નેશનલ

ફોકસ: ચીનમાં વધી રહી છે વયોવૃદ્ધોની વસતિ

  • નિધિ શુક્લ

જગતભરમાં વિવિધ વસ્તુઓ એક્સપોર્ટ કરતું ચીન લોકસંખ્યામાં પહેલા નંબરે તો છે જ, પરંતુ હવે ત્યાં મોટી ઉંમરના લોકોની સંખ્યામાં પણ વધારો થઈ રહ્યો છે.

આર્થિક વૃદ્ધિમાં મંદી, રિયલ એસ્ટેટમાં ફુગાવાને કારણે વધતું દેવુ અને વેપારમાં સરકારી હસ્તક્ષેપને કારણે ચીન ત્રસ્ત થઈ ગયુ છે. એવામાં તેના માથે વધુ એક સમસ્યા ભમી રહી છે અને એ છે વયોવૃદ્ધ લોકોની વધતી વસતી. એનો સામનો કઈ રીતે કરવો એનો ઉપાય તો ચીન પાસે પણ નથી.

ભારતમાં વધતી જનસંખ્યાને આપણે ‘ભસ્માસુર’ એટલે કે પ્રગતિમાં બાધારૂપે ગણીએ છીએ. એ વિષય પર શું નિર્ણયો લઈ શકાય એ માટે આપણે ચીનનો અભ્યાસ કરવો જરૂરી રહ્યો. ૨૦૨૧ માં ચીનની લોકસંખ્યામાં ઘટાડો નોંધવામાં આવ્યો હતો, જે આખી દુનિયા માટે આશ્ર્ચર્યની બાબત હતી. લોકોને એવો અંદાજ હતો કે ચીનની લોકસંખ્યા આગામી ભવિષ્યમાં ઘટશે નહીં.

વધતી જનસંખ્યાને કારણે ચીને ૧૯૮૦માં ‘એક બાળક’નું અભિયાન શરૂ કર્યું હતું. એને કારણે આજે ત્યાંની યુવાપેઢી પાસે સગા ભાઈ-બહેન તો નથી જ, પરંતુ સાથે જ મામા, ફોઈ, માસી અને કઝિન ભાઈ-બહેન પણ નથી, કારણ કે તેમના માતા-પિતા તેમના પેરન્ટ્સના એકમાત્ર
સંતાન છે.

સામાજિક સ્થિતિ અને આર્થિક વિકાસના પરિણામને કારણે ત્યાંની મહિલાઓ એકલા રહેવાનો નિર્ણય લઈ રહી છે. કોઈપણ સમાજની લોકસંખ્યાને જાળવી રાખવા માટે એનો પ્રજનન દર બે કાં તો એનાથી ઉપર હોવો જોઈએ. એને જ આપણાં દેશમાં ‘હમ દો હમારે દો’ કહેવામાં આવે છે. ભારતમાં આ દર ૧.૦૯થી બે સુધી છે. અમેરિકામાં આ દર ૧૬ છે.

જાપાનમાં આ દર ૧.૨ છે. એને જોતાં જ ચીને ન વર્ષે પોતાના ‘એક બાળક’ના નિયમને તોડીને લોકોને ગમે એટલા બાળકો પેદા કરવાની પરવાનગી આપી હતી. આઠ વર્ષ બાદ ઊલટાનું જન્મદરમાં ઘટાડો નોંધવામાં આવ્યો હતો.

એવામાં લોકસંખ્યા તો ઘટી ગઈ, પરંતુ એની સાથે વડીલોની સંખ્યા વધવા લાગી છે. ૨૦૦૧માં ચીનની કુલ જનસંખ્યામાંથી માત્ર ૧૫ ટકા લોકો ૬૦ની ઉપરના હતાં. તો એ ટકાવારી આજે ૩૦ ટકા થઈ ગઈ છે. ૨૦૫૦ સુધી ચીનની કેટલીક જનતા સેવાનિવૃત્ત થઈ ગઈ હશે. એને કારણે રિટાયર્ડ લોકોનો આર્થિક બોજ કાર્યક્ષમ લોકો પર આવી જાય છે. એથી ચીનના ભવિષ્ય પર વધુ આર્થિક મંદીના વાદળ ઘેરાઈ રહ્યાં છે. એવી માન્યતા છે કે જે દેશમાં પરાવલંબી લોકોની સંખ્યા જેટલી ઓછી હશે તેટલી જ તે દેશની પ્રગતિ વધુ વેગવાન હશે.

ભારતમાં વર્તમાન સ્થિતિ એનાથી એકદમ વિપરીત છે. ચીનમાં એક તરફ કાર્યક્ષમ લોકોની સંખ્યામાં ઘટાડો થઈ રહ્યો છે. તો બીજી તરફ ભારતમાં રોજગારની શોધમાં ઘરની બહાર નીકળતા યુવાઓની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે.

લોકસંખ્યાની સરાસરી ઉંમરનો વિચાર કરવામાં આવે તો ભારત આજે ‘તરુણ’ દેશ તરીકે ઓળખાય છે. ભારતીયોની સરેરાશ વય ૨૯ વર્ષ છે. તો અમેરિકામાં ૩૮, ચીનમાં ૩૯, યુરોપમાં ૪૨ અને રશિયામાં ૪૯ છે. જુલાઈમાં સંયુક્ત રાષ્ટ્રએ લોકસંખ્યા સંબંધી ચર્ચા કરી હતી. તેમના અનુમાન પ્રમાણે ભારતની જનસંખ્યા ૨૦૬૦ સુધીમાં ૧૭૦ કરોડ કાં તો એનાથી વધુ હશે.

આ સદીનાં અંત સુધી તો ભારત જ સર્વાધિક લોકસંખ્યાવાળો દેશ બની જશે.
લોકસંખ્યામાં ઘટાડો થવાથી ચીનને ઉદ્યોગમાં પણ નુકસાની વેઠવી પડશે. ત્યાં કામ કરતા લોકોની ઊણપ વર્તાશે. એને કારણે જગતભરમાં વસ્તુઓની નિકાસ કરવુ ચીન માટે એટલુ સરળ નહીં રહે. સાથે જ ચીનની મેન્યુફેક્ચરિંગ કંપનીઓ અન્ય દેશોમાં પોતાનો બિઝનેસ લઈ જશે. એવામાં આ કંપનીઓ જો ભારતમાં આવી જાય તો નવાઈ નહીં. તો બીજી તરફ ભારતમાં કામ કરનારા લોકોની સંખ્યામાં વધારો થશે. ભારત સરકારે આમ પણ વિવિધ યોજનાઓ શરૂ કરીને કંપનીઓને આકર્ષિત કરવાનું કામ અગાઉ શરૂ કરી દીધુ છે.

ભારતમાં જે પ્રકારે જનસંખ્યા વધી રહી છે એને કારણે સાધનસામગ્રી, મૂળભુત સુવિધાઓ, તેમજ કુદરતી સંસાધનો પર બોજ પડશે. સાથે જ યુવાપેઢીને શિક્ષિત કરીને તેમને રોજગાર આપવો એ પણ એક પડકાર રહેશે. જોકે એ માટે પણ સરકારે કારગર પગલાંઓ લેવાનું શરૂ કરી દીધું છે. તેમણે ‘કૌશલ ભારત મિશન’ જેવી યોજના શરૂ કરીને અને ઇન્ડસ્ટ્રીમાં ઇન્ટર્નશીપ આપીને યુવાઓને નોકરી આપી રહી છે. સાથે જ દ્વિપક્ષીય કરાર કરીને ભારતીયોને શિક્ષણ કે પછી નોકરી માટે અન્ય દેશમાં કઈ રીતે મોકલી શકાય એ માટે પણ સરકાર પ્રયત્નશીલ છે.

Show More

Related Articles

Back to top button
આ ભારતીય ક્રિકેટરો સંપૂર્ણ શાકાહારી છે એક દિવસમાં કેટલી રોટલી ખાવી જોઈએ, શું કહે છે નિષ્ણાતો? 48 કલાક બાદ સૂર્યગ્રહણ, આ રાશિના જાતકોનો શરૂ થશે ગોલ્ડન પીરિયડ વિશ્વયુદ્ધ થાય તો કયા દેશ હશે સુરક્ષિત