આપણું ગુજરાતટોપ ન્યૂઝ

રાજ્યમાંથી ચોમાસાના “RamRam”: તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રી વધારાની શક્યતા

અમદાવાદ: ગુજરાતમાં માતાની આરાધનાનાં પર્વ નવરાત્રીનો આજે ચોથો દિવસ છે. ત્યારે રાજ્યમાં આગામી દિવસોમાં વરસાદનો મિજાજ કેવો રહેશે તે અંગેની આગાહી હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. હવામાન વિભાગ મુજબ ગુજરાતના મોટાભાગના જિલ્લાઓમાંથી ચોમાસાએ વિદાય લઇ લીધી છે અને આગામી બે-ત્રણ દિવસમાં ગુજરાતના બાકીના ભાગોમાંથી પણ ચોમાસું વિદાઇ લેશે. જોકે હવામાન વિભાગ દ્વારા આજે વલસાડમાં હળવા વરસાદની શક્યતા વ્યક્ત કરી છે. હવામાન વિભાગ અનુસાર આગામી બે ત્રણ દિવસમાં રાજ્યમાં મહત્તમ તાપમાનમાં અને લઘુત્તમ તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રીનો વધારો થઇ શકે છે.

બે-ત્રણ દિવસમાં વરસાદની વિદાય
હવામાન વિભાગ અમદાવાદ કેન્દ્રના જણાવ્યા મુજબ કચ્છથી નવસારી સુધી ચોમાસાની વિદાય થઈ ગઈ છે. જ્યારે સુરત, ડાંગ, તાપી, વલસાડમાં હજુ ચોમાસુ સક્રિય છે. દક્ષિણ ગુજરાતના એક-બે જિલ્લા બાકી છે, જ્યાં આવનારા બે-ત્રણ દિવસમાં વરસાદની વિદાય થઈ જશે. છેલ્લા 48 કલાક દરમિયાન ગુજરાતમાં ક્યાંય વરસાદ નોંધાયો નથી. ઉપરાંત ચોમાસા દરમિયાન ગુજરાતમાં સિઝનનો 30 ટકાથી વધુ વરસાદ પડ્યો છે. જ્યારે સૌરાષ્ટ્રમાં સિઝનનો 75 ટકાથી વધુ વરસાદ નોંધાયો છે તેમ જણાવ્યું છે.

શનિવારે મહત્તમ તાપમાન 34.4 ડિગ્રી
હવામાન વિભાગના જણાવ્યા મુજબ શનિવારે અમદાવાદમાં 34.4 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. જ્યારે ગાંધીનગરમાં 33.8 ડિગ્રી તાપમાન નોંધાયું હતુ. આ ઉપરાંત ડીસામાં 33.1, વલ્લભ વિદ્યાનગરમાં 32.7, વડોદરામાં 33.6, સુરતમાં 33.2, ભુજમાં 34.7, નલિયામાં 32.7, કંડલા પોર્ટમાં 33.6, અમરેલીમાં 34.2, ભાવનગરમાં 32.6, દ્વારકામાં 33.1, ઓખામાં 33, પોરબંદરમાં 32, રાજકોટમાં 34, વેરાવળમાં 32.7, સુરેન્દ્રનગરમાં 34.8, મહુવામાં 33.6 અને કેશોદમાં 32.7 ડિગ્રી મહત્તમ તાપમાન નોંધાયું છે.

રાજ્યમા લધુત્તમ તાપમાન
જ્યારે ગતરોજ લધુત્તમ તાપમાનમાં અમદાવાદમાં 26 ડિગ્રી, ડીસામાં 24.8, ગાંધીનગરમાં 25.6, વલ્લભ વિદ્યાનગરમાં 26.2, વડોદરામાં 26.4, સુરતમાં 26.4, ભુજમાં 25, નલિયામાં 25.1, કંડલા પોર્ટમાં 26.5, અમરેલીમાં 24.4, ભાવનગરમાં 25.1, દ્વારકામાં 26.5, ઓખામાં 25.7, પોરબંદરમાં 24.5, રાજકોટમાં 25.2, વેરાવળમાં 26.4, સુરેન્દ્રનગરમાં 25, મહુવામાં 23.9, કેશોદમાં 23.9 ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું હતું. ગુજરાતમાં બે દિવસ બાદ તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રીનો વધારો થઈ શકે છે.

Also Read –

Show More

Related Articles

Back to top button
આ ભારતીય ક્રિકેટરો સંપૂર્ણ શાકાહારી છે એક દિવસમાં કેટલી રોટલી ખાવી જોઈએ, શું કહે છે નિષ્ણાતો? 48 કલાક બાદ સૂર્યગ્રહણ, આ રાશિના જાતકોનો શરૂ થશે ગોલ્ડન પીરિયડ વિશ્વયુદ્ધ થાય તો કયા દેશ હશે સુરક્ષિત