‘આ મશીન તમને યુવાન બનાવી દેશે’ આવું કહી ઠગોએ વૃદ્ધો પાસેથી ₹35 કરોડ પડાવ્યા, જાણો આ ફ્રોડ વિષે

કાનપુર: લોકોને જાળમાં ફસાવીને રૂપિયા પડાવવા માટે ઠગો અવનવા રસ્તાઓ શોધી કાઢતા હોય છે. એવામાં ઉત્તર પ્રદેશના કાનપુર (Kanpur)માં લોકો સાથે એક વિચિત્ર ફ્રોડનો ભોગ બન્યા હતાં. એક દંપતીએ કથિત રીતે કેટલાક વૃદ્ધોને ઈઝરાયેલ નિર્મિત મશીન વડે 25 વર્ષના બનાવી દેવાની લાલચ આપી હતી અને લગભગ 35 કરોડ રૂપિયા પડાવી લીધા હતાં.
| Also Read: તિરુપતિ પ્રસાદ વિવાદમાં સુપ્રીમનો આદેશ: ” SIT કરશે સ્વતંત્ર તપાસ: કરોડો લોકોની આસ્થાનો મુદ્દો”
એક મીડિયા અહેવાલ મુજબ રશ્મિ અને રાજીવ દુબે નામના દંપતીએ કાનપુરના કિડવાઈ નગરમાં ‘રિવાઈવલ વર્લ્ડ’ નામનું થેરાપી સેન્ટર ખોલ્યું હતું. બંને દાવો કરતા કે ઈઝરાયેલમાં નિર્મિત મશીનની અંદર “ઓક્સિજન થેરાપી” કરીને વૃદ્ધ લોકોને યુવાન બનાવી દેવામાં આવશે. દંપતીએ હાલ ફરાર છે
દંપતીએ ખાસ કરીને આ દાવા સાથે વૃદ્ધોને નિશાન બનાવ્યા. તેઓ વૃદ્ધોને કહેતા કે કાનપુરમાં પ્રદૂષણના અત્યંત ઊંચા સ્તરને કારણે તેઓ જલ્દી ઘરડા થઇ ગયા છે અને “ઓક્સિજન થેરાપી” તેમને તરત જ યુવાન બનાવી દેશે છે.
| Also Read: ઉત્તર પ્રદેશનામાં ભયાનક માર્ગ અકસ્માત, ટ્રકે ટ્રેક્ટર-ટ્રોલીને ટક્કર મારી, 10ના મોત
પોલીસના જણાવ્યા મુજબ, મશીનમાં એક સેશનની કિંમત ₹90,000 હતી. દંપતીએ એક સ્કીમ પણ બનાવી હતી, જ્યાં લોકો અન્ય લોકોને રીફર કરીને ડિસ્કાઉન્ટ મેળવી શકે છે.
ફરિયાદ નોંધાવનાર એક વ્યક્તિએ જણાવ્યું હતું કે થેરાપી માટે ઘણા લોકોને સાથે લાવ્યા હોય તો મફત સેશનની ઓફર કરવામાં આવી હતી.
અહેવાલ મુજબ વૃદ્ધો પાસેથી કુલ ₹35 કરોડની ઉચાપત કરવામાં આવી હતી, જેમાં અત્યાર સુધીમાં 25 કેસ નોંધાયા છે, પોલીસના જણાવ્યા અનુસાર, વધુ ફરિયાદો સામે આવી તેવી શક્યતા છે.
| Also Read: મોદી સરકારનો મોટો નિર્ણય: મરાઠી, બંગાળી સહિત 5 ભાષાને શાસ્ત્રીય ભાષા તરીકે આપી માન્યતા
પોલીસ અન્ય રાજીવ અને રશ્મિને શોધવા અને પકડવા તપાસ કરી રહી છે, જો બંને દેશ છોડીને ભાગી જવાનો પ્રયાસ કરે તો એરપોર્ટ ઓથોરીટીને એલર્ટ કરી દેવામાં આવી છે.