સ્પેશિયલ ફિચર્સ

પિતૃપક્ષમાં કાગડા, શ્ર્વાન અને ગાયને જ કેમ ભોજન કરાવવામાં આવે છે?

ભાદરવા મહિનાની પૂનમથી આપણે ત્યાં પિતૃપક્ષ એટલે કે શ્રાદ્ધની શરૂઆત થાય છે. પિતૃપક્ષમાં તર્પણ, શ્રાદ્ધ અને પિંડ દાનનું એક આગવું મહત્વ છે. આ સાથે પિતૃપક્ષના 15 દિવસોમાં કાગડા, ગાય અને કૂતરાને પણ આપણે ભોજન આપીએ છીએ. ત્યારે કોઇપણને એ પ્રશ્ર્ન થાય કે પિતૃપક્ષ દરમિયાન ગાય, કૂતરા અને કાગડાને ભોજન કેમ આપીએ છીએ અને તેની પાછળનું ધાર્મિક મહત્વ શું છે.

આપણા શાસ્ત્રોમાં કાગડાને યમનું પ્રતીક અને તેને પૂર્વજોના સ્વરૂપ તરીકે ઉલ્લેખ કરવામાં આવ્યો છે. તેથી શ્રાદ્ધનો એક ભાગ તેમને ભોજનના રૂપમાં પણ અર્પણ કરવામાં આવે છે. જેથી આપણા પૂર્વજોને જ્યારે અહીંથી યમ લઇ જાય છે. ત્યારે તેમને અગવડ ના પડે, અને જો કાગડો ખાવાથી દૂર રહે છે તો તેનો અર્થ એ છે કે પૂર્વજો આપણાથી નારાજ છે. જો કે આ એક માન્યતા છે.

કાગડા સિવાય એવી માન્યતા છે કે ગાયને ખવડાવવાથી આપણા પૂર્વજો સંતુષ્ટ થાય છે અને ધાર્મિક માન્યતાઓ અનુસાર ગાય દેવી-દેવતાઓનું પ્રતિક છે. કહેવાય છે કે ગાયમાં તમામ દેવી-દેવતાઓનો વાસ હોય છે.આ જ કારણ છે કે પિતૃ પક્ષ દરમિયાન ગાયને પણ ખવડાવવામાં આવે છે.

આ ઉપરાંત કૂતરાને પણ યમનું પ્રતિક અને કાલ ભૈરવનું વાહન માનવામાં આવે છે તેથી શ્રાદ્ધ કરવાથી આપણને યજ્ઞ કર્યા જેટલું પુણ્ય મળે છે. તેમજ પૂર્વજોના આશીર્વાદ મેળવવા માટે કૂતરાને ભોજન પણ આપવામાં આવે છે. કૂતરાને ભોજન કરાવાની પ્રક્રિયાને કુકરબલી પણ કહેવાય છે. કથાઓ અનુસાર યમરાજના માર્ગ પર ચાલનારા બે કૂતરાઓ છે, જેમના નામ શ્યામ અને સબલ છે. પિતૃ પક્ષ દરમિયાન આ બંને કૂતરાઓનું સ્મરણ કરવું જોઈએ અને તેમને ભોજન આપવું જોઈએ. આ કૂતરાઓને આપણે ધર્મરાજ યુધિષ્ઠિર સાથે સ્વર્ગ જાય છે તે વાત પણ આપણે મહાકાવ્ય મહાભારતમાં વાંચી છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button