આમચી મુંબઈમહારાષ્ટ્ર

મિત્રોની સામે યુવતી પર ગેંગ રેપ, મોડી રાત્રે નિર્જન રસ્તા પર હેવાનિયત

મુંબઈઃ મહિલાઓની સુરક્ષાને લઈને રાજ્ય સરકારો દ્વારા અનેક દાવા કરવામાં આવે છે. આમ છતાં દરરોજ મહિલાઓની છેડતીના સમાચારો પ્રકાશમાં આવતા રહે છે. હવે મહારાષ્ટ્રના પુણેમાંથી માનવતાને શર્મસાર કરતા સમાચાર આવ્યા છે. પુણેમાં ત્રણ લોકોએ 21 વર્ષની યુવતી પર ગેંગરેપ કર્યો હતો. આ દરમિયાન યુવતીના મિત્રએ વિરોધ કર્યો તો આરોપીઓએ તેને પણ માર માર્યો હતો. હાલ પોલીસે યુવતીની ફરિયાદના આધારે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

મળતી માહિતી મુજબ યુવતી તેના એક મિત્રને મળવા ગઈ હતી. દરમિયાન મોડી રાત્રે એક નિર્જન સ્થળે ત્રણ છોકરાઓએ તેને પકડી લીધી હતી. આ પછી આરોપીએ યુવતીની છેડતી કરવાનું શરૂ કર્યું હતું. આ દરમિયાન ત્યાં હાજર યુવતીના મિત્રએ તેનો વિરોધ કરતાં ત્રણેય મળીને તેને માર માર્યો હતો અને યુવતી પર સામૂહિક બળાત્કાર કર્યો હતો અને બાદમાં ભાગી ગયા હતા. હાલમાં યુવતીને હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે.

આ ઘટના અંગે પોલીસે જણાવ્યું હતું કે યુવતી મોડી રાત્રે બોપદેવ ઘાટ વિસ્તારમાં તેના મિત્ર સાથે ફરવા ગઈ હતી. જ્યાં રાત્રે 11 વાગ્યાની આસપાસ તેના પર ગેંગરેપ કરવામાં આવ્યો હતો. આ ઘટનાની જાણ પોલીસને સવારે 5 વાગ્યાની આસપાસ કરવામાં આવી હતી. આરોપીની શોધ ચાલુ છે. આરોપીઓની ધરપકડ કરવા માટે ક્રાઈમ બ્રાન્ચ અને ડીબીની 10 ટીમો તૈનાત કરવામાં આવી છે. પોલીસે હોસ્પિટલ પહોંચી પીડિતાનું નિવેદન નોંધ્યું છે.

સામૂહિક બળાત્કાર કરનાર આરોપીઓની ઓળખ હજુ સુધી જાહેર કરવામાં આવી નથી. પોલીસ પીડિતાના મિત્રની પણ પૂછપરછ કરી રહી છે.

આ ઘટના બાદ વિપક્ષોને શિંદે સરકાર પ્રહારો કરવાનો મોકો મળી ગયો છે.

પુણે ગેંગરેપ પર NCPના સાંસદ સુપ્રિયા સુલેએ કહ્યું હતું કે, પૂણેમાં આ શું ચાલી રહ્યું છે? બોપદેવ ઘાટમાં એક યુવતી પર સામૂહિક બળાત્કારની ઘટના સામે આવી છે. પુણે અને સમગ્ર રાજ્યમાં મહિલાઓ વિરુદ્ધ હિંસાની ઘટનાઓ સતત વધી રહી છે. આ ઘટનાઓને રોકવા માટે ગૃહ વિભાગ કંઈ જ કરતું હોય તેમ લાગતું નથી. કમનસીબે એમ લાગે છે કે મહારાષ્ટ્ર મહિલાઓ માટે સુરક્ષિત નથી. સરકારે આ ઘટનાના આરોપીઓની ધરપકડ કરી તેમની સામે કડક કાર્યવાહી કરવી જોઈએ.
શિવસેના (ઉદ્ધવ બાળાસાહેબ ઠાકરે)ના પ્રવક્તા આનંદ દુબેએ કહ્યું હતું કે પુણેથી સમાચાર આવી રહ્યા છે કે અમારી એક બહેન પર 3 ગુનેગારોએ સામૂહિક બળાત્કાર કર્યો. મહારાષ્ટ્ર રાજ્યમાં કાયદો અને વ્યવસ્થા ખોરવાઈ ગઈ છે. એક તરફ નવરાત્રીનું પાવન પર્વ ચાલી રહ્યું છે. બીજી તરફ, આવી ઘટનાઓ આપણને હલાવી દે છે. માત્ર લાડલી બહેન યોજના ચલાવવાનું પૂરતું નથી, તેમની સુરક્ષાનું પણ ધ્યાન રાખવું જરૂરી છે.

Show More

Related Articles

Back to top button
આ ભારતીય ક્રિકેટરો સંપૂર્ણ શાકાહારી છે એક દિવસમાં કેટલી રોટલી ખાવી જોઈએ, શું કહે છે નિષ્ણાતો? 48 કલાક બાદ સૂર્યગ્રહણ, આ રાશિના જાતકોનો શરૂ થશે ગોલ્ડન પીરિયડ વિશ્વયુદ્ધ થાય તો કયા દેશ હશે સુરક્ષિત