ઇન્ટરનેશનલ

Pakistan માં હંગામો, ઈમરાનખાનના સમર્થકોએ સંસદ ઘેરી, સુરક્ષાદળોએ ફાયરિંગ કર્યું

ઇસ્લામાબાદ: પાકિસ્તાનની(Pakistan)રાજધાની ઇસ્લામાબાદમાં કાયદો અને વ્યવસ્થાની ગંભીર સ્થિતિ જોવા મળી રહી છે. જેમાં જેલમાં બંધ પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાનની પાર્ટી પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફ (PTI)ના સમર્થકોએ ઈસ્લામાબાદમાં ઈમરાનખાનને  જેલમાંથી મુક્ત કરવાની અને ન્યાયતંત્રની સ્વતંત્રતાની માંગ સાથે જોરદાર વિરોધ પ્રદર્શન કર્યું હતું.

આ પણ વાંચો: ઈરાન વર્સીસ પાકિસ્તાન, બંને માટે આબરૂનો સવાલ

 પ્રદર્શનકારીઓ પર ટીયર ગેસના શેલ છોડ્યા
જેના પગલે પોલીસે કડક સુરક્ષા વ્યવસ્થા વચ્ચે પ્રદર્શનકારીઓ પર ટીયર ગેસના શેલ છોડ્યા છે. તેમજ તમામ હાઈવે બ્લોક કરી દીધા, મોબાઈલ સેવાઓ સ્થગિત કરી અને કલમ 144 લાગુ કરી છે. જેમાં પીટીઆઈએ દાવો કર્યો છે કે ઈસ્લામાબાદના કેપી હાઉસમાં રેન્જર્સના જવાનો બળજબરીથી ઘૂસ્યા હતા અને કેપીના મુખ્યમંત્રી અલી અમીન ગંડાપુરની ધરપકડ કરી હતી. આ ધરપકડ ત્યારે થઈ જ્યારે  તે વિરોધ પ્રદર્શન માટે  રાજધાની પહોંચ્યા હતા.

ઈમરાન ખાને પોતાના સમર્થકોની પ્રશંસા કરી હતી
આ દરમિયાન  પીટીઆઈ નેતા ઈમરાન ખાને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પોસ્ટ કરતી વખતે તેમના સમર્થકોની પ્રશંસા કરી. તેણે કહ્યું કે મને મારા તમામ લોકો પર ગર્વ છે. વિશ્વાસ રાખવા બદલ આભાર. જ્યારે તમે ગઈકાલે બહાર આવ્યા ત્યારે તમે  હિંમત દર્શાવી હતી અને તમામ અવરોધોને પાર કરીને ડી ચોક તરફ આગળ વધવાનું ચાલુ રાખ્યું હતું.

 પ્રતિબદ્ધતા સાથે તમે અનેક અવરોધોને પાર કર્યા
ઈમરાન ખાને સમર્થકોને અપીલ કરતા કહ્યું કે હું દરેકને ડી ચોક તરફ આગળ વધતા રહેવા અને અલી અમીનના કાફલા સાથે જોડાવા અપીલ કરું છું. હું ખાસ કરીને કેપી, ઉત્તર પંજાબ અને ઈસ્લામાબાદના લોકોની પ્રશંસા કરવા માંગુ છું. તમારા નિશ્ચય અને પ્રતિબદ્ધતા સાથે તમે અનેક અવરોધોને પાર કર્યા છે.

 કાયદાના શાસનની અંદર મુક્ત નાગરિક તરીકે જીવી શકીએ
તેમણે કહ્યું કે હું પંજાબના લોકોને લાહોરના મિનાર-એ-પાકિસ્તાન તરફ જવા માટે પણ કહી રહ્યો છું. જો તેઓ ત્યાં ન પહોંચી શકે તો તેમણે તેમના શહેરોમાં વિરોધ પ્રદર્શનમાં સામેલ થવું જોઈએ. આ સ્વતંત્રતા માટેની વાસ્તવિક લડાઈ છે જેથી આપણે આપણા દેશમાં બંધારણ અને કાયદાના શાસનની અંદર મુક્ત નાગરિક તરીકે જીવી શકીએ, જેમ કે આપણા સ્થાપક કાયદે આઝમ મોહમ્મદ અલી ઝીણાએ કર્યું હતું.

ઈસ્લામાબાદ બાદ લાહોરમાં પણ સેના તૈનાત કરવામાં આવશે
પીટીઆઈએ વિરોધની યોજના બનાવી છે. આવી સ્થિતિમાં ઈસ્લામાબાદ બાદ લાહોરમાં સેના તૈનાત કરવામાં આવશે. પીટીઆઈ સમર્થકો અને પોલીસ વચ્ચેની હિંસક અથડામણના એક દિવસ બાદ શનિવારે ઈસ્લામાબાદમાં પરિસ્થિતિ તંગ રહી હતી. જ્યારે પાર્ટીએ નાકાબંધી અને કડક સુરક્ષા વચ્ચે લાહોરમાં તેનો વિરોધ ચાલુ રાખવાનો નિર્ણય કર્યો હતો. રાજધાની અને નજીકના રાવલપિંડીમાં સતત બીજા દિવસે જનજીવન અસ્તવ્યસ્ત રહ્યું હતું.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button