પોતાનાથી અડધી ઉંમરની અભિનેત્રી સાથે રોમાન્સ કરશે રણવીર સિંહ
રોહિત શેટ્ટીની ફિલ્મ ‘સિંઘમ અગેન’ ટૂંક સમયમાં સિનેમાઘરોમાં રિલીઝ થવા જઈ રહી છે. આ ફિલ્મમાં રણવીર સિંહ પણ જોવા મળશે. રણવીર સિંહની આગામી ફિલ્મોમાં આદિત્ય ધરની એક ફિલ્મ પણ સામેલ છે. આ સ્પાય એક્શન થ્રિલર ફિલ્મમાં તેની સાથે સંજય દત્ત, આર. માધવન અને અર્જુન રામપાલ જેવા અન્ય કલાકારો પણ હશે. સૂત્રોના જણાવ્યા અનુસાર, આદિત્યએ આ મહત્વાકાંક્ષી પ્રોજેક્ટમાં રણવીરની સામે રોમેન્ટિક લીડ રોલ કરવા માટે સારા અર્જુનને પસંદ કરી છે.
| Also Read: દિપીકા પાદુકોણ બનશે ‘લેડી સિંઘમ’, રોહિત શેટ્ટીએ કરી જાહેરાત
બોલિવૂડના ચાહકો આ ફિલ્મની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા. જોકે, આ ફિલ્મનું નામ હજુ સુધી જાહેર કરવામાં આવ્યું નથી. પણ હવે ફિલ્મને લઈને નવા અપડેટ આવ્યા પછી, ચાહકો નિર્માતાઓથી નારાજ છે. આ ફિલ્મમાં રણવીર સિંહ આ 19 વર્ષની અભિનેત્રી સાથે રોમાન્સ કરતો જોવા મળશે. સોશિયલ મીડિયા યુઝર્સે આ મામલે નારાજગી વ્યક્ત કરી છે.
બાળ કલાકાર તરીકે સારા અર્જુને સલમાન ખાનની ‘જય હો’ અને તાપસી પન્નુની ‘સાંડ કી આંખ’ જેવી ફિલ્મોમાં કામ કર્યું છે. તેણે મણિરત્નમની ‘પોન્નિયન સેલવાન’માં ઐશ્વર્યા રાય બચ્ચનનું યુવા પાત્ર ભજવ્યું હતું. તેની અને રણવીર વચ્ચે ઉંમરનો તફાવત સ્પષ્ટ છે. સારા માત્ર 20 વર્ષની છે, જ્યારે રણવીર આવતા વર્ષે 40 વર્ષનો થઈ જશે. આ બાબત ચાહકોને યોગ્ય નથી લાગતી. 40 વર્ષના રણવીરનો 20 વર્ષની સારા સાથે ઓનસ્ક્રીન રોમાન્સ તેમને યોગ્ય નથી લાગતો.
| Also Read: Akshay Kumarની આ ફિલ્મમાં એક-બે નહીં પાંચ-પાંચ એક્ટ્રેસ લગાવશે ગ્લેમરનો તડકો…
તેઓ તેમની નારાજગી વ્યક્ત કરી રહ્યા છે. એક યુઝરે લખ્યું હતું કે, જ્યારે રણવીરની પહેલી ફિલ્મ બેન્ડ બાજા બારાત રિલીઝ થઇ ત્યારે સારા પાંચ વર્ષની હતી. અન્ય એક નેટિઝને લખ્યું હતું કે, છી… 39 વર્ષનો હીરો ટીનએજર સાથે રોમાન્સ કરશે. જોકે, કેટલાકે વળી રણવીરનો પક્ષ લેતા લખ્યું હતું કે એમાં રણવીર શું કરે.
આ એની ભૂલ નથી. કેટલાક યુઝર્સે લખ્યું હતું કે જ્યારે દિપીકા અને અનુષ્કાએ ડેબ્યુ કર્યું ત્યારે તેમની અને શાહરૂખ વચ્ચે પણ 20 વર્ષનું અંતર હતું. આ ટિપ્પણીનો જવાબ આપતા એક યુઝરે લખ્યું હતું કે એ પણ ખરાબ હતું અને આ પણ ખરાબ છે.