કુદરતની બનાવટ એટલી અદ્ભૂત છે કે ઘણી વખત તેની રચનાઓ જોઈને મોઢામાંથી એક જ ઉદ્ગાર સરી પડે કે વાહ... 

પરંતુ આ જ કુદરતે કેટલીક એવી વસ્તુઓ કે જીવ પણ બનાવ્યા છે કે જેમને જોઈને થઈ જાય કે આ બનાવવાની જરૂર હતી ખરી? 

આજે અમે અહીં તમને કુદરતની એક આવી જ બનાવટ વિશે જણવવા જઈ રહ્યા છીએ, તમને ખબર છે દુનિયાનું સૌથી મૂર્ખ કહી શકાય એવું પક્ષી કયુ છે? 

નહીં ને? ચાલો આજે તમને જણાવીએ. આ પક્ષીનું નામ શૂબિલ છે

આ પક્ષીની મૂર્ખતાને જોઈને જ લોકો તેને સ્ટુપિડ બર્ડના નામે પણ ઓળખે છે

શૂબિલની ખાસિયત વિશે વાત કરીએ તો તે તેની ચાંચ છે, પાંચ ઈંચ લાંબી આ ચાંચ ખૂબ જ ધારદાર હોય છે

વાત કરીએ શૂબિલના ભાવતા ભોજનની તો તેને સાપ, મગરના બચ્ચા, મોનિટર લિઝાર્ડ અને ઈલ ખૂબ જ ગમે છે

આ તમામ જીવનો શિકાર કરીને તે પોતાનું પેટ ભરે છે

શૂબિલ મોટાભાગે પૂર્વી આફ્રિકા, ઈથિયોપિયા, દક્ષિણ સુદાન અને જાંબિયામાં જોવા મળે છે

આ પક્ષીની મૂર્ખતાની વાત કરીએ તો તે ઘણી વખત પોતાના શિકારને લાંબો સમય સુધી જોતો રહે છે

અને તે નક્કી કરી શકતો નથી કે તેનો શિકાર કરે કે નહીં? 

આ સિવાય આ પક્ષી માણસને જોઈને પોતાના પંખ તોડવા લાગે છે અને એવું કહેવાય છે કે તે માણસનું અભિવાદન કરવા આવું કરે છે

છે ને એકદમ અજબ પંછી કી ગજબ કહાની?