આમચી મુંબઈનેશનલમહારાષ્ટ્ર

કોંગ્રેસ શહેરી નક્સલીઓની ટોળકી દ્વારા ચલાવવામાં આવે છે: વડા પ્રધાન મોદી

મોદીએ કોંગ્રેસ પર ગરીબોને લૂંટવાનો અને પોતાની સ્વાર્થી રાજનીતિ માટે તેમની હાલત પછાત રાખવાનો આરોપ પણ લગાવ્યો. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ મહારાષ્ટ્રના વાશિમ જિલ્લામાં બંજારા વિરાસત મ્યુઝિયમનું ઉદ્ઘાટન કર્યું
વાશિમ: વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે એવો ગંભીર આક્ષેપ કર્યો હતો કે કોંગ્રેસ પાર્ટી શહેરી નક્સલીઓની ટોળકી દ્વારા ચલાવવામાં આવે છે અને મહારાષ્ટ્રના નાગરિકોને તે પક્ષના ખતરનાક એજન્ડાને હરાવવા માટે એક થવાની હાકલ કરી હતી.

તેમણે કોંગ્રેસ પર ગરીબોને લૂંટવાનો અને પોતાની સ્વાર્થી રાજનીતિ માટે તેમની હાલત ક્યારેય ન સુધારવાનો આરોપ પણ લગાવ્યો. તેઓ (કોંગ્રેસ) વિચારે છે કે જો આપણે બધા એક થઈશું, તો દેશને વિભાજીત કરવાનો તેમનો એજન્ડા નિષ્ફળ જશે, એમ મોદીએ મહારાષ્ટ્રના વાશિમ જિલ્લામાં વિવિધ પ્રોજેક્ટ્સ લોન્ચ કર્યા પછી એક રેલીને સંબોધતા કહ્યું હતું.
કોંગ્રેસ ફક્ત તેના સ્વાર્થી રાજકારણ માટે ગરીબોને કેવી રીતે લૂંટવા અને ગરીબ રાખવા તે જાણે છે. તે ફક્ત લોકોને કેવી રીતે વિભાજિત કરવા તે જાણે છે. આપણે સાવચેત રહેવું જોઈએ અને એક થવું જોઈએ. કોંગ્રેસ શહેરી નક્સલીઓની ટોળી દ્વારા ચલાવવામાં આવે છે, એવો આરોપ તેમણે લગાવ્યો હતો.

દરેક વ્યક્તિ જોઈ શકે છે કે કોંગ્રેસ એવા લોકોની સાથે કેટલી નજીકથી ઉભી છે જેઓ ભારત માટે સારા ઇરાદા ધરાવતા નથી, એમ મોદીએ કહ્યું હતું. દિલ્હીમાં તાજેતરમાં હજારો કરોડ રૂપિયાના ડ્રગ્સ જપ્ત કરવામાં આવ્યા હતા. કોંગ્રેસના એક નેતા તેમાં સંડોવાયેલા હોવાની શંકા છે. કોંગ્રેસ યુવાનોને ડ્રગ્સ તરફ ધકેલીને મળેલા પૈસામાંથી ચૂંટણી લડવા માંગે છે, એમ તેમણે કહ્યું હતું.

મોદીએ આરોપ લગાવ્યો કે કોંગ્રેસની વિચારસરણી શરૂઆતથી જ વિદેશી રહી છે.
“બ્રિટિશ શાસનની જેમ, આ કોંગ્રેસ પરિવાર પણ દલિતો, પછાત અને આદિવાસીઓને પોતાના સમકક્ષ ગણતો નથી. તેઓને લાગે છે કે ભારતમાં ફક્ત એક જ પરિવાર દ્વારા શાસન કરવું જોઈએ. તેથી જ તેઓએ હંમેશા બંજારા સમુદાય પ્રત્યે અપમાનજનક વલણ જાળવી રાખ્યું છે, એમ તેમણે કહ્યું હતું.
બંજારા સમુદાયના સંતોએ સંસ્કૃતિ અને આધ્યાત્મિકતાની પ્રેરણા આપી. અંગ્રેજોએ આ સમુદાયને હેરાન કર્યો, પરંતુ જ્યારે તેઓ ગયા, ત્યારે કોંગ્રેસની અનુગામી સરકારોએ આ વલણ ચાલુ રાખ્યું અને સમુદાયને મુખ્ય પ્રવાહમાં આવતા અટકાવ્યો હતો એવો આરોપ વડા પ્રધાને લગાવ્યો હતો.

આ પણ વાંચો : હરિયાણામાં મતદાન દરમિયાન ઝપાઝપી: પૂર્વ ધારાસભ્યએ જ અન્ય ઉમેદવારનો કુર્તો ફાડી નાખ્યો

તેમણે કોંગ્રેસ પર ખેડૂતોનું જીવન દયનીય બનાવવા માટે કોઈ કસર છોડવાનો પણ આરોપ લગાવ્યો હતો. મોદીએ ખેડૂતોને ખેડૂતોની લોન માફીના ખોટા આશ્ર્વાસનના કોંગ્રેસના પ્રચારથી સાવધાન રહેવા જણાવ્યું હતું.
જ્યારે મહા વિકાસ અઘાડી (એમવીએની) સરકાર સત્તામાં હતી, ત્યારે તેણે દેવેન્દ્ર ફડણવીસના મુખ્ય પ્રધાનપદ દરમિયાન શરૂ કરાયેલા પોહરાદેવી તીર્થસ્થાન કેન્દ્રના અપગ્રેડેશનના કામમાં સ્પીડ બ્રેકર લગાવ્યું હતું, પરંતુ તે હવે રૂ. 700 કરોડના ખર્ચે પૂર્ણ થયું છે, એમ તેમણે જણાવ્યું હતું.

જ્યાં સુધી એમવીએ મહારાષ્ટ્રમાં સત્તામાં હતું ત્યાં સુધી તેણે માત્ર બે એજન્ડા સાથે કામ કર્યું – ખેડૂતોને લગતા પ્રોજેક્ટ્સને રોકવા અને આ પ્રોજેક્ટ્સના પૈસામાં ભ્રષ્ટાચાર આચરવો.
કૃષિ અને પશુપાલન ક્ષેત્રોને લગતી રૂ. 23,3000 કરોડની વિવિધ પહેલો શરૂ કરનાર વડા પ્રધાને પોહરાદેવીમાં બંજારા વિરાસત મ્યુઝિયમ પૂર્ણ થવા પર ખુશી વ્યક્ત કરી હતી.

આ મ્યુઝિયમ ભવિષ્યની પેઢીઓને બંજારા સમુદાયની પ્રાચીન સંસ્કૃતિ અને વિશાળ વારસાનો પરિચય કરાવશે, એમ તેમણે જણાવ્યું હતું. મોદીએ રાજા લાખી શાહ બંજારા અને સંત સેવાલાલ મહારાજ સહિત બંજારા સમુદાયની અનેક આદરણીય વ્યક્તિઓને શ્રદ્ધાંજલિ આપી હતી.

થાણે રિંગ મેટ્રો પ્રોજેક્ટનો વડા પ્રધાનને હસ્તે શિલાન્યાસ
વડા પ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે શનિવારે 32,800 કરોડ રૂપિયાના વિવિધ પ્રોજેક્ટનો શિલાન્યાસ/ભૂમિપુજન કરવામાં આવ્યું હતું. જેમાં થાણે ઈન્ટીગ્રલ રિંગ મેટ્રો રેલ પ્રોજેક્ટ અને ઈલિવેટેડ ઈસ્ટર્ન ફ્રી-વે એક્સ્ટેન્શનનો સમાવેશ થાય છે. આ ઉપરાંત તેમણે નવી મુંબઈ એરપોર્ટ ઈન્ફ્લ્યુઅન્સ નોટિફાઈડ એરિયા (નૈના) પ્રોજેક્ટનો શિલાન્યાસ કર્યો 7હતો. વડા પ્રધાને બીકેસીથી આરે-જેવીએલઆર સેક્શનની મુંબઈ મેટ્રો-3નું ઉદ્ઘાટન કર્યું હતું. આ સેક્શનમાં કુલ 10 સ્ટેશન છે અને તેમાંથી નવ અંડરગ્રાઉન્ડ છે.

વાશિમમાં 23,300 કરોડ રૂપિયાના પ્રોજેક્ટ શરૂ કર્યા

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે 23,300 કરોડ રૂપિયાના કૃષિ અને પશુપાલન ક્ષેત્રના પ્રોજેક્ટ વાશિમમાં શરૂ કર્યા હતા. એક દિવસની મહારાષ્ટ્રની મુલાકાતે આવેલા વડા પ્રધાને વાશિમમાં જગદંબા માતા મંદિરમાં પોહરાદેવીમાં દર્શન કર્યા હતા અને પછી બંજારા વિરાસત મ્યુઝિયમનું ઉદ્ઘાટન કર્યું હતું. તેમણે પીએમ-કિસાન સન્માન નિધિના 18મા હપ્તા તરીકે રૂ. 20,000 કરોડ રૂપિયા 9.4 કરોડ ખેડૂતોના ખાતામાં નાખ્યા હતા. વડા પ્રધાને નમો શેતકરી મહાસન્માન યોજનાના 2,000 કરોડ રૂપિયાનો પાંચમો હપ્તો પણ વિતરિત કર્યો હતો. તેમણે કૃષિ અને માળખાકિય સુવિધાના 7,500 કરોડ રૂપિયાના પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કર્યું હતું.

Show More

Related Articles

Back to top button
આ ભારતીય ક્રિકેટરો સંપૂર્ણ શાકાહારી છે એક દિવસમાં કેટલી રોટલી ખાવી જોઈએ, શું કહે છે નિષ્ણાતો? 48 કલાક બાદ સૂર્યગ્રહણ, આ રાશિના જાતકોનો શરૂ થશે ગોલ્ડન પીરિયડ વિશ્વયુદ્ધ થાય તો કયા દેશ હશે સુરક્ષિત