આપણું ગુજરાત

પુત્રએ પિતાની હત્યાનું વેર 22 વર્ષે વાળ્યું: રાજસ્થાનથી અમદાવાદ આવી પિતાના હત્યારા પર ગાડી ચડાવી

અમદાવાદઃ શહેરના બોડકદેવ વિસ્તારમાં સોમવારે જ્ઞાનબાગ પાર્ટી પ્લોટ પાસે 60 વર્ષીય વૃદ્ધ સાઇકલ લઇને પસાર થતાં હતા ત્યારે પોલીસ બોલેરો કારચાલકે ટક્કર મારી તેમનું મોત નીપજાવ્યું હતું. જોકે, આ મામલે એન ડિવિઝન ટ્રાફિક પોલીસ દ્વારા ગુનો નોંધી બોલેરો ચાલકની ધરપકડ કરી હતી. કારચાલકની પૂછપરછ કરતા આરોપી આઠ વર્ષનો હતો ત્યારે તેના પિતાની પણ આ રીતે જ જીપથી ટક્કર મારીને હત્યા કરી હતી. જેથી, બદલો લેવા એ જ રીતે અકસ્માત સર્જી નખતસિંહને મોતને ઘાટ ઉતાર્યા હતા.

કારના ચાલકે સાયકલ ચાલકને ટક્કર મારી:
પ્રાપ્ત વિગતો અનુસાર 1લી ઓક્ટોબરના રોજ બોડકદેવ જ્ઞાનબાગ પાર્ટી પ્લોટ પાસે મૂળ રાજસ્થાનના રહેવાસી અને હાલ થલતેજ ખાતે રહેતા નખતસિંહ ભાટી સાઇકલ લઇને પસાર થતા હતા. દરમિયાન પાછળથી પૂરપાટ ઝડપે બોલેરો કારના ચાલકે તેમને ટક્કર મારી અકસ્માત કર્યો હતો. જેમાં તખતસિંહનું ઘટના સ્થળ પર જ મોત નીપજ્યું હતું. પોલીસે સીસીટીવી ફૂટેજ અને હ્યુમન સોર્સીસના આધારે ગોપાલસિંહ હરીસિંહ ભાટી (ઉ.વ.30) (રહે. જિ- જૈસલમેર, રાજસ્થાન)ની ધરપકડ કરી હતી.

જુની અદાવતમાં હત્યા કરી:
આરોપીની સખત પૂછપરછ કરતા ગોપાલસિંહ ભાટીએ બોલેરો કાર નખતસિંહને મારી નાખવાના ઇરાદે પૂરઝડપે ચલાવી સાઇકલને પાછળથી ટક્કર મારી ઉપર ચડાવી દીધી હતી. જોકે, પોલીસે આ મામલે મૃતક તખતસિંહ અને આરોપી ગોપાલસિંહ વચ્ચે જુની અદાવતને લઇ આરોપીએ હત્યા કરી હોવાનું જાણવા મળ્યું હતું.

વર્ષ 2002માં આરોપીના પિતાની હત્યા કરાઈ હતી:
વર્ષ 2002માં મૃતક નખતસિંહે આરોપી ગોપાલસિંહ ભાટીના પિતા હરિસિંહ ખુશાલસિંહ ભાટીનું તેમના વતન રાજસ્થાનમાં હત્યા કરી હતી. જેની જુની અદાવત ચાલતી હોવાથી હત્યાના ઇરાદાથી આયોજન પૂર્વક આ અકસ્માત કર્યો હતો. આરોપી વિરૂદ્ધ હત્યાની કલમનો ઉમેરો કરવા કોર્ટને રિપોર્ટ કરવામાં આવ્યો છે અને અગાઉની વધુ તપાસ બોડકદેવ પોલીસ સ્ટેશન ખાતે સોંપવામાં આવી છે.

Also Read –

Show More

Related Articles

Back to top button
આ ભારતીય ક્રિકેટરો સંપૂર્ણ શાકાહારી છે એક દિવસમાં કેટલી રોટલી ખાવી જોઈએ, શું કહે છે નિષ્ણાતો? 48 કલાક બાદ સૂર્યગ્રહણ, આ રાશિના જાતકોનો શરૂ થશે ગોલ્ડન પીરિયડ વિશ્વયુદ્ધ થાય તો કયા દેશ હશે સુરક્ષિત