…. ત્યારે અજિત દાદાને પાંચ વર્ષ માટે મુખ્ય પ્રધાન બનાવીશું: ફડનવીસનું મોટું વિધાન
મુંબઇ: રાજ્યના મુખ્ય પ્રધાન પદે પ્રવર્તમાન નાયબ મુખ્ય પ્રધાન અજિત પવારને જલ્દી જ તક મળશે તેવી ચર્ચા રાજકીય વર્તુળોમાં થઇ રહી છે. શિવસેનાના વિધાનસભ્યોની અપાત્રતાની અરજી પર સુનવણી પૂરી થતાં જ રાજ્ય સરકાર ફરી બદલાશે એવી ભવિષ્ય વાણી ઘણાં પોલીટીકલ પંડિતો કરી રહ્યાં છે. તેથી અજિત પવાર મુખ્ય પ્રધાન બની શકે છે તેવી ચર્ચાઓ રાજકીય વર્તુળોમાં થઇ રહી છે. આ અંગે એક ઇન્ટર્વ્યુમાં ભાજપના વરિષ્ઠ નેતા અને નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસને પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો. જેના જવાબમાં અજિત પવારને અમે પાંચ વર્ષ માટે મુખ્ય પ્રધાન બનાવીશું એવું વિધાન ફડણવીસે કર્યું છે. જેને કારણે અનેક લોકો અવનવા તારણો કાઢી રહ્યાં છે.
રાજ્યના મુખ્ય પ્રધાન અમારી સાથે આવતાં પક્ષની તાકત વધી છે. એવું મત નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે વ્યક્ત કર્યું હતું. એક મીડિયા હાઉસ દ્વારા આયોજીત કાર્યક્રમમાં દેવેન્દ્ર ફડણવીસે આ વાત કરી હતી. શિવસેના (શિંદે જૂથ) સાથે અમારી કુદરતી યુતી છે. જ્યારે અજિત પવાર અમારા રાજકીય સાથીદાર છે. એકનાથ શિંદે અમારી સાથે આવતા પક્ષની તાકત વધી છે. ઉપરાંત અજિત પવારના સહકારને કારણે રાજકીય આંકડા શાસ્ત્ર સારું થયું છે. એવું ફડણવીસે કહ્યું હતું.
શિવસેનાના વિધાનસભ્યોની અપાત્રતા અંગે પણ ફડણવીસને પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો કે જો આ વિધાનસભ્યો અપાત્ર સાબતી થાય તો તે માટે તમે અજિત પવારને સાથે રાખ્યા છે કે? શું તમે તેમને આગામી છ મહિના મુખ્ય પ્રધાન બનાવશો? આવો પ્રશ્ન ફડણવીસને પૂછવામાં આવ્યો હતો. કારણ કે હું છ મહિનામાં પિરસ્થિતી બદલીને બતાવીશ. એમ અજિત પવારે કહ્યું હતું.
ત્યારે આ પ્રશ્નના જવાબમાં દેવેન્દ્ર ફડણવીસે કહ્યું કે, 6 મહિનામાં પરિસ્થિતી ક્યારેય બદલાતી નથી. તેથી જ્યારે બનાવવાના હશે ત્યારે અજિત દાદાને પાંચ વર્ષ માટે મુખ્ય પ્રધાન બનાવીશું. હાલમાં તો એકનાથ શિંદે મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન છે અને એ જ રહેશે એમ પણ ફડણવીસે કહ્યું હતું. લોકસભા અને વિધાનસભાની ચૂંટણી વખતે એકનાથ શિંદે જ મુખ્ય પ્રધાન હશે અને એમના નેતૃત્વમાં જ આગામી ચૂંટણી લડવામાં આવશે એમ પણ ફડણવીસે કહ્યું હતું.