નેશનલ

બ્રિટન પણ યુપીની કાયદા અને વ્યવસ્થાનું પ્રશંસક બન્યું

બ્રિટિશ સાંસદે સીએમ યોગીને લખ્યો પત્ર…

લખનઉ: ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથ વિશે ઘણી ચર્ચાઓ થતી જોવા મળે છે. ઘણા રાજ્યોના લોકો તેમના જેવા મુખ્ય પ્રધાન ઈચ્છે છે. યોગી આદિત્યનાથની લોકપ્રિયતા માત્ર દેશ પુરતી સીમિત નથી પરંતુ વિદેશોમાં પણ તેમની ચર્ચા થઈ રહી છે. બ્રિટિશ સંસદના સભ્યો યોગીની કાર્યશૈલીના પ્રશંસક બની ગયા છે. બ્રિટિશ સાંસદ વીરેન્દ્ર શર્માએ CM યોગીના વખાણ કરતો પત્ર મોકલ્યો છે.

યુપીના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથના કામની શૈલી માત્ર ઉત્તર પ્રદેશ કે દેશમાં જ નહીં પરંતુ વિદેશોમાં પણ વખણાય છે. બ્રિટન પણ તેની કાર્યશૈલીના ચાહક બની ગયું છે. બ્રિટિશ સાંસદ વિરેન્દ્ર શર્માએ ઉત્તર પ્રદેશની યોગી સરકારની સુધારેલા કાયદા અને વ્યવસ્થાની પ્રશંસા કરી હતી. બ્રિટિશ સાંસદ વીરેન્દ્ર શર્માએ પણ ઉત્તર પ્રદેશની બદલાયેલી ધારણા માટે સીએમ યોગીને અભિનંદન આપતા એક પત્ર લખ્યો હતો. સીએમ યોગીએ યુપીમાં ગુનેગારો અને જમીન માફિયાઓ સામે ઝડપી કાર્યવાહી કરી છે. કાયદો અને વ્યવસ્થાની બાબતમાં યુપી અન્ય રાજ્યો માટે એક ઉદાહરણ બની ગયું છે.


સાંસદ વીરેન્દ્ર શર્માએ CM યોગીને પત્રમાં ઉત્તર પ્રદેશમાં ખૂબજ સારો કાયદો અને વ્યવસ્થા માટે સીએમ યોગીને અભિનંદન પાઠવ્યા હતા. તેમણે લખ્યું હતું કે માનનીય યોગી આદિત્યનાથ, હું તમને યુપીમાં એક લોકપ્રિય નેતા તરીકે સફળતા પ્રાપ્ત કરવા અને રાજ્યમાં શાંતિ લાવવા માટે અભિનંદન આપવા માંગુ છું. યોગીની વધતી જતી લોકપ્રિયતાનો તાગ એ પરથી મેળવી શકાય કે CM યોગી ટ્વિટર સહિત તમામ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર યુપીના અન્ય નેતાઓમાં સૌથી આગળ છે.


પ્રવક્તા આનંદ દુબેએ કહ્યું હતું કે સીએમ યોગી આદિત્યનાથે ઉત્તર પ્રદેશમાં કોરોનાના સમયગાળા દરમિયાન સૌથી સારું સંચાલન કર્યું હતું. અન્ય રાજ્યોમાં ફસાયેલા કામદારોને સુરક્ષિત પરત લાવવા. તેમજ યુપીમાં કોરોના વધારે ના ફેલાય તેના માટે પણ તેમણે યોગ્ય કાર્યવાહી કરી હતી. સીએમ યોગીના પ્રયાસોથી આરોગ્ય સેવાઓમાં સુધારો થયો છે. આ જ કારણ છે કે WHO સહિત ઘણા દેશોએ સીએમ યોગીના કોવિડ મેનેજમેન્ટની પ્રશંસા કરી હતી. તેમના નેતૃત્વમાં યુપીની કાયદો અને વ્યવસ્થાની સ્થિતિમાં ઘણા મોટા અંશે સુધારો થયો છે. ઉત્તર પ્રદેશ હવે રોકાણનું હબ બની રહ્યું છે. હવે વિદેશોમાં પણ તેની લોકપ્રિયતા વધી રહી છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button