મનોરંજન

‘હું તારી જેમ નેપોકિડ નથી, આઉટસાઇડર છું’ શાહરૂખ ખાને કોને સંભળાવ્યુ આમ…

શાહરુખ ખાન જ્યારે એવોર્ડ શોના સ્ટેજ પર હોય છે ત્યારે તેઓ લોકોને ખૂબ મજા કરાવતા હોય છે. તેમની મોજમજાકથી વાતાવરણ પણ ઘણું લાઇવલી બની જાય છે. લોકોને તેમની હ્યુમર સાંભળવાની ખૂબ જ મજા આવે છે. તાજેતરના આઇફા એવોર્ડ્સ દરમિયાન પણ દર્શકોને આવો જ અનુભવ થયો હતો. તેણે વિકી કૌશલ સાથે મજાક કરીને દર્શકોનું મનોરંજન કર્યું હતું.

આ પણ વાંચો : મુંબઈ એરપોર્ટ પર Shahrukh Khanની એક ઝલક માટે ફેન્સની ધક્કામુકી, કિંગ ખાને સંયમ જાળવી રાખ્યો

જ્યારે વિકીએ શાહરૂખની મજાક ઉડાવવાનો પ્રયાસ કર્યો તો કિંગ ખાને એને તરત જ વળતો જવાબ આપી દીધો હતો અને તેને નેપોકિડ કહ્યો હતો. આપની જાણકારી માટે કે વિકી કૌશલના પિતા શામ કૌશલ જાણીતા એક્શન ડિરેક્ટર છે.

આઈફાના મંચ પર વિકીને નેપોકિડ કહેતા શાહરૂખ ખાને મજાકમાં કહ્યું હતું કે તેમણે એવેન્જર્સ, સ્પાઈડરમેન અને જુરાસિક પાર્ક જેવી ફિલ્મોને રિજેક્ટ કરી છે. વિકીએ આના પર તેમની મજાક કરવાનો પ્રયાસ કર્યો હતો અને પૂછ્યું હતું કે શું ફ્રાન્સિસ ફોર્ડ કોપોલાએ તેમને ધ ગોડફાધરની પણ ઓફર કરી હતી. વિકીએ કહ્યું હતું કે, ‘કોપોલા સાહેબ પણ ગોડફાધર લઇને પહેલા મન્નતમાં આવ્યા હશે? આના પર શાહરુખે કહી દીધું હતું કે, ‘કોપોલાએ ઘણા ચક્કર લગાવ્યા પરંતુ મેં તેને કહ્યું કે મને કોઈ ગોડફાધરની જરૂર નથી, હું કોઈની જેમ નેપોકિડ નથી (વિકી તરફ ઈશારો કરીને). નેપોકિડ આમ તેમ શું જોઈ રહ્યો છે? તેમણે એકબીજાની ઘણી મજાક ઉડાવી હતી.

આ પછી વિકીએ શાહરૂખની કેટલીક ફ્લોપ ફિલ્મો ગણાવવાનું શરૂ કર્યું હતું અને પૂછ્યું હતું કે, સર તમે હેરી મેટ સેજલ કેમ કરી હતી? શાહરૂખે કહ્યું, તે મારી બીજી ભૂલ હતી. દરેક વ્યક્તિને ત્રણ ભૂલો કરવાની છૂટ છે. આ પછી શાહરૂખ ખાને વિકી કૌશલને તેના ફ્લોપની યાદ અપાવી હતી અને કહ્યું હતું કે, ક્યારેય એવી ફિલ્મ નહીં કરો જેના ટાઇટલ પરથી જ ફિલ્મની સ્ટોરી ખબર પડી જાય. જેમ કે ‘હેરી મેટ સેજલ’ ફિલ્મ પતી ગઇ (ફ્લોપ થઇ ગઇ). ‘બડે મિયાં છોટે મિયાં’ ફિલ્મ પતી ગઇ. ‘ધ ગ્રેટ ઈન્ડિયન ફેમિલી’ એના પર વિકીએ કહ્યું હતું, ‘ફિલ્મ પૂરી થઇ ગઇ (ફ્લોપ થઇ ગઇ)’. નોંધનીય છે કે ગ્રેટ ઈન્ડિયન ફેમિલી વિકી કૌશલની ફિલ્મ હતી જે ખરાબ રીતે ફ્લોપ થઈ હતી.

Show More

Related Articles

Back to top button
આ ભારતીય ક્રિકેટરો સંપૂર્ણ શાકાહારી છે એક દિવસમાં કેટલી રોટલી ખાવી જોઈએ, શું કહે છે નિષ્ણાતો? 48 કલાક બાદ સૂર્યગ્રહણ, આ રાશિના જાતકોનો શરૂ થશે ગોલ્ડન પીરિયડ વિશ્વયુદ્ધ થાય તો કયા દેશ હશે સુરક્ષિત