મનોરંજન

ગોરા થવાની ક્રીમની જાહેરાત કરવાની ના પાડનાર આ અભિનેત્રી જોવા મળશે માતા સીતાના રોલમાં…

નિતીશ તિવારીની રામાયણની ગણતરી બોલિવૂડની એવી ફિલ્મોમાં થાય છે જેની ખૂબજ આતુરતાથી રાહ જોવાઇ રહી હોય. જો કે આ ફિલ્મમાં માતા સીતાના રોલમાં પહેલા આલિયા ભટ્ટ હોવાની ચર્ચા હતી. પરંતુ હવે આ રોલ સાંઇ પલ્લવી કરવાની છે. ત્યારે નીતીશ તિવારી 2024ના પહેલા ક્વાર્ટરમાં રણબીર કપૂર, સાંઈ પલ્લવી અને યશ સાથે શૂટિંગ શરૂ કરશે. નિતીશ તિવારી અને તેની ટીમ રામાયણની દુનિયા બનાવવા માટે સક્રિયપણે કામ કરી રહી છે જેમાં બ્લૂ પ્રિન્ટ તૈયાર થઈ ગઈ છે. VFX પ્લેટ્સ ઓસ્કાર-વિજેતા કંપની, DNEG દ્વારા બનાવવામાં આવી છે.

સાંઈ પલ્લવીની વાત કરીએ તો તે દક્ષિણ ભારતીય સિનેમાની દમદાર અભિનેત્રી છે. તેણીએ તેના ગંભીર અભિનય અને કોમિક ભૂમિકાઓ દ્વારા એક ખાસ ઓળખ બનાવી છે. સાંઈ પલ્લવી પોતાની સાદગી અને અભિનય કૌશલ્યથી ચાહકોનું દિલ જીતી લીધું છે. આ અભિનેત્રીએ એમબીબીએસ કર્યું છે. તે ડૉક્ટર બની શકી હોત પરંતુ તેણે અભિનયને પસંદ કર્યો.


ગ્લેમર વર્લ્ડમાં પોતાની સાદગી માટે જાણીતી બનેલી સાંઈ પલ્લવીએ ક્યારેય પોતાની સાદગી છોડી નથી. તે ફિલ્મોમાં ખૂબજ ઓછા મેક-અપ કરે છે અને સામાન્ય રીતે મેકઅપ વિના જોવા મળે છે. આટલું જ નહીં, તેણે ગોરા થવાની ક્રીમની જાહેરાતની ઓફર પણ મળી હતી. પરંતુ સાંઈ પલ્લવીએ 2 કરોડ રૂપિયાની તે ઓફર ફગાવી દીધી હતી. સાંઈ પલ્લવીનું કહેવું છે કે તે છોકરીઓને સંદેશ આપવા માંગે છે કે રંગ અને દેખાવને ક્યારેય બીજા કરતા ઊતરતો છે એવું ના વિચારો અને પોતાના મનમાં કોઇ લઘુતાગ્રંથિ ના રાખો ભગવાને તમને સુંદર જ બનાવ્યા છે.


રામાયણમાં રણબીર કપૂર સ્ક્રીન પર ભગવાન રામની ભૂમિકા ભજવશે. તો સીતાના રોલ માટે સાંઈ પલ્લવીની પસંદગી કરવામાં આવી છે. જોકે આ રોલ માટે આલિયા ભટ્ટને સૌથી પહેલા પસંદ કરવામાં આવી હતી. પરંતુ એવું કહેવામાં આવી રહ્યું છે કે તારીખોને કારણે તેણીએ આ પ્રોજેક્ટ કરવાની ના પાડી છે. KGF સેન્સેશન યશ નિતીશ તિવારીની રામાયણમાં રાવણના રોલમાં જોવા મળશે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button