સસ્તું Gold ખરીદવું છે? પહોંચી જાવ અહીંયા, નામ જાણીને ચોંકી ઉઠશો…
હેડિંગ વાંચીને જ ચોંકી ઉઠ્યા ને કે ભાઈસાબ અહીંયા રોજ સોનાની કિંમતમાં સતત વધારો જોવા મળી રહ્યો છે ત્યાં એવું તો કોણ છે કે જે સસ્તા ભાવે સોનુ આપે છે? પરંતુ આ હકીકત છે અને આજે અમે અહીં તમને આ વિશે જ જણાવવા જઈ રહ્યા છીએ. આ જગ્યાઓ પર સોનાની કિંમત ખૂબ જ ઓછી છે કે અહીં તમે અન્ય જગ્યાઓની સરખામણીએ ઓછી કિંમતે મોટા પ્રમાણમાં સંખ્યામાં સોનુ ખરીદી શકો છો. ખાતરી છે કે આ જગ્યાઓ વિશે જાણીને તમે પણ સોનુ ખરીદવા માટે પહોંચી જાવ.
હાલમાં જ Bahikhata.org દ્વારા હાથ ધરવામાં આવેલા એક રિપોર્ટમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે દુનિયામાં અમુક જગ્યાઓ એવી પણ છે કે જ્યાં સસ્તા ભાવે સોનુ ખરીદી શકાય છે. એટલું જ નહીં પણ આ જગ્યાઓને ગોલ્ડ સિટી તરીકે પણ ઓળખવામાં આવે છે. વાત કરીએ સસ્તુ સોનુ ખરીદવાની તો આ જગ્યાઓમાં દુબઈ સૌથી પહેલાં નંબર પર આવે છે. દુબઈમાં સોનાની ખરીદી કરવા પર કોઈ પણ પ્રકારનો ટેકસ નથી લેવામાં આવતો જેને કારણે દુબઈમાં સૌથી સસ્તામાં સસ્તું સોનુ ખરીદી શકાય છે.
દુબઈ બાદ આગળ વધીએ અને વાત કરીએ તો બીજા નંબરે આવે છે હોંગકોંગ. દુબઈની જેમ જ હોંગકોંગમાં પણ ગોલ્ડ પરચેઝ પર કોઈ એડિશનલ ટેકસ નથી વસૂલવામાં આવતો એટલે અહીં પણ દુનિયાના અન્ય દેશોની સરખામણીએ ખૂબ જ સસ્તા ભાવે સોનુ મળી જાય છે. ત્રીજા નંબરે આવે છે સિંગાપોર. સિંગાપોરની ટેકસ સિસ્ટમને કારણે અહીંથી પણ તમે સસ્તા ભાવે સોનુ ખરીદી શકો છો. સિંગાપોરમાં ટેકસ એકદમ નજીવો હોય છે એટલે અનેક લોકો દુબઈ હોંગકોંગ સિવાય અહીંથી સોનુ ખરીદવાનું પસંદ કરે છે. સિંગાપોરમાં મરીના બે અને ઓર્ચેડ રોડ એ બે સૌથી ફેમસ ગોલ્ડ માર્કેટ છે.
યુરોપમાં આવેલું સ્વિટ્ઝરલેન્ડ સસ્તું સોનુ મળનારા દેશોમાં પાંચમા સ્થાને આવે છે. અહીં પણ આપણે અત્યાર સુધી વાત કરીએ એ રીતે તમે સસ્તામાં સોનુ ખરીદી કરી શકો છો. આ દેશ સોનાની આયાત પર કોઈ પણ પ્રકારનો ટેકસ નથી લગાડતો એટલે અહીં સોનાના ભાવ ખૂબ જ ઓછા હોય છે.
લાસ્ટ બટ નોટ ધ લિસ્ટ પરંતુ પાંચમા નંબર પર આવે છે ભારત. જી હા, ભારતમાં પણ તમે સસ્તું સોનુ ખરીદી શકો છો. ભારતમાં ફેસ્ટિવલ સીઝનમાં મુંબઈ, દિલ્હી જેવા મોટા શહેરોમાં આકર્ષક ઓફર અને અનેક રાજ્યમાં ટેકસમાં આપવામાં આવતી છુટને કારણે સસ્તું સોનુ ખરીદી શકો છો.
Also Read –