સ્પેશિયલ ફિચર્સ

એવરી ચાઈલ્ડ મેટર્સઃ શિક્ષણ મંત્રાલયે જાહેર કરી નવી માર્ગદર્શિકા

બાળકોમાં અને યુવાનોમાં આત્મહત્યાનું પ્રમાણ વધી રહ્યું છે. વિદ્યાર્થીજીવનમાં આવતી સમસ્યાઓ સામે કે પછી અન્ય કોઈ સમસ્યા કે માનસિક સ્થિતિથી પીડાતું બાળક-યુવાન આત્મહત્યા કરે તે કોઈપણ દેશ અને તેની વ્યવસ્થા માટે ચિંતાનો વિષય હોવાનો જ. આ વાતની ગંભીરતા સમજી કેન્દ્રીય શિક્ષણ મંત્રાલયે એક માર્ગદર્શિકા બહાર પાડી છે, જેનું સૂત્ર છે એવરી ચાઈલ્ડ મેટર્સ.

શિક્ષણ મંત્રાલયે જાહેર કરાયેલી ગાઈડલાઈન અંતર્ગત સ્કુલોમાં વેલનેસ ટીમોને સેટઅપ કરવામાં આવશે તેમજ ઘણા નિયમોનું પણ પાલન કરવામાં આવશે. આ ગાઈડલાઈન્સનું ટાઈટલ ઉમ્મીદ (UMEED) રાખવામાં આવ્યું છે જેમાં દરેક અક્ષરનો અલગ-અલગ અર્થ છે. સ્કૂલોને કોઈપણ પરિસ્થિતિ પ્રત્યે સંવેદનશીલ રહેવા, સતર્ક રહેવા અને શક્ય તેટલી વહેલી તકે સમસ્યાનું નિરાકરણ લાવવા સૂચના આપવામાં આવી છે. આ ઉપરાંત વેલનેસ સેન્ટર પણ બનાવવામાં આવશે.
આ માર્ગદર્શિકાનું નામ ઉમ્મીદ રાખવામાં આવ્યું છે જેનો અર્થ છે…

U – Understand – સમજવું
M – Motivate – પ્રેરિત કરવું
M – Manage – હેન્ડલ કરવું
E – Empathise – સહાનુભૂતિ
E – Empower – સશક્તિકરણ
D – Develop – વિકાસ કરવો

આ અંતર્ગત સ્કૂલોને કહેવામાં આવ્યું છે કે જો કોઈ બાળકમાં વોર્નિંગના સંકેતો જોવા મળે તો તેઓ તેના પર તરત જ કાર્યવાહી કરે. જોખમના પરિબળોને જુઓ અને આપઘાત વિશે ફેલાયેલી અફવાઓને દૂર કરો. વિદ્યાર્થીઓની આ સમસ્યાને લગતા દરેક પ્રશ્નોના જવાબ આપો. આ ઉપરાંત ગાઈડલાઈનમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે આપઘાતને અટકાવવો એક સામૂહિક પગલું છે જે સ્કુલ, માતા-પિતા અને કોમ્યુનિટીએ સાથે મળીને ભરવાનું છે. આ અંતર્ગત બાળકોની લાગણીઓને સમજવી પડશે, તેમની ક્રિયાઓ અને વ્યવહારને નિરીક્ષણ કરીને અને કંઈક શંકાસ્પદ દેખાય તો તેના પર પગલાં લેવા જેવી બાબતો સામેલ છે.

આ માર્ગદર્શિકામાં કહેવામાં આવ્યું છે કે વિદ્યાર્થીઓમાં સ્ટ્રેસ કેમ થઈ રહ્યો છે તેની જણકારી મેળવો જેમકે તેઓ શૈક્ષણિક દબાણ હેઠળ તો નથી ને, તેઓને કુંટુબ, મિત્રો કે કોઈપણ દ્વારા દાદાગીરી કરતા નથી ને, તેમની નજીકના કોઈનું મૃત્યું તો થયું નથી ને, તેઓ સ્પાર્ધાત્મક પરીક્ષાઓમાં સારો દેખાવ કરવા માટે દબાણમાં તો નથી ને વગેરે જેવી બાબતોનો સમાવેશ થાય છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button