મનોરંજન

તો શું ઐશ્વર્યા-સલમાન વચ્ચેના અબોલા ખતમ થઇ ગયા! આરાધ્યા અને સલમાનની તસવીરોથી સવાલ ઉઠ્યા

બોલિવૂડની જાણીતી અભિનેત્રી ઐશ્વર્યા રાયની પુત્રી આરાધ્યાની સલમાન ખાન સાથેની તસવીરો તાજેતરમાં ઇન્ટરનેટ પર વાયરલ થઈ રહી છે, જેને કારણે અનેક અટકળો વહેતી થઇ છે અને લોકો સવાલ કરી રહ્યા છે કે શું ઐશ્વર્યા અને સલમાન ખાનના કિટ્ટામાંથી બુચ્ચા થઇ ગયા.

| Also Read: લોકોને ડરાવ્યા બાદ હવે બિગ બોસમાં બોલ્ડનેસનો જાદુ ચલાવશે આ એક્ટ્રેસ?

તાજેતરમાં ફિલ્મ સિકંદરના સેટ પરથી ઐશ્વર્યાની પુત્રી આરાધ્યાનો સલમાન ખાન સાથેની મુલાકાતનો એક વીડિયો વાયરલ થયો છે. વીડિયોમાં જોઈ શકાય છે કે આરાધ્યા સલમાનની ખૂબ જ નજીક ઉભી છે અને તેમની વચ્ચેનું બોન્ડિંગ ઘણું સારું છે. આરાધ્યા સલમાન ખાનને ગળે પણ મળી રહી છે. ઐશ્વર્યા રાય અને અભિષેક બચ્ચનના છૂટાછેડાની અફવાઓ વચ્ચે આ વીડિયોએ લોકોમાં ખાસ્સું આકર્ષણ જમાવ્યું હતું. થોડી જ વારમાં, ક્લિપ સમગ્ર સોશિયલ મીડિયા પર જંગલની આગની જેમ ફેલાઈ ગઈ, ચાહકોએ અનુમાન લગાવ્યું હતું કે ઐશ્વર્યા અને સલમાન વચ્ચે ફરીથી કંઈક રંધાઇ રહ્યું છે.

જો કે, સત્ય એ છે કે આ વીડિયો ડોક્ટર્ડ છે. સિકંદરના સેટ પર સલમાનને જે છોકરી મળી હતી તે આરાધ્યા નહીં પરંતુ ભારતીય બોક્સર નિખત ઝરીન હતી. વીડિયોમાં આરાધ્યાનો ચહેરો મોર્ફ કરવામાં આવ્યો હતો. આ વાયરલ તસવીરોમાં ઝરીનના ચહેરા પર આરાધ્યાનો ચહેરો સુપર ઈમ્પોઝ કરવામાં આવ્યો છે.

આમ પણ લાંબા સમયથી, ઐશ્વર્યા અને અભિષેકના છૂટાછેડા વિશેની અફવાઓ ઉડી રહી છે. લોકોને લાગે છે કે આ કપલ અલગ થઈ ગયું છે પરંતુ તેને જાહેર કર્યું નથી. મુકેશ અંબાણીના પુત્ર અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના લગ્નમાં પણ ઐશ્વર્યા રાયે બચ્ચન પરિવાર સાથે હાજરી નહોતી આપી. ઐશ્વર્યા અને આરાધ્યા લગ્નમાં અલગથી પહોંચ્યા હતા.

| Also Read: Viral Video: કેમેરા સામે જ Kajol ગુસ્સે થઈ Jaya Bachchan પર અને પછી જે થયું એ…

એ તો જગજાહેર વાત છે કે ઐશ્વર્યા અને તેની સાસુ, જયા બચ્ચન વચ્ચે સૌહાદપૂર્ણ સંબંધ નથી. જોકે, તાજેતરમાં અભિષેકે સ્પષ્ટતા કરી હતી કે તેઓ હજી પરિણીત છે. ઐશ્વર્યા પણ તાજેતરમાં પેરિસ ફેશન વીક માટે નીકળતી વખતે તેની વેડિંગ રિંગ ફ્લોન્ટ કરતી જોવા મળી હતી. તેમ છતાં પણ છૂટાછેડાની અફવાઓ અટકી રહી નથી.

નોંધનીય છે કે ઐશ્વર્યા રાય બચ્ચન અને સલમાન ખાનની ફિલ્મ ‘હમ દિલ દે ચૂકે સનમ’ ફિલ્મના સેટ પર પ્રેમમાં પડ્યા હતા. બંને ડેટિંગ કરતા હતા. બાદમાં બંને છૂટા પડી ગયા. ઐશ્વર્યા રાય અને સલમાન ખાનનું બ્રેકઅપ ખૂબ જ ભયાનક હતું.
વ્યવસાયિક મોરચે અભિષેક બચ્ચન હવે સુજોય ઘોષની ફિલ્મ ‘કિંગ’માં શાહરૂખ ખાન અને તેની પુત્રી સુહાના ખાન સાથે જોવા મળશે. સલમાન ખાનના વર્ક ફ્રન્ટની વાત કરીએ તો તેઓ ફિલ્મ ‘સિકંદર’માં રશ્મિકા મંદન્ના સાથે જોવા મળશે. આ ફિલ્મ 2025માં રિલીઝ થશે.

Show More

Related Articles

Back to top button
આ ભારતીય ક્રિકેટરો સંપૂર્ણ શાકાહારી છે એક દિવસમાં કેટલી રોટલી ખાવી જોઈએ, શું કહે છે નિષ્ણાતો? 48 કલાક બાદ સૂર્યગ્રહણ, આ રાશિના જાતકોનો શરૂ થશે ગોલ્ડન પીરિયડ વિશ્વયુદ્ધ થાય તો કયા દેશ હશે સુરક્ષિત