નેશનલ

Arvind Kejriwal એ સૌરભ ભારદ્વાજનું નામ લઇ ભાજપ પર કર્યા પ્રહાર, એક્ઝિટ પોલ પર પ્રતિક્રિયા આપી

નવી દિલ્હી : દિલ્હીના મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપ્યા બાદ અરવિંદ કેજરીવાલ(Arvind Kejriwal) જનતાની વચ્ચે જઈ રહ્યા છે. રવિવારે છત્રપાલ સ્ટેડિયમમાં આમ આદમી પાર્ટી દ્વારા જન અદાલતનું આયોજન કરવામાં આવ્યું હતું. આ જનતા દરબારમાં અરવિંદ કેજરીવાલે ભાગ લીધો હતો. પાર્ટીના રાજ્યસભા સાંસદ સંજય સિંહ અને દિલ્હીના મુખ્યમંત્રી આતિશીએ પણ તેમાં હાજર રહ્યા હતા.

વૃદ્ધોનું પેન્શન બંધ કરાયું : કેજરીવાલ

જનતા દરબારમાં અરવિંદ કેજરીવાલે ફરી એકવાર ભાજપ પર પ્રહાર કર્યા હતા. અરવિંદ કેજરીવાલે કહ્યું કે એલજીએ ડેટા એન્ટ્રી કરતા 500 લોકોને નોકરીમાંથી કાઢી મૂક્યા. વૃદ્ધોનું પેન્શન બંધ કર્યું. તેમને આ લોકોની હાય લાગશે.

દેશની લોકશાહી ભાજપના પગમાં

દિલ્હીના પૂર્વ સીએમએ કહ્યું, ચિંતા ન કરો, તમારો કેજરીવાલ આવી ગયો છે. હું દરેકનો પગાર અપાવીશ. હું દરેકનું પેન્ડિંગ કામ કરાવીશ. કોઈ મંત્રી બને તો અહંકારી બની જાય છે. પરંતુ ગઈ કાલે સૌરભ ભારદ્વાજ ભાજપના પગમાં નહોતા. ગઈ કાલે આ દેશની લોકશાહી ભાજપના પગમાં હતી.

આ પણ વાંચો : Umar Khalidને મળશે જામીન! દિલ્હી હાઈકોર્ટની નવી બેંચ જામીન અરજી પર સુનાવણી કરશે

દિલ્હીમાં લોકશાહી નથી, એલજીનું શાસન

અરવિંદ કેજરીવાલે કહ્યું કે આજે દિલ્હીમાં લોકશાહી નથી, પરંતુ એલજીનું શાસન છે. આ સાથે તેણે કહ્યું, ‘ગઈકાલે સાંજે મેં એક્ઝિટ પોલ જોયો. હરિયાણા અને જમ્મુ કાશ્મીરમાં ભાજપ સરકાર સત્તાથી દૂર થઇ રહી છે. ડબલ એન્જિન સરકાર નિષ્ફળ ગઈ છે.

ડબલ એન્જિન સરકાર એટલે ડબલ લૂંટ

દિલ્હીના પૂર્વ સીએમએ કહ્યું, ‘ભાજપ ઝારખંડ અને મહારાષ્ટ્રમાં પણ ચૂંટણી જીતી શકશે નહીં. મણિપુરમાં પણ ડબલ એન્જિનની સરકાર છે. મણિપુર 7 વર્ષથી સળગી રહ્યું છે. ડબલ એન્જિન સરકાર એટલે ડબલ લૂંટ.

ભાજપ પર નિશાન સાધ્યું

અરવિંદ કેજરીવાલે કહ્યું, ‘મોદીજીના એક મિત્ર છે. તેમને બધું જ આપી દીધું છે. અત્યારે કેન્દ્રમાંથી આપશે અને પછી રાજ્યમાંથી પણ આપશે. હવે ભાજપ ચૂંટણીમાં આવશે અને કહેશે કે કેજરીવાલે કર્યું છે તે અમે કરીશું. દિલ્હીના લોકોએ તેમને પૂછવું જોઈએ કે કેજરીવાલે જે કર્યું છે. તે તમે 22 રાજ્યોમાં કેમ નથી કર્યું?

Back to top button
આ ભારતીય ક્રિકેટરો સંપૂર્ણ શાકાહારી છે એક દિવસમાં કેટલી રોટલી ખાવી જોઈએ, શું કહે છે નિષ્ણાતો? 48 કલાક બાદ સૂર્યગ્રહણ, આ રાશિના જાતકોનો શરૂ થશે ગોલ્ડન પીરિયડ વિશ્વયુદ્ધ થાય તો કયા દેશ હશે સુરક્ષિત

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker