આપણું ગુજરાત
અતુલ અને વલસાડ વચ્ચે પેવર બ્લોકના કારણે આ ટ્રેનોને અસર થઈ
લેવલ ક્રોસિંગ-97ના બદલે ROB માટે 36 મીટર કમ્પોઝિટના લોંચિંગ માટે 5 ઓક્ટોબર, 2023ના રોજ સવારે 11.20 થી 13.20 વાગ્યા સુધી બે કલાકનો પાવર બ્લોક લેવામાં આવશે. આ બ્લોક અતુલ અને વલસાડ વચ્ચે અપ અને ડાઉન મેઇન લાઇન પર લેવામાં આવશે. પશ્ચિમ રેલવેની કેટલીક ટ્રેનો રદ/નિયમિત કરવામાં આવશે, તેમ રેલવે દ્વારા જણાવવામા આવ્યું છે ત્યારે પ્રવાસીઓએ ખાસ ધ્યાનમાં લેવા જેવું છે.
રદ કરાયેલી ટ્રેનો:-
- ટ્રેન નંબર 09154 વલસાડ-ઉમરગામ મેમુ
- ટ્રેન નંબર 09153 ઉમરગામ-વલસાડ મેમુ
રેગ્યુલેટેડ ટ્રેનો:- - ટ્રેન નંબર 19015 દાદર-પોરબંદર સૌરાષ્ટ્ર એક્સપ્રેસ 00.30 મિનિટે રેગ્યુલેટ કરવામાં આવશે.
- ટ્રેન નંબર 12926 અમૃતસર-મુંબઈ સેન્ટ્રલ પશ્ચિમ એક્સપ્રેસ 1 કલાક 40 મિનિટ માટે રેગ્યુલેટ કરવામાં આવશે.
- ટ્રેન નંબર 22954 અમદાવાદ-મુંબઈ મધ્ય ગુજરાત એક્સપ્રેસ 1 કલાક 20 મિનિટ માટે રેગ્યુલેટ કરવામાં આવશે.
- ટ્રેન નંબર 22475 હિસાર-કોઈમ્બતુર એસી એક્સપ્રેસ 1 કલાક 15 મિનિટ માટે રેગ્યુલેટ કરવામાં આવશે.
- ટ્રેન નંબર 12472 શ્રી માતા વૈષ્ણોદેવી કટરા-બાંદ્રા ટર્મિનસ સ્વરાજ એક્સપ્રેસ 25 મિનિટ માટે રેગ્યુલેટ કરવામાં આવશે.
Taboola Feed