ઐશ્વર્યા-અભિષેકના ડિવોર્સ રૂમર્સ વચ્ચે Jaya Bachchanએ ઈન્ટ્રોડ્યુસ કરી બચ્ચન પરિવારની ભાવિ વહુને?
છેલ્લાં કેટલાક સમયથી ફિલ્મ ઈન્ડસ્ટ્રી અને ન્યુઝ ચેનલ્સમાં અભિષેક બચ્ચન (Abhishek Bachchan) અને ઐશ્વર્યા રાય-બચ્ચન (Aishwarya Rai-Bachchan)ના ડિવોર્સના સમાચાર વાઈરલ થઈ રહ્યા છે, પરંતુ આ બાબતે કપલ કે બચ્ચન પરિવાર દ્વારા કોઈ ઓફિશિયલ સ્ટેટમેન્ટ નથી આવ્યું. હવે આ બધા વચ્ચે સોશિયલ મીડિયા પર જયા બચ્ચનનો એક વીડિયો વાઈરલ થઈ રહ્યો છે, જેમાં તેઓ બચ્ચન પરિવારની ભાવિ પુત્રવધુને મીડિયા સામે ઈન્ટ્રોડ્યુસ કરી રહ્યા છે. જેને કારણે લોકોમાં ગૂંચવણ ઊભી થઈ રહી છે, ચાલો જોઈએ શું છે આ વાઈરલ વીડિયો પાછળનું સત્ય…
સૌથી પહેલાં તો તમને જણાવી જેવાનું વાઈરલ થઈ રહેલો આ વીડિયો હમણાંનો નહીં પણ જૂનો છે અને આ વીડિયોમાં જયા બચ્ચન ઐશ્વર્યા રાય પહેલાં બચ્ચન પરિવારની થનારી વહુની વાત કરી રહ્યા છે. જી હા, આ વીડિયોમાં પેપ્ઝ અને મીડિયા સામે જયા બચ્ચન કરિશ્મા કપૂરને બચ્ચન પરિવારની થનારી વહુ તરીકે સંબોધિત કરે છે. એટલું જ નહીં મીડિયા સામે જયા બચ્ચન, અમિતાભ બચ્ચન અને અભિષેક બચ્ચન તેમ જ કરિશ્મા કપૂર ફેમિલીની જેમ ફોટો માટે પોઝ પણ આપે છે.
અત્રે ઉલ્લેખનીય છે કે ઐશ્વર્યા પહેલાં અભિષેક બચ્ચન અને કરિશ્મા કપૂરની સગાઈ પણ થઈ ગઈ હતી, પરંતુ અમુક કારણોસર આ સંબંધ આગળ ના વધી શક્યો અને આખરે આ સગાઈ ફોક કરવામાં આવી અને બાદમાં ઐશ્વર્યા રાય અને અભિષેકના લગ્ન થયા.
છેલ્લાં કેટલાય સમયથી બચ્ચન પરિવારમાં કઈ ઠીક નથી ચાલી રહ્યું હોવાના અહેવાલો આવી રહ્યા છે, કારણ કે ઐશ્વર્યા સાસુ-સસરા અને પતિ સાથે રહેવાને બદલે દીકરી આરાધ્યા સાથે પોતાના પિયરમાં જ રહે છે અને જાહેર કાર્યક્રમોમાં પણ બચ્ચન પરિવારથી દૂર જ રહેવાનું પસંદ કરે છે.