નેશનલ

હમ આપકે હૈ કૌન કે પછી હમ સાથ સાથ હૈ? પાકિસ્તાન યાત્રાને લઈને S Jaishankarને સવાલ

નવી દિલ્હી: ભારતના વિદેશ પ્રધાન એસ જયશંકરની પાકિસ્તાન મુલાકાતને લઈને દેશમાં ચર્ચાઓનું બજાર ગરમ છે. તેઓ SCO બેઠકમાં ભાગ લેવા ઈસ્લામાબાદ જવાનાં છે, ત્યારે તેમને આ મુલાકાતને લઈને પૂછવામાં આવતા તેમણે સ્પષ્ટ જણાવી દીધું હતું કે આ દરમિયાન પાકિસ્તાન સાથે કોઈપણ પ્રકારની ચર્ચા કરવામાં નહિ આવે. જયશંકરને પૂછવામાં આવ્યું કે ‘હમ આપકે હૈ કૌન’ અને ‘હમ સાથ સાથ હૈ’ જેવી હિન્દી ફિલ્મોમાંથી કયું નામ ભારત-પાકિસ્તાનના સંબંધોને સચોટ રીતે દર્શાવે છે. તેના જવાબમાં તેણે કહ્યું કે પહેલા મને ત્યાંથી પાછા આવવા દો, પછી તમે તેના વિશે પૂછજો.

એક ખાનગી ન્યૂઝ ચેનલ દ્વારા આયોજિત પ્રતિદિન ટાઈમ કોન્ક્લેવમાં જયશંકરે કહ્યું, “ત્યાંથી હું પરત ફરું ત્યારે મને આ વિશે પૂછજો.’ વિદેશ મંત્રીએ કહ્યું: “તમે જાણો છો કે હું પાકિસ્તાન જઈ રહ્યો છું. હું તે ફિલ્મનું શીર્ષક અત્યારે જાહેર નહિ કરું. હું પરત ફરું ત્યારે પૂછજો, હું કહીશ.” વિદેશ પ્રધાનનો આ જવાબ લોકો માટે થોડો આશ્ચર્યજનક હતો. દર્શકોને એમ હતું કે હમણાં જ વિદેશ મંત્રી ‘હમ આપકે હૈ કૌન’ પસંદ કરશે પરંતુ જયશંકરે મુત્સદ્દીગીરી પસંદ કરી.

IC સેન્ટર ફોર ગવર્નન્સમાં ગવર્નન્સ પર સરદાર પટેલનું પ્રવચન આપ્યા બાદ, જયશંકરે શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશન (SCO)ની બેઠક માટે ઈસ્લામાબાદની મુલાકાત દરમિયાન પાકિસ્તાન સાથે કોઈપણ દ્વિપક્ષીય બેઠકની શક્યતાને નકારી કાઢી હતી. તેમણે કહ્યું, “મને આશા છે કે આ મુલાકાતને લઈને મીડિયાને ઘણો રસ હશે કારણ કે આપણાં સંબંધની પ્રકૃતિ જ એવી છે અને મને લાગે છે કે અમે તેની સાથે લડી લેશું. પરંતુ હું કહેવા માંગુ છું કે તે બહુપક્ષીય કાર્યક્રમ હશે.

એસ જયશંકરે કહ્યું હતું કે “મારો મતલબ છે કે હું ત્યાં ભારત-પાકિસ્તાન સંબંધો પર ચર્ચા કરવા નથી જઈ રહ્યો. હું SCOનો સારા સભ્ય બનવા માટે ત્યાં જઈ રહ્યો છું. હું એક નમ્ર અને શિષ્ટ વ્યક્તિ હોવાને કારણે હું તે મુજબ જ વર્તન કરીશ.” ઉલ્લેખનીય છે કે જયશંકર 15 અને 16 ઓક્ટોબરના રોજ ઈસ્લામાબાદમાં SCOની બેઠકમાં ભારતના પ્રતિનિધિમંડળનું નેતૃત્વ કરવા જઈ રહ્યા છે. સામાન્ય રીતે વડા પ્રધાન રાજ્યના ઉચ્ચ-સ્તરની બેઠકોમાં હાજરી આપે છે અને પ્રધાન સરકારની બેઠકોના વડાઓમાં ભારતીય પક્ષનું નેતૃત્વ કરે છે.

Also Read –

Show More

Related Articles

Back to top button
આ ભારતીય ક્રિકેટરો સંપૂર્ણ શાકાહારી છે એક દિવસમાં કેટલી રોટલી ખાવી જોઈએ, શું કહે છે નિષ્ણાતો? 48 કલાક બાદ સૂર્યગ્રહણ, આ રાશિના જાતકોનો શરૂ થશે ગોલ્ડન પીરિયડ વિશ્વયુદ્ધ થાય તો કયા દેશ હશે સુરક્ષિત