આમચી મુંબઈમહારાષ્ટ્ર

Maharashtra સહિત પાંચ રાજ્યમાં NIA ના દરોડા , આતંકી સંગઠન જૈશ-એ-મોહમ્મદ કેસમાં એકશન

નવી દિલ્હી: રાષ્ટ્રીય તપાસ એજન્સી(NIA)એ આતંકવાદી સંગઠન જૈશ-એ-મોહમ્મદની ગતિવિધિઓ સંબંધિત કેસમાં જમ્મુ-કાશ્મીર, મહારાષ્ટ્ર, યુપી, આસામ અને દિલ્હીમાં દરોડા પાડી રહી છે. કુલ 22 જગ્યાએ આ દરોડા પાડવામાં આવી રહ્યા છે. મળતી માહિતી મુજબ NIA મહારાષ્ટ્રના(Maharashtra)માલેગાંવ શહેરમાં પણ દરોડા પાડી રહી છે. શહેરના મશરીકી ઇકબાલ રોડ પર અબ્દુલ્લા નગરમાં આવેલા એક ડોક્ટરના હોમિયોપેથી ક્લિનિક પર મોડી રાતથી દરોડા ચાલુ છે.

Read This Also : NCP-અજિત પવાર જૂથના નેતા સચિન કુર્મીની કરપીણ હત્યા, હત્યારો ફરાર

NIAના 22 સ્થળો પર દરોડા

આ દરોડા અંગે અધિકારીઓએ જણાવ્યું હતું કે, રાષ્ટ્રીય તપાસ એજન્સીએ શનિવારે પાકિસ્તાન સ્થિત જૈશ-એ-મોહમ્મદ આતંકવાદી સંગઠનના તપાસના ભાગરૂપે વિવિધ રાજ્યોમાં 22 સ્થળોએ સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે. તેમણે કહ્યું કે જમ્મુ-કાશ્મીર, મહારાષ્ટ્ર, ઉત્તર પ્રદેશ, આસામ અને દિલ્હીમાં સર્ચ ચાલુ છે.

મંગળવારે પશ્ચિમ બંગાળમાં દરોડા પાડવામાં આવ્યા હતા.

આ અગાઉ તાજેતરમાં જ NIAએ પશ્ચિમ બંગાળના વિવિધ જિલ્લાઓમાં ઘણી જગ્યાએ દરોડા પાડ્યા હતા. NIAની ટીમે રાજ્યના દક્ષિણ 24 પરગણા, આસનસોલ, હાવડા, નાદિયા અને કોલકાતા જિલ્લામાં 11 સ્થળોએ શંકાસ્પદ લોકોના રહેઠાણોની વ્યાપક તપાસ હાથ ધરી હતી. એનઆઈએએ જણાવ્યું હતું કે શંકાસ્પદ લોકો સીપીઆઈ (માઓવાદી)ના સક્રિય કાર્યકર્તા હતા અને નક્સલવાદી પ્રવૃત્તિઓને અંજામ આપવામાં સંગઠનના કમાન્ડરોને મદદ કરી હોવાનું માનવામાં આવે છે.

Read This Also : નરેન્દ્ર મોદીનું મંદિર બનાવનાર કાર્યકર્તાએ જ છોડી ભાજપ: ઠાલવી વેદના….

NIAએ કહ્યું કે સર્ચ દરમિયાન ઘણા દસ્તાવેજો, ઈલેક્ટ્રોનિક ઉપકરણો, પેમ્ફલેટ, મેગેઝીન અને હસ્તલિખિત પત્રો જપ્ત કરવામાં આવ્યા છે. NIAએ કહ્યું કે આ મામલો પોલિટબ્યુરો, સેન્ટ્રલ કમિટીના સભ્યો, કામદારો અને પ્રતિબંધિત સંગઠનના સમર્થકોના કાવતરાથી સંબંધિત છે.

Show More

Related Articles

Back to top button
આ ભારતીય ક્રિકેટરો સંપૂર્ણ શાકાહારી છે એક દિવસમાં કેટલી રોટલી ખાવી જોઈએ, શું કહે છે નિષ્ણાતો? 48 કલાક બાદ સૂર્યગ્રહણ, આ રાશિના જાતકોનો શરૂ થશે ગોલ્ડન પીરિયડ વિશ્વયુદ્ધ થાય તો કયા દેશ હશે સુરક્ષિત