નેશનલ

દેશની રાજધાનીએ આ મામલે સૌથી આગળનો ક્રમ જાળવી રાખ્યો

કોઈપણ દેશની રાજધાની સુંદર અને સુવિધાયુક્ત હોય તેની સાથે સ્વચ્છ અને શુદ્ધ હોય તે પણ જરૂરી છે. જોકે ભારતની રાજધાની દિલ્હી શુદ્ધતામાં પાછળ છે. દિલ્હી પ્રદુષિત છે તે વાત નવી નથી, પરંતુ દેશમાં પ્રદૂષણમાં સૌથી મોખરે પણ છે અને આ ક્રમ તેણે ફરી જાળવી રાખ્યો છે, તેમ અહેવાલ જણાવે છે.

સૌથી પ્રદૂષિત શહેરોની યાદીમાં ફરી દિલ્હી ટોપ પર રહ્યુ છે. એક ઓક્ટોબર 2022થી 30 સપ્ટેમ્બર 2023 સુધી દિલ્હીમાં PM2.5 ના લેવલથી 100.1 માઈક્રોગ્રામ્સ પ્રતિ ક્યુબિક મીટર નોંધવામાં આવ્યો હતો. આ વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન (WHO) ની લિમિટ કરતા 20 ગણુ વધારે છે. તો પટના (Patna) 99.7 માઈક્રોગ્રામ્સ પ્રતિ ક્યુબિર મીટર નોંધવામાં આવી હતી.

એટલું જ નહીં દશ સૌથી વધારે પ્રદૂષિત શહેરોમાંથી સાત જીલ્લા દિલ્હી- એનસીઆર અને બિહારના છે. આ બન્ને વિસ્તારો ઈંડો-ગેગેટિક પ્લાનનો હિસ્સો છે. મિઝોરમના આઈઝોલમાં સૌથી સાફ હવા મળે છે. ત્યા PM2.5નુ લેવલ માત્ર 11.1 માઈક્રોગ્રામ્સ પ્રતિ ક્યુબિક મીટર નોંધવામાં આવી છે. અહી સૌથી વધારે પ્રદૂષણ ઓક્ટોબરથી માર્ચમાં હોય છે.

જો 2019 થી 2023 દરમ્યાન છ મોટી રાજધાનીઓમાં હવાની ગુણવતામાં સુધારો આવ્યો નથી. તો મુંબઈમાં પણ હવાની ક્વોલિટી ખરાબ થતી જોવા મળી રહી છે. 1 ઓક્ટોબર 2023થી ગ્રેડેડ રિસપોન્સ એક્શન પ્લાન (GARP)ના રિલાઈઝ વર્ઝન જાહેર કરવામાં આવ્યું હતું જેથી કરીને પ્રદુષણને રોકી શકાય.

આ શહેરમાં સૌથી વધારે પ્રદુષણ

  1. દિલ્હી –> 100.1
  2. પટના –> 99.7
  3. મુઝફ્ફરપુર –> 95.4
  4. ફરીદાબાદ –> 89.0
  5. નોઈડા –> 79.1
  6. ગાઝિયાબાદ –> 78.3
  7. મેરઠ –> 76.9
  8. નલબારી –> 75.6
  9. આસનસોલ –> 74.0
  10. ગ્લાલિયર –> 71.8

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button