સ્પોર્ટસ

રવિવારની પાકિસ્તાન સામેની મૅચ પહેલાં ભારતની મહિલા ટીમ માટે ખતરો કેમ થોડો વધી ગયો?

દુબઈ: ગુરુવારે યુએઇમાં શરૂ થયેલા મહિલાઓના ટી-20 વર્લ્ડ કપની આમ તો દરેક મૅચ રોમાંચક બની રહેવાની છે, પરંતુ ભારત-પાકિસ્તાનના 6 ઑક્ટોબર, રવિવાર (બપોરે 3.30 વાગ્યાથી) મુકાબલા પર સૌની નજર રહેશે. ભાગ્યે જ કોઈ ક્રિકેટપ્રેમી હશે જે આ હાઈ-વૉલ્ટેજ મૅચ જોવાનું કે એની ઝીણી-ઝીણી વિગતો મેળવવાનું ચૂકી જશે. ટી-20 ઇન્ટરનૅશનલ્સમાં પાકિસ્તાન સામે ભારત 12-3ના વિનિંગ-રેશિયો સાથે ઘણું આગળ છે, પરંતુ ગુરુવારે શારજાહમાં પાકિસ્તાને એશિયન ચૅમ્પિયન શ્રીલંકાને હરાવીને ભારતીય ટીમને થોડી ચિંતામાં તો મૂકી જ દીધી કહેવાય.

વર્લ્ડ કપ પહેલાંની પોતાની બન્ને વૉર્મ-અપ મૅચમાં પાકિસ્તાન હારી ગયું હતું, પરંતુ ભારત જીતી ગયું હતું એમ છતાં ભારતે હવે અલર્ટ થઈ જવું પડશે.

વૉર્મ-અપ મુકાબલામાં પાકિસ્તાનનો બાંગ્લાદેશ સામે 23 રનથી અને સ્કૉટલૅન્ડ જેવી નવીસવી ટીમ સામે આઠ વિકેટે પરાજય થયો હતો. બીજી બાજુ, ભારતે વેસ્ટ ઇન્ડિઝને 20 રનથી અને સાઉથ આફ્રિકાને 28 રનથી હરાવ્યું હતું.

જોકે હવે સિનારિયો બદલાઈ ગયો છે. મુખ્ય સ્પર્ધા શરૂ થઈ ગઈ છે. પાકિસ્તાને સ્ટાર ખેલાડીઓવાળા એશિયન ચૅમ્પિયન શ્રીલંકાને ગુરુવારે રાત્રે શારજાહમાં 31 રનથી હરાવ્યું હતું. ફાતિમા સનાની ટીમે બૅટિંગ લીધા પછી 20 ઓવરમાં માત્ર 116 રન બનાવ્યા હતા, જેના જવાબમાં શ્રીલંકન ટીમ 20 ઓવરમાં નવ વિકેટે માત્ર 85 રન બનાવી શકી હતી. ખુદ કૅપ્ટન ફાતિમા સના (10 રનમાં બે વિકેટ), સાદિયા ઇકબાલ (17 રનમાં ત્રણ વિકેટ), ઓમઇમા સોહેલ (17 રનમાં બે વિકેટ) અને નશરા સંધુ (15 રનમાં બે વિકેટ) સહિતની સાત પાકિસ્તાની બોલર્સ સામે શ્રીલંકન ટીમે ઘૂંટણિયા ટેકવ્યા હતા.

પાકિસ્તાન સામે રમનાર શ્રીલંકન ટીમમાં મહિલા ટી-20ની પાંચમા નંબરની ઑલરાઉન્ડર અને છઠ્ઠા નંબરની બૅટર ચમારી અથાપથ્થુ સામેલ હતી. વિશ્ર્વની સાતમા નંબરની બોલર ઇનોશી પ્રિયદર્શિની ફર્નાન્ડોનો પણ શ્રીલંકન ઇલેવનમાં સમાવેશ હતો એમ છતાં પાકિસ્તાન સામે આ એશિયન વિજેતા ટીમે પરાજય જોવો પડ્યો. કૅપ્ટન અથાપથ્થુએ પાકિસ્તાનની ત્રણ વિકેટ લઈને સનસનાટી મચાવી દીધી હતી. જોકે ઓપનિંગમાં અથાપથ્થુએ હજી માંડ છ રન બનાવ્યા હતા ત્યાં હરીફ સુકાની ફાતિમા સનાએ મિડિયમ પેસ બોલિંગની કમાલથી તેને કૅચઆઉટ કરાવીને વહેલી પૅવિલિયન ભેગી કરી દીધી હતી.

પાકિસ્તાનની મહિલા ટીમ શારજાહથી જબરદસ્ત જોશ અને જુસ્સા સાથે દુબઈ પહોંચી છે. બીજી તરફ, ન્યૂ ઝીલૅન્ડ સામેની શુક્રવારની મૅચ બાદ ભારતીય ટીમે કટ્ટર હરીફ પાકિસ્તાન સામેની ટક્કર માટે 100 ટકા ક્ષમતાથી પ્રૅક્ટિસ કરવી પડશે અને પછી 200 ટકા મનોબળ સાથે રવિવારની મૅચમાં રમવું પડશે.

Show More

Related Articles

Back to top button
આ ભારતીય ક્રિકેટરો સંપૂર્ણ શાકાહારી છે એક દિવસમાં કેટલી રોટલી ખાવી જોઈએ, શું કહે છે નિષ્ણાતો? 48 કલાક બાદ સૂર્યગ્રહણ, આ રાશિના જાતકોનો શરૂ થશે ગોલ્ડન પીરિયડ વિશ્વયુદ્ધ થાય તો કયા દેશ હશે સુરક્ષિત