નેશનલ

હરિયાણા બમ્પર વોટિંગ તરફ : 3 વાગ્યા સુધીમાં 49 ટકાથી વધુ મતદાન. શું આ લહેર પરીવર્તનની કે હેટ્રીકની ?

હરિયાણામાં લગભગ એક મહિનાના લાંબા વિધાનસભા ચૂંટણી પ્રચાર પછી રાજ્યના મતદારો આજે પોતાનો જનાદેશ આપી રહ્યા છે. રાજ્યના 2 કરોડ 3 લાખ મતદારો 1031 ઉમેદવારોમાંથી 90 ધારાસભ્યોને ચૂંટશે. સવારે 7 વાગ્યાથી મતદાન શરૂ થઈ ગયું છે. જે લોકો સાંજે 6 વાગ્યા સુધી લાઈનમાં ઉભા રહેશે તેઓ મતદાન કરી શકશે.હરિયાણા વિધાનસભા ચૂંટણીના ઉમેદવારોમાં 930 પુરૂષો અને 101 મહિલાઓ છે. 462 ઉમેદવારો અપક્ષ છે. 2019ની વિધાનસભા ચૂંટણીમાં 67.74 ટકા મતદાન થયું હતું. આ વખતે ચૂંટણી પંચે 75 ટકા મતદાનનો લક્ષ્યાંક રાખ્યો છે.

જાણો 2019ના એક્ઝિટ પોલમાં કઈ પાર્ટીને કેટલી સીટો મળી

2019ની વિધાનસભા ચૂંટણીમાં માત્ર એક કે બે એજન્સીઓ જ સચોટ આંકડા સુધી પહોંચી શકી હતી. પાંચ વર્ષ પહેલા ભાજપે 75 બેઠકો પાર કરવાનું સૂત્ર આપ્યું હતું, પરંતુ તેને 40 બેઠકોથી સંતોષ માનવો પડ્યો હતો.
ટાઈમ્સ નાઉએ ભાજપને 77, કોંગ્રેસને 11 અને અન્યને 8 બેઠકો આપી હતી.

ઇન્ડિયા ટુડે – એક્સિસે તેના એક્ઝિટ પોલમાં ભાજપને 32-44 બેઠકો, કોંગ્રેસને 30-42 બેઠકો અને અન્યને 6-10 બેઠકો આપી હતી.
એબીપી ન્યૂઝ – સી વોટરે પણ ભાજપને માત્ર 72 અને કોંગ્રેસને 8 બેઠકો આપી. અન્યને 10 બેઠકો આપવામાં આવી હતી.
TV9 – ભારતવર્ષે દાવો કર્યો હતો કે ભાજપે 47 બેઠકો, કોંગ્રેસને 23 અને અન્યને 20 બેઠકો મળી છે.
રિપબ્લિક મીડિયાના એક્ઝિટ પોલમાં – જન કી બાત, ભાજપને 52-63 બેઠકો, કોંગ્રેસને 15-19 અને અન્યને 12-18 બેઠકો મળવાની ધારણા હતી.

હરિયાણા વિધાનસભામાં મતદાન લગભગ 2 કલાક પછી સમાપ્ત થશે. આ પછી, એક્ઝિટ પોલ લગભગ 6 વાગ્યે આવશે.

હરિયાણામાં બપોરે 3 વાગ્યા સુધી 49.13% મતદાન નોંધાયું છે. મેવાતમાં સૌથી વધુ 56.59 ટકા મતદાન નોંધાયું છે.

અંબાલા: 49.39%
ભિવાની: 50.31%
ચરખી દાદરી: 47.08%
ફરીદાબાદ: 41.74%
ફતેહાબાદ: 52.46%
ગુરુગ્રામ: 38.61%
હિસાર: 51.25%
ઝજ્જર: 49.68%
જીંદ: 53.94%
કૈથલ: 50.58%
કરનાલ: 49.17%
કુરુક્ષેત્ર: 52.13%
મહેન્દ્રગઢ: 52.67%
મેવાત: 56.59%
પલવલ: 56.02%
પંચકુલા: 42.60%
પાણીપત: 49.40%
રેવાડી: 50.22%
રોહતક: 50.62%
સિરસા: 48.78%
સોનીપત: 45.86%
યમુનાનગર: 56.79%

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button