આજથી નવલાં નોરતાનો પ્રારંભ થયો છે અને નોરતાના આ દિવસો મા દુર્ગાને સમર્પિત હોય છે

ગુરુ 9 ઑકટોબરે સવારે  10.01 કલાકે વૃષભ રાશિમાં વક્રી થશે 

ગુરુના રાશિ પરિવર્તનની અસર દેશ અને દુનિયા પર પડે છે

ગ્રહોના વક્રી થવાથી તેના પરિણામ ઉલટા થઈ જાય છે વક્રી ગ્રહ ઘણા શક્તિશાળી હોય છે. સૂર્ય અને ચંદ્ર ક્યારે વક્રી નથી 

ગુરુનું વક્રી થવાનું કેટલીક રાશિઓ માટે ઘણું શુભ છે. આ રાશિઓ જાણીએ

મિથુનઃ ગુરુના વક્રી થવાથી તેમને આર્થિક સ્થિતિ મજબૂત થશે અચાનક ધનલાભ થશે, શુભ સમાચાર પ્રાપ્ત થશે

કર્કઃ તેમને પણ ગુરુની વક્રી થવાથી સફળતા, પ્રગતિના યોગ છે. નવા કાર્યની શરૂઆત થશે વ્યાપારીઓ માટે સમય સારો છે

કન્યાઃ તેમને પણ ધંધામાં લાભ થશે, નોકરીમાં પ્રગતિ થશે, પૈતૃક સંપત્તિનો લાભ મળશે

વૃશ્ચિકઃ તેમને ભાગ્યનો સાથ મળશે. દરેક ઈચ્છા પૂરી થશે. નોકરીના માટે વિદેશ યાત્રા થશે દાંપત્યજીવન સુખી રહેશે.

ધનુઃ તેમના કરિયરમાં સકારાત્મક પરિણામ જોવા મળશે. પ્રગતિના નવા માર્ગો ખુલશે, પરિવાર, મિત્રોનો સાથ મળશે