારક? જો આ પ્રોગ્રામ જીવલેણ સાબિત થાય તો ટેક્નોલોજી વ્યર્થ..?!

-વિરલ રાઠોડ

AI- આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સની દુનિયા ખૂબ અલગ છે, જેમાં ડિવાઈસ કરતાં ટેક્નોલોજીનું મેચિંગ વધતું જાય છે. ડિવાઈસ કે સર્વિસમાં અઈં આવે એટલે ઓટોમેશનનો ટચ લાગ્યો એવું ચોક્કસથી કહી શકાય.

ઈઝરાયલનો લેબેનોન, હમાસ અને ઈરાક સાથે ડખો ચાલે છે. યુદ્ધની પરિસ્થિતિમાં ઈઝરાયલ માત્ર શસ્ત્રોથી જ નહીં, પણ ટેક્નોલોજીના દૃષ્ટિકોણથી પણ મજબૂત અને શક્તિશાળી છે. કોઈ એક ઉડતા ડિવાઈસમાં ફેસ- ફિંગર ને રેટિનાનો આખો રિપોર્ટ મૂકીને એને ‘મારક’ તરીકે તરતું મૂકી દેવામાં આવે તો એ એવું મર્ડર કરી શકે છે જેની કોઈએ કલ્પના પણ નહીં કરી હોય. આ એક સ્નાઈપર ફિચર ડ્રોન બની શકે છે. કેમેરા, સેન્સર, ફ્લાઈ માટે પંખા અને ચોક્કસ સમય સુધી ચાલે એટલી બેટરી બસ, પછી શું જોઈએ?

માત્ર એક ટ્રિગર…!

માત્ર ૩ ગ્રામનું વિસ્ફોટક ભલભલાનું હતું ન હતું કરી શકે છે. કોઈના કપાળ પર એક માખી જેટલા કદનું ડિવાઈસ અથડાઈ કપાળના હાકડાં બ્રેક ને વ્યક્તિને ખતમ કરી શકે એ વાત અને એવી વસ્તુ આજે શક્ય છે.

ડ્રોનની દુનિયામાં પોર્ટેબિલિટીનો જમાનો છે. વસ્તુ નાની- નાજુક અને સેસન્સેટિવ હોવી જોઈએ. બસ, પછી વિસ્ફોટક ભરવાનો વિચાર કોઈ શેતાનને આવે એટલે વારતા પૂરી ! સ્વાર્મિંગ ડ્રોન ગ્રૂપ કરીને જો સર્ચ કરવામાં આવે તો ડ્રોનની આખી ફૌજ કેવું અને કેટલું કામ કરી શકે એની વિગતવાર ફાઈલ મળી રહેશે.

હવે આનાથી થોડું વિપરિત વિચારીએ. જ્યાં પૂર અને સુનામી જેવી ઘટના બની હોય ત્યાં મોટી સંખ્યામાં અસરગ્રસ્તો સુધી રાહત સામગ્રી પહોંચાડવામાં આવાં ડ્રોન કેવડો મોટો ફાયોદો કરાવી શકે. એ જ રીતે, સ્વાર્મ ટેક્નોલોજીને એક શસ્ત્ર બનાવીને એનો ઉપયોગ થઈ શકે છે. જે રીતે અમેરિકા ટેક્નોલોજીમાં કિંગ છે તો એ યાદીમાં ઈઝરાયેલ પણ આવી કેટલીક ડિફેન્સ ટેક્નોલોજીનો ઉપયોગ કરતા ખચકાશે નહીં. જે રીતે અમેરિકામાં ફાયરિંગ કલ્ચર આઉટ ઓફ કંટ્રોલ છે એવી જ રીતે ભવિષ્યમાં ડ્રોનથી શૂટઆઉટ થવાના પૂરા એંધાણ અત્યારથી વર્તાય છે. બસ, વિસ્ફટકોનો વેપલો અટકે તો જ આમાં પરિવર્તન આવે.

ઘડીના છઠ્ઠા ભાગમાં ડ્રોનથી ક્યાંથી ક્યાં નીકળી જાય એટલી સ્પીડ અને ફાયરિંગ ક્ષમતા સાથે આવશે તો ખરા અર્થમાં દુશ્મન તો હાંફશે જ. એના કરતાં પણ વધારે ખોટો ઉપયોગ કરનારાઓને ડામવા એક પગથી હિમાયલ ચડવા જેવું કઠિન થશે. એરસ્ટ્રાઈકનું વામન કદ સમાન યુદ્ધ કહી શકાય, જેમાં કેટલાય ડ્રોન એક ચોક્કસ સમુહ કે વ્યક્તિ પર ત્રાટકી શકે છે. રેન્જ પ્રોડક્ટમાં આવતા ડ્રોનથી મારક ક્ષમતામાં વધારો થશે તો ડ્રોન ફાઈટ કે યુદ્ધ થાય એ દિવસો દૂર નથી. યુટ્યુબ પર આના કેટલાંય વીડિયો ડેમો તરીકે મૂકવામાં આવ્યા છે. ( કિવર્ડ સ્વાર્મિંગ ડ્રોન એઝ એ શૂટઆઉટ વેપન.) કાર, ટ્રેન, વિમાન, ચોપર એવી કોઈ પણ વસ્તુ, વ્યક્તિ કે જગ્યા જે સંવેદનશીલ છે અને જ્યાં શેતાન પહોંચી શકે એમ નથી ત્યાં આવા ડિવાઈસ આત્મઘાતી હુમલા કરી શકે છે.

આમ તો અઈં આવતા વાતાવરણ દરેક ક્ષેત્રમાં ‘કભી ખુશી કભી ગમ’ જેવું છે. નાણાં વર્ષ ૨૦૨૩ના આર્થિક સર્વેમાં અઈં નું આક્રમણ દેશની રોજગાર બજાર પર કેવી પ્રતિકૂળ અસર કરી શકે છે તેનો અંદાજ આપવામાં આવ્યો હતો. કોન્ટેટની દુનિયામાં જે દાટ વળશે એમાં ક્રિએટિવિટી સામે પ્રશ્ન ખડા થશે.

આપણા દેશની આઈટી કંપનીઓ આ નવી ટેક્નોલોજીને સો ટકા આવકારે છે. આ સાથે જોખમ અંગે પણ વિચારે છે. જે રીતે વર્ષ ૨૦૦૯માં જે શોર્ટફોલ આઈટી ક્ષેત્રમાં આવ્યો હતો પછી મૂળિયાથી બધુ બદલાયું એમ. અઈં પછી દુનિયા એક અલગ દિશામાં વળાંક લેશે એવું ટેક્નોક્રેટ અત્યારે તો માની રહ્યા છે. એકસાથે મોટી સંખ્યામાં લોકોને છૂટા કરી મૂકે એવું આપણે ત્યાં થાય એવી શક્યતા નહીંવત છે. અઈંના આક્રમણની ભારત જેવા મોટા રોજગાર બજાર પર કેવી અસર પડશે તે હાલમાં અનિશ્ર્ચિત છે. આ પાછળનું એક કારણ સર્વિસ સેક્ટર છે. ઉત્પાદનની સાથે આપવામાં આવતી સર્વિસના આઈટી આધારિત ધારાધોરણ સતત બદલાતા રહે છે. ન્યુક્લિયર કરતાં આ પ્રકારનું શસ્ત્ર ઘાતક અને મારક છે.

મશીન કાયમી ધોરણે માણસની મુશ્કેલીઓને આસાન કરતા રહ્યા છે. આ કેસમાં પણ જો એવું થાય તો ઘણું સારૂ થાય. એનાથી વિપરિત થાય તો ચિંતાનો વિષય અવશ્ય છે. એક માણસના મગજથી તૈયાર થયેલું અઈં માણસ માટે જ જીવલેણ સાબિત થાય તો ખોટું તો કહેવાય. એક મીડિયા રિપોર્ટ અનુસાર ડ્રોન ક્ષેત્રે આવી કોઈ ટેક્નોલોજી આવી જો સૌથી પહેલા ડિફેન્સ ક્ષેત્રે એને જે તે મંજૂરી સાથે ઉપયોગમાં લેવાશે. હજારોની સંખ્યામાં આકાશમાં ઉડતાં ડ્રોન મનોરંજન કરી શકે એ આપણે ગત રવિવારે જોયું. હવે તે ઘાતક પણ બની શકે એ પણ હકીકત છે. નિષ્ણાતો ત્યાં સુધી કહે છે કે, આ અતિ હાઈ લેવલની મારક ક્ષમતા ધરાવતી ટેક્નિક છે.

આઉટ ઓફ ધ બોક્સ
પેડ- બેડ- એડ- બીએમડી આ બધી આપણા દેશની એર ડિફેન્સ સિસ્ટમ છે, જે રન-વે પરથી વિમાન ઉડાન ભરે
ત્યાંથી લઈ તે કઈ કેટેગરીનું છે ત્યાં સુધીની વિગત કહી બતાવે છે.

Also Read –

Back to top button
આ ભારતીય ક્રિકેટરો સંપૂર્ણ શાકાહારી છે એક દિવસમાં કેટલી રોટલી ખાવી જોઈએ, શું કહે છે નિષ્ણાતો? 48 કલાક બાદ સૂર્યગ્રહણ, આ રાશિના જાતકોનો શરૂ થશે ગોલ્ડન પીરિયડ વિશ્વયુદ્ધ થાય તો કયા દેશ હશે સુરક્ષિત

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker