ઇન્ટરનેશનલ

Israel Iran War: ઈરાનના સુપ્રીમો ખામેનીની અપીલ, ઇઝરાયેલ વિરુદ્ધ એકજુથ થાય મુસ્લિમ દેશો

તેહરાન : પશ્ચિમ એશિયામાં વધી રહેલા સંઘર્ષની વચ્ચે ઈરાનના(Israel Iran War)સુપ્રીમો આયાતુલ્લા અલી ખામેનીએ કહ્યું કે ઈઝરાયલ ક્યારેય હિઝબુલ્લાહ અને હમાસ પર જીતી શકશે નહીં. ખામેનીએ કહ્યું કે દરેક દેશને આક્રમણકારોથી પોતાનો બચાવ કરવાનો અધિકાર છે. ખામેનીએ કહ્યું કે વિશ્વના તમામ મુસ્લિમોએ ઇઝરાયેલ વિરુદ્ધ એક થવું પડશે. લેબનોનથી લઈને અફઘાનિસ્તાન સુધી આપણે એ સમજવા માટે એક થવું પડશે કે દુશ્મન આપણી ધરતી પર કેવી રીતે આવ્યો અને પેલેસ્ટાઈનનો કેવી રીતે નાશ થયો.

ખામેનીએ રાઈફલ સાથે ભીડને સંબોધિત કરી

સમાચાર એજન્સીના અહેવાલ અનુસાર ઈરાનના સર્વોચ્ચ નેતા આયાતુલ્લા અલી ખામેનીએ મધ્ય તેહરાનમાં ઇમામ ખોમેની ગ્રાન્ડ મોસલ્લા મસ્જિદમાં શુક્રવારની નમાજનું નેતૃત્વ કર્યું હતું. પોતાની બાજુમાં રાઈફલ સાથે ભીડને સંબોધતા ખામેનીએ કહ્યું કે અફઘાનિસ્તાનથી યમન, ઈરાનથી ગાઝા અને લેબનોન સુધી મુસ્લિમ દેશોએ તૈયાર થવું જોઈએ.

આ પણ વાંચો : Israel-Lebanon Conflict: હિઝબુલ્લાના નવા વડા હાશેમ સૈફુદ્દીની પણ હત્યા, ઈઝરાયલનો મોટો દાવો

ઈસ્લામિક ફરજ ગણાવી

ખામેનીએ શુક્રવારે ઈઝરાયેલ પર ઈરાનના મિસાઈલ હુમલાને કાયદેસર ગણાવ્યો હતો. તેમણે કહ્યું, થોડી રાત પહેલા અમારા સશસ્ત્ર દળોનું ઓપરેશન સંપૂર્ણપણે કાયદેસર હતું. ઈરાન ઈઝરાયેલને જવાબ આપવામાં ના તો વિલંબ કરશે કે ના ઉતાવળ. ખામેનીએ તેને ઈસ્લામિક ફરજ ગણાવી હતી.

ઈરાન તરફથી મિસાઈલ હુમલાની ચેતવણી

આ સિવાય ઈરાનના સર્વોચ્ચ નેતાએ સંભવિત મિસાઈલ હુમલાની ચેતવણી પણ આપી હતી. ન્યૂઝ એજન્સીના જણાવ્યા અનુસાર, ખામેનીએ કહ્યું, “અમે અમારી ફરજ પૂરી કરવામાં વિલંબ કે ઉતાવળ કરતા નથી.રાજકીય અને લશ્કરી નિર્ણય લેનારાઓના અભિપ્રાય મુજબ જે સમયસર યોગ્ય હશે તે યોગ્ય સમયે કરવામાં આવશે અને જો જરૂર પડશે તો ભવિષ્યમાં પણ કરવામાં આવશે.

ઈસ્લામિક દેશોમાં એકતા જરૂરી

ખામેનીએ કહ્યું, મુસ્લિમો માટે કુરાનની નીતિ એ છે કે ઇસ્લામિક દેશોએ એકબીજા સાથે એકતા રાખવી જોઇએ. જો તમારી પાસે આ એકતા હશે તો તમે તમારા દુશ્મનો પર વિજય મેળવશો. દુશ્મનની નીતિ ભાગલા પાડો અને રાજ કરોની છે. તેઓએ આ નીતિઓને મુસ્લિમ દેશોમાં અલગ-અલગ રીતે લાગુ કરી, પરંતુ આજે દેશો જાગી ગયા છે, આજે એ દિવસ છે જ્યારે તમે ઈસ્લામ અને મુસ્લિમ દુશ્મનોની આ યુક્તિને કાબૂમાં લઈ શકશો.

ઈરાનના સર્વોચ્ચ નેતાએ ઈઝરાયેલને કડક સંદેશ આપતા કહ્યું કે જો જરૂર પડશે તો ઈરાન અધિકૃત પેલેસ્ટાઈન પર ફરીથી હુમલો કરશે. ખામેનીએ કહ્યું, પેલેસ્ટિનિયન રાષ્ટ્રને તેની જમીન પર કબજો જમાવનાર અને તેનું જીવન બરબાદ કરનાર દુશ્મન સામે ઉભા થવાનો અધિકાર છે. પેલેસ્ટિનિયનોનું રક્ષણ કરવું અને મદદ કરવી કાયદેસર છે.

અલ-અક્સા સ્ટોર્મ ઓપરેશન એક કાયદેસર

અલ-અક્સા સ્ટોર્મ ઓપરેશન એક કાયદેસર પગલું હતું અને પેલેસ્ટિનિયનો સાચા હતા. તેમણે કહ્યું. ગાઝાના લેબનીઝ લોકોનું રક્ષણ કરવું એ કાયદેસર અને કાનૂની પગલું છે. અમારા સશસ્ત્ર દળોનું શાનદાર ઓપરેશન સંપૂર્ણપણે કાયદેસર હતું

Show More

Related Articles

Back to top button
આ ભારતીય ક્રિકેટરો સંપૂર્ણ શાકાહારી છે એક દિવસમાં કેટલી રોટલી ખાવી જોઈએ, શું કહે છે નિષ્ણાતો? 48 કલાક બાદ સૂર્યગ્રહણ, આ રાશિના જાતકોનો શરૂ થશે ગોલ્ડન પીરિયડ વિશ્વયુદ્ધ થાય તો કયા દેશ હશે સુરક્ષિત