ઇન્ટરનેશનલટોપ ન્યૂઝ

ઈરાનના સર્વોચ્ચ નેતા ખમેનીએ ઈઝરાયલને આપી દીધી ખુલ્લી ચેતવણી

ઈરાન દ્વારા ઈઝરાયેલ પરના મિસાઈલ હુમલા બાદ ઈરાનના સર્વોચ્ચ નેતા આયાતુલ્લા અલી ખમેનીએ ઈઝરાયલને ખુલ્લી ચેતવણી આપી છે અને કહ્યું છે કે, હવે અમે ઉતાવળ નહીં કરીએ અને મોડું પણ નહીં કરીએ.

મધ્ય પૂર્વમાં ચાલી રહેલા તણાવ વચ્ચે ઇરાનના ઇઝરાયલ પરના મિસાઇલ હુમલા બાદ ખમેની શુક્રવારે પ્રથમ વખત જાહેરમાં દેખાયા હતા, તેમણે ઈરાનના હુમલાને ઈઝરાયલના ગુનાઓની કાયદેસરની સજા ગણાવી હતી અને ઇઝરાયલ સાથેનો સંઘર્ષ ચાલુ રાખવાની હાકલ કરી હતી. તેહરાન મસ્જિદમાં પાંચ વર્ષ પછી શુક્રવારે ઉપદેશ આપવા આવેલા ખમેનીને સાંભળવા માટે ભારે ભીડ હાજર હતી. ખમેનીએ અરેબિક અને ફારસી ભાષામાં નિવેદન આપતા આ ક્ષેત્રમાં ઈરાનના ટોચના અર્ધલશ્કરી સહયોગી નસરાલ્લાહની પ્રશંસા કરી હતી અને કહ્યું હતું કે યુએસ અને તેના સાથી દેશોનું ધ્યાન પ્રદેશના સંસાધનોને કબજે કરવાને બદલે ઈઝરાયલની સુરક્ષા જાળવવા પર છે.

ખમેનીએ કહ્યું હતું કે હમાસ અને લેબેનોનના હિઝબુલ્લાહ સામે ઈઝરાયલ લાંબો સમય ટકી શકશે નહીં. ઇઝરાયલ પર અમારી સેના દ્વારા કરવામાં આવેલ હવાઈ હુમલા એકદમ યોગ્ય હતા, તે અમારા દ્વારા કરવામાં આવેલી જનસેવા હતી. પેલેસ્ટાઈન અને લેબેનોનમાં ઈઝરાયલ જે રીતે નાગરિકોની કત્લેઆમ કરી રહ્યું છે તે જોતાં હવાઈ હુમલાની સજા બહુ ઓછી હતી.

હિઝબુલ્લાહના ભૂતપૂર્વ વડા નસરાલ્લાહને યાદ કરતાં ખમેનીએ કહ્યું હતું કે આજે હસન નસરાલ્લાહ આપણી વચ્ચે નથી, પરંતુ તેમની ભાવના અને તેમના દ્વારા બતાવેલ માર્ગ હંમેશા આપણને પ્રેરણા આપશે. તે આપણને યહૂદી દુશ્મન સામે જેહાદનો ધ્વજ ઊંચો રાખવા માટે પ્રેરણા આપશે. નસરાલ્લાહના મૃત્યુને વ્યર્થ ન જવા દેવાની જવાબદારી આપણી છે. તેમણે ઘોષણા કરતા કહ્યું હતું કે હું તમામ મુસ્લિમોને કહેવા માંગુ છું કે અલ અક્સા મસ્જિદને બચાવવા, લેબેનોન માટે, લેબેનોનના લોકોને મદદ કરવા જેહાદ કરવી એ તમામ મુસ્લિમોની ફરજ છે. સાંભળવા આવેલી ભીડને તેમણે જણાવ્યું હતું કે, “ઈરાન ઈઝરાયલનો મુકાબલો કરવામાં, તેની ફરજ પૂરી કરવામાં વિલંબ કરશે નહીં કે ઉતાવળ કરશે નહીં”.

ખામેનીએ ગયા વર્ષે 7 ઓક્ટોબરે હમાસના આતંકવાદીઓ દ્વારા ઈઝરાયેલમાં ઘૂસીને લોકોની હત્યા કરવાના પગલાને યોગ્ય ઠેરવ્યું હતું.

નોંધનીય છે કે ઈરાને 27 સપ્ટેમ્બરે બેરુતમાં હિઝબુલ્લાના નેતા હસન નસરાલ્લાહની હત્યા અને જુલાઈમાં તેહરાનમાં હમાસના વડા ઈસ્માઈલ હનીયાહની હત્યાનો બદલો લેવા માટે હાલમાં ઇઝરાયલ પર મિસાઇલ છોડ્યા હતા. ઈરાન હનીયાહની હત્યા માટે ઈઝરાયલને જવાબદાર માને છે, જોકે, ઇઝરાયલ તેનો ઇનકાર કરે છે.

Show More

Related Articles

Back to top button
આ ભારતીય ક્રિકેટરો સંપૂર્ણ શાકાહારી છે એક દિવસમાં કેટલી રોટલી ખાવી જોઈએ, શું કહે છે નિષ્ણાતો? 48 કલાક બાદ સૂર્યગ્રહણ, આ રાશિના જાતકોનો શરૂ થશે ગોલ્ડન પીરિયડ વિશ્વયુદ્ધ થાય તો કયા દેશ હશે સુરક્ષિત