નેશનલસ્પેશિયલ ફિચર્સ

ખૂબ જ પવિત્ર ગણાતી પાપાકુંશા એકાદશી ક્યારે છે? જાણો તેની તીથી, મુર્હુત અને પારણાનો સમય

હિંદુઓમાં એકાદશીનું વિશેષ મહત્વ રહેલું છે. વર્ષભરમાં કુલ 24 એકાદશી આવે છે અને દરેક એકાદશીનું પોતાનું આગવું મહત્વ રહેલું છે. આ જ રીતે આસો મહિનામાં આવનારી એકાદશીનું વિશેષ મહત્વ છે. આ એકાદશીને પાપાકુંશા એકાદશીના નામથી ઓળખાય છે. નવરાત્રીના પર્વ બાદ આવનારી આ એકાદશીનું વિશેષ મહત્વ રહ્યું છે. આ દિવસે ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની પૂજા કરવાની સાથે વ્રત રાખવાનું વિધાન છે.

માન્યતા છે કે આ દિવસે પૂજા પાઠ કરવાથી વ્યક્તિના દરેક દુખ, દર્દ અને પાપ પુણ્યથી મુક્તિ મળી જાય છે, તેમજ સુખ સમૃદ્ધિની પ્રાપ્તી થાય છે. આ વખતે એકાદશીની તીથી બે દિવસે આવતી હોવાથી પાપાકુંશા એકાદશીનું વ્રત ક્યારે રાખવું તેને લઈને અસમંજસની સ્થિતિ ખડી થઈ છે. ચાલો જાણીએ ક્યારે પાપાકુંશા એકાદશી, તેની તીથી, મુર્હુત અને મહત્વ….

હિન્દુ પંચાંગ મુજબ, આસો મહિનાની એકાદશી તિથિ 13 ઓક્ટોબર રવિવારના રોજ સવારે 9:08 વાગ્યે શરૂ થાય છે અને સોમવાર 14 ઓક્ટોબરના રોજ સવારે 6:41 વાગ્યે સમાપ્ત થાય છે. આવી સ્થિતિમાં ઉદયા તિથિ અનુસાર 14 ઓક્ટોબરે પાપંકુશા એકાદશીનું વ્રત કરવામાં આવશે. પરંતુ તિથિ ટૂંકી હોવાને કારણે 13મી ઓક્ટોબરે પણ પાપંકુશા એકાદશીનું વ્રત રાખવામાં આવશે.

શુભ મુર્હુત અને પારણાનો સમય:
તે સવારે 7:47 થી બપોરે 12:07 સુધી ચાલશે. રવિ યોગ – 14 ઓક્ટોબરના રોજ સવારે 6.21 થી 2.51 સુધી. અભિજીત મુહૂર્ત – 13 ઓક્ટોબરના રોજ સવારે 11.44 થી બપોરે 12.30 સુધી રહેશે. પાપાકુંશા એકાદશીનો પારણા કરવાનો એટલે કે ઉપવાસ તોડવાનો સમય 14મી ઑક્ટોબરના બપોરે 01:17 થી 03:35 સુધીનો છે, હરિ વસરનો અંત પારણ તિથિના દિવસે સવારે 11:56 છે. એકાદશી માટે પારણાનો સમય ઓક્ટોબર સવારે 06:23 થી 08:41 સુધી છે.

શું છે પાપાકુંશા એકાદશીનું મહત્વ:
હિંદુ ધર્મમાં પાપંકુશા એકાદશીનું વિશેષ મહત્વ છે. આ દિવસે ભગવાન વિષ્ણુની વિધિવત પૂજા કરવાથી અને વ્રત રાખવાથી શુભ ફળ પ્રાપ્ત થાય છે. આ સાથે એવું માનવામાં આવે છે કે પાપંકુશા એકાદશીના દિવસે વ્રત કરવાથી જાણ્યે-અજાણ્યે થયેલા પાપોમાંથી મુક્તિ મળે છે. જીવનમાં સુખ અને ખુશીઓની પ્રાપ્તિ થાય છે. વ્યક્તિ તેના પાપોના ભયંકર પરિણામોથી બચી જાય છે. તેની સાથે જ માતા લક્ષ્મી પણ ખૂબ પ્રસન્ન થાય છે.

Also Read –

Back to top button
આ ભારતીય ક્રિકેટરો સંપૂર્ણ શાકાહારી છે એક દિવસમાં કેટલી રોટલી ખાવી જોઈએ, શું કહે છે નિષ્ણાતો? 48 કલાક બાદ સૂર્યગ્રહણ, આ રાશિના જાતકોનો શરૂ થશે ગોલ્ડન પીરિયડ વિશ્વયુદ્ધ થાય તો કયા દેશ હશે સુરક્ષિત

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker