મનોરંજન

કટરીના સાથેની સલમાનની ફિલ્મનું ટ્રેલર આ દિવસે થશે લૉંચ

ટાઈગર 3 સલમાન ખાનની મોસ્ટ એવેટેડ ફિલ્મ છે. આજકાલ ફિલ્મની રીલિઝ જેટલી જ રાહ ફેન્સ ટ્રેલરની પણ જોતા હોય છે. ટ્રેલર લોકોને કેટલું ગમે છે તે તેપરથી ફિલ્મનું ભવિષ્ય પણ ભખાતું હોય છે. ટાઈગર 3 દિવાળીએ થિયેટર્સમાં રિલીઝ થશે. સલમાન ખાને તાજેતરમાં જ ટાઈગર 3 નું ટીઝર રિલીઝ કર્યુ હતુ અને હવે ટ્રેલરની રિલીઝ ડેટ પણ સામે આવી ગઈ છે. ટાઈગર 3 ના ટ્રેલરની જાણકારી યશરાજ ફિલ્મ્સે સોશિયલ મીડિયા પર આપી છે.

ટાઈગર 3 વાઈઆરએફ સ્પાય યુનિવર્સની ફિલ્મ છે. તેમણે સોશિયલ મીડિયા પર લખ્યુ- ટાઈગર 3 ટ્રેલર 16 ઓક્ટોબરે ગર્જના માટે તૈયાર છે. ટાઈગર 3 દિવાળીએ થિયેટર્સમાં રિલીઝ થઈ રહી છે. ફિલ્મ હિંદી, તમિલ અને તેલુગુમાં રિલીઝ થશે. આ ફિલ્મનું એક આકર્ષણ એ પણ છે કે વીકી સાથે લગ્ન બાદ કટરીના આ ફિલ્મમાં પૂર્વ બૉયફ્રેન્ડ સલમાન સાથે જોવા મળશે.

ટાઈગર 3 નું ટીઝર 27 સપ્ટેમ્બરે રિલીઝ કરવામાં આવ્યુ છે. જેમાં સલમાનનો દમદાર લુક બતાવવામાં આવ્યો છે. ટાઈગર 3 માં સલમાન ખાનની સાથે કેટરીના કૈફ, ઈમરાન હાશમી લીડ રોલમાં નજર આવશે. ઈમરાન ફિલ્મમાં નેગેટિવ પાત્રમાં નજર આવશે. ફિલ્મને મનીષ શર્માએ ડાયરેક્ટ કરી છે. સલમાનને ઘણી ઈદ ફળી છે હવે દિવાળી ફળશે કે નહીં તે જોવાનું રહ્યું.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button