નેશનલસ્પેશિયલ ફિચર્સ

Parle-G Buscuitના પેકેટ પર જોવા મળતી આ છોકરી કોણ? Sudha Murthy કે પછી…

આપણામાંથી મોટાભાગના લોકોએ પોતાના જીવનમાં અલગ અલગ પ્રકારના બિસ્કિસ્ટ્સ ખાધા હશે પરંતુ આ બધા બિસ્કિટમાંથી પાર્લે-જી (Parle-G Buscuits) સાથેની આપણી યાદગિની સાવ અલગ જ હશે. હેં ને? આ બિસ્કિટના પેકેટ પર જોવા મળતી સરસમજાની ઢીંગલી જેવી ઢબુડી કોણ છે એવો સવાલ પણ તમને થયો હશે ને? ચાલો આજે તમને એ વિશે જણાવીએ…

આ બિસ્કિટ નાનાથી મોટા લઈને તમામ લોકોને પસંદ છે અને બિસ્કિટ વિશે જેટલો પ્રેમ લોકોમાં જોવા મળે છે, એનાથી વધારે પ્રેમ તો પેકેટ પર છપાયેલી બાળકી પર વરસાવે છે. આ જ કારણ છે કે આ નાનકડી ઢબૂડી કોણ છે એને લઈને જાત-જાતની અટકળો લગાવી રહ્યા છે.

કેટલાક લોકોએ આ ગર્લને મિસ્ટ્રી ગર્લનું નામ આપ્યું છે તો વળી કેટલાક લોકોએ આ દાવો પણ કર્યો છે કે પેકેટ પર જોવા મળતી આ બાળકી બીજું કોઈ નહીં પણસ સુધી મૂર્તિ (Sudha Murthy)નો બાળપણનો ફોટો છે. આ સિવાય કેટલાક લોકોએ આ પાર્લે-જી ગર્લ સાથે નીરુ દેશપાંડે અને ગુંજન ગુંડાનિયાનું નામ પણ જોડી દીધું હતું.

હવે આ બાબતે ચોંકાવનારો ખુલાસો થયો છે અને આખરે આ છોકરી કોણ છે એનું સાચું નામ સામે આવ્યું છે. પાર્લે-જીના ગ્રુપ પ્રોડક્ટ મેનેજર મયંક શાહે આ બાબતે ખુલાસો કર્યો છે. મયંક શાહે આ વિશે વાત કરતાં જણાવ્યું હતું કે પેકેટ જે બાળકીનો ફોટો છપાયો છે એ હકીકતમાં છે જ નહીં. તેમણે આગળ એવું પણ જણાવ્યું હતું કે આ બાળકીને 60ના દાયકામાં એવરેસ્ટ ક્રિયેટિવના એક કલાક મગનલાલ દહિયાએ એને ઈલેસ્ટ્રેટ કર્યો હતો અને બસ ત્યારથી જ પાર્લે-જી બિસ્કિટનો ચહેરો બની ગઈ છે આ આ ક્યુટ બબલી ગર્લ.

તમે પણ ચોંકી ગયા ને આ ખુલાસો સાંભળીને? હવે તમને પણ જ્યારે કોઈ પુછે ત્યારે એની સાથે પણ આ માહિતી શેર કરીને તેમના જ્ઞાનમાં પણ અભિવૃદ્ધિ કરજો હં ને…

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button