વેપાર

ટીનમાં સ્ટોકિસ્ટોની વેચવાલીએ પીછેહઠ, અન્ય ધાતુમાં મિશ્ર વલણ

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: સ્થાનિક જથ્થાબંધ ધાતુ બજારમાં આજે સપ્તાહના અંતે વૈશ્ર્વિક અહેવાલોની ગેરહાજરી વચ્ચે વિવિધ ધાતુઓમાં મિશ્ર વલણ જોવા મળ્યું હતું, જેમાં મુખ્યત્વે ટીનમાં સતત ત્રણ સત્રની તેજીને બ્રેક લાગી હતી અને સ્ટોકિસ્ટોની નફારૂપી વેચવાલીનું દબાણ વધુ રહેતાં ભાવમાં કિલોદીઠ રૂ. સાતનો ઘટાડો આવ્યો હતો, જ્યારે નિરસ માગે કોપરની અમુક વેરાઈટીઓના ભાવ કિલોદીઠ રૂ. એકથી બે ઘટી આવ્યા હતા. તેમ જ ઝિન્ક સ્લેબ, કોપર વાયરબાર અને એલ્યુમિનિયમ ઈન્ગોટ્સમાં વપરાશકાર ઉદ્યોગની માગને ટેકે ભાવમાં કિલોદીઠ રૂ. એકથી ત્રણનો સુધારો આવ્યો હતો અને અન્ય ધાતુઓમાં ટકેલું વલણ રહ્યું હતું. બજારનાં સાધનોના જણાવ્યાનુસાર ટીનમાં સતત ત્રણ સત્રમાં કિલોદીઠ રૂ. ૨૭ની તેજી આવ્યા બાદ આજે સ્ટોકિસ્ટોની નફારૂપી વેચવાલીનું દબાણ રહેતાં ભાવ કિલોદીઠ રૂ. સાતના ઘટાડા સાથે રૂ. ૨૯૩૧ના મથાળે રહ્યા હતા. આ સિવાય સાર્વત્રિક સ્તરેથી માગ નિરસ રહેતાં કોપર સ્ક્રેપ હેવીના ભાવ કિલોદીઠ રૂ. બે ઘટીને રૂ. ૮૧૩ અને કોપર કેબલ સ્ક્રેપ તથા કોપર યુટેન્સિલ્સ સ્ક્રેપના ભાવ કિલોદીઠ રૂ. એક ઘટીને અનુક્રમે રૂ. ૮૨૩ અને રૂ. ૭૫૨ના મથાળે રહ્યા હતા. વધુમાં આજે વપરાશકાર ઉદ્યોગ અને સ્થાનિક ડીલરોની માગને ટેકે ઝિન્ક સ્લેબના ભાવ કિલોદીઠ રૂ. ત્રણ વધીને રૂ. ૨૯૨, કોપર વાયરબારના ભાવ કિલોદીઠ રૂ. બે વધીને રૂ. ૮૮૬ અને એલ્યુમિનિયમ ઈન્ગોટ્સના ભાવ કિલોદીઠ રૂ. એક વધીને રૂ. ૨૫૧ના મથાળે રહ્યા હતા, જ્યારે આ સિવાયની તમામ ધાતુઓમાં ખપપૂરતા કામકાજો રહેતાં ભાવમાં ટકેલું વલણ રહ્યું હતું.

Show More

Related Articles

Back to top button
આ ભારતીય ક્રિકેટરો સંપૂર્ણ શાકાહારી છે એક દિવસમાં કેટલી રોટલી ખાવી જોઈએ, શું કહે છે નિષ્ણાતો? 48 કલાક બાદ સૂર્યગ્રહણ, આ રાશિના જાતકોનો શરૂ થશે ગોલ્ડન પીરિયડ વિશ્વયુદ્ધ થાય તો કયા દેશ હશે સુરક્ષિત