આપણું ગુજરાતસુરત

ઈરાન-ઇઝરાયલ યુદ્ધની સુરતના હીરા ઉદ્યોગ પર અસર: દિવાળી પછીની સ્થિતિ વધુ ગંભીર બનશે

અમદાવાદઃ સુરતનો હીરા ઉદ્યોગ છેલ્લા બે વર્ષથી તીવ્ર મંદીના ભરડામાં સપડાયો છે. પહેલાં યુક્રેન અને રશિયાના યુદ્ધે પાટુ માર્યુ અને હવે ઇઝરાયલ અને ઇરાન વચ્ચે યુદ્ધની સ્થિતિએ માઠી દશા બેસાડી છે. માંડ માંડ રહ્યા સહ્યા વેપાર ઉપર શ્વાસ લઈ રહેલા હીરા ઉદ્યોગને ઇરાન-ઇઝરાયેલ વચ્ચેના ઘર્ષણને લીધે 1500 કરોડના વેપારને ગુમાવવો પડે તેવી સ્થિતિ સર્જાઈ છે. બીજીતરફ ઇઝરાયલ અને તેની આસપાસમાં રહેતા હીરાના વેપારીઓ પણ સરકારની માર્ગદર્શિકાના આધારે સ્વદેશ પરત ફરી રહ્યાં છે.

18 ટકાથી વધુ હીરાનો માલ ઇઝરાયલમાં નિકાસ
સુરતમાં કટ અને પોલિશ થતા હીરાની નિકાસ વિશ્વભરમાં કરી રહ્યું છે. વિશ્વના 90 ટકા હીરા સુરતમાં જ નિકાસ થાય છે. સુરતનો હીરા ઉદ્યોગ આ પૈકી 18 ટકાથી વધુ હીરાનો માલ ઇઝરાયલમાં નિકાસ કરી રહ્યો છે.

દિવાળી પછીની સ્થિતિ વધુ ગંભીર બનશેઃ વેપારી
હીરા ઉદ્યોગની સાથે સંકળાયેલા વેપારીઓના મત મુજબ સુરતથી ઈઝરાયલ સાથે અબજો રૂપિયાનો ડાયમંડનો વેપાર થાય છે પરંતુ, છેલ્લા બે-ત્રણ દિવસમાં ઈરાન અને ઈઝરાયલ વચ્ચે જે સ્થિતિ સર્જાઈ છે તેના કારણે હાલ તો વેપાર ઠપ્પ થઈ જ ગયો છે. સુરતના હીરા ઉદ્યોગને ખબર નથી કે, આગામી દિવસોમાં આ સ્થિતિ ક્યાં સુધી રહેશે? કારખાનેદારો અને રત્ન કલાકારો માટે દિવાળી પછીની સ્થિતિ ગંભીર બને તેવું નકારી શકાય તેમ નથી.

ઈઝરાયલથી સુરતના હીરાના વેપારીઓ પરત:
એક તરફ ઈરાન અને ઈઝરાયલ વચ્ચે યુદ્ધની સ્થિતિ અને બીજી તરફ બજારને ધ્યાનમાં રાખીને હીરા ઉદ્યોગ સાથે સંકળાયેલા લોકો માની રહ્યા છે કે, દિવાળી પછી પણ તેની ઘેરી અસર જોવા મળી શકે છે. ઈઝરાયલમાં રહેતા સુરતના હીરા ઉદ્યોગ સાથે સંકળાયેલા વેપારીઓ ત્યાંની સ્થિતિ જોઈને અને ભારત સરકારની ગાઈડલાઈનનું પાલન કરીને સ્વદેશ પરત ફરી રહ્યા છે. હાલ હીરા ઉદ્યોગમાં બે વર્ષથી મંદીની નાગચૂડમાં ફસાયો છે. હજી યુક્રેન-રશિયાના કમઠાણની અસર ચાલુ જ છે, ત્યારે બીજી બાજુ ઈરાન અને ઇઝરાયલ વચ્ચે સર્જાયેલી પરિસ્થિતિના કારણે સ્થિતિ વધારે કપરી બનશે. ઈઝરાયલથી સુરતના હીરા વેપારીઓ પણ પરત આવવા માંડ્યા છે.

Show More

Related Articles

Back to top button
આ ભારતીય ક્રિકેટરો સંપૂર્ણ શાકાહારી છે એક દિવસમાં કેટલી રોટલી ખાવી જોઈએ, શું કહે છે નિષ્ણાતો? 48 કલાક બાદ સૂર્યગ્રહણ, આ રાશિના જાતકોનો શરૂ થશે ગોલ્ડન પીરિયડ વિશ્વયુદ્ધ થાય તો કયા દેશ હશે સુરક્ષિત