મનોરંજન

મોર્ડન લાઈફસ્ટાઈલ જીવતી આ અભિનેત્રીઓ આવી વાતો પણ માને છે?

આજકાલના જ નહીં વર્ષોથી યુવાન વયના જે હોય તેમની માટે બોલીવૂડના હીરો હીરોઈન રોલ મોડેલ જેવા જ હોય. ખાસ કરીને આજના ટાઈમમાં સોશિયલ મીડિયાને લીધે તેમની લાઈફસ્ટાઈલ લોકોને ખૂબ જ ઈન્ફ્લુઅન્સ કરે છે ત્યારે મોર્ડન લાગતી બે હીરોઈનો આજે પણ નજર ઉતારવા જેવી વાતોમાં માને છે તે નવાઈની વાત છે.

પહેલા વાત કરીએ અનન્યા પાંડેની. તો એક ઈન્ટરવ્યુમાં તેણે કહ્યું કે મારી નેની એટલે કે સંભાળ રાખનારી બાઈ દર અઠવાડિયે મારી નજર ઉતારે છે. નજર ઉતારતા સમયે જો મરચા બળી જાય તો તેઓ માને છે કે મને નજર લાગી ગઈ છે. આ સાથે અનન્યા જ્યારે બહાર નીકળે ત્યારે તેની મમ્મી તેના કાન પાછળ કાળા ટીકા લગાવે છે.

આ પણ વાંચો : Shocking: OMG, બ્રેકઅપ બાદ એક્સના ફોટો સાથે અનન્યા પાંડે કરે છે આ કામ…

તો બીજી બાજુ અલ્ટ્રા મોર્ડન લાગતી જ્હાનવી પણ આવી માન્યતા ધરાવે છે. જ્હાનવીના મતે નજર લાગી જવાની ઘટના બનતી હોય છે. તેણે કહ્યું કે મમ્મી શ્રીદેવીના મૃત્યુ બાદ તે આવી વાતોમાં માનવા લાગી છે. ખરાબ નજરથી બચવા તે સમુદ્રી નમકથી નહાઈ છે, સેજ સ્ટીક લગાવી રાખે છે અને કાળુ બ્રેસલેટ પણ પહેરે છે.

જોકે નજર લાગી જવું કે તેવું કંઈ હોતું નથી, પણ આપણે ત્યાં સામાન્ય માણસ માને તો અંધશ્રદ્ધા અને સેલિબ્રિટી કંઈક પણ આવું કરે એટલે લાઈફસ્ટાઈલનો ભાગ કે તેમની શ્રદ્ધા માનવામાં આવતી હોય છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button