Salim-Javed રાઈટર નહીં, કૉપી રાઈટર છેઃ કોણે કર્યો આવો ચોંકાવનારો આક્ષેપ
હિન્દી ફિલ્મજગતની ખૂબ જ પ્રસિદ્ધ એવી સલીમ-જાવેદની જોડી ફરી એક થઈ છે. ઘણી સારી ફિલ્મો આપ્યા બાદ બે દિગ્ગજ સલીમ ખાન અને જાવેદ અખ્તર જુદા થઈ ગયા હતા અને વર્ષો સુધી બન્ને વચ્ચે અબોલા રહ્યા. અગાઉ તેમણે દીવારથી માંડી શોલે સુધી ઘણી સુપરહીટ ફિલ્મો લખી. જોકે હવે તેમણે તેમણે વાર્તા ચોરી કરી હોવાનો આક્ષેપ બીજા એક લેખકે જ કર્યો છે.
આ લેખક પણ સારું નામ ધરાવે છે. ટેલિવિઝન પર એમના ઘણા હીટ શૉ પ્રસારિત થઈ ચૂક્યા છે. વાત કરીએ છીએ અમિત આર્યનની. એફઆઈઆર, યે ઉન દિનો કી બાત હૈ, લાપતાગંજ જેવી સિરિયલોના લેખક અમિતે એક શૉમાં આક્ષેપ કર્યો હતો કે સલીમ-જાવેદની આઈકોનીક શૌલે પણ તેમની ઓરિજિનલ સ્ટોરી નથી.
ધર્મેન્દ્ર અને આશા પારેખની મેરા ગાંવ મેરા દેશની વાર્તામાં ફેરફાર કરી શોલે લખાઈ છે. તે ફિલ્મમાં ધર્મેન્દ્ર ડાકૂ હતો અને તેનું નામ જબ્બર સિંહ હતું જ્યારે જયંત ખોસલા આર્મી અધિકારી હતો ને તેનો હાથ કપાઈ ગયો હતો. શોલેમાં પોલીસ ઓફિસરના બન્ન હાથ કપાયેલા બતાવવામાં આવ્યા હતા. શોલેમાં અમિતાભનું કેરેક્ટર એડ કરવામાં આવ્યું હતું. તેમણે એમ પણ કહ્યું કે ક્લાસિક ફિલ્મ દો આંખે બારહ હાથના સિન્સની કૉપી પણ શોલેમાં કરવામાં આવી છે.
આ રીતે દીવારનો પ્લોટ પણ દિલીપકુમારની ગંગા જમુનામાંથી ચોરીવામાં આવ્યો આક્ષેપ તેમણે કર્યો હતો. તેમણે સલીમ-જાવેદને રાઈટર નહીં કૉપી રાઈટર કહ્યા હતા.
જોકે હજુ સલીમ-જાવેદની જોડીમાંથી કોઈની સ્પષ્ટતા આવી નથી.
Also Read –