આમચી મુંબઈમહારાષ્ટ્ર

‘લાડકી બહેન’ માટે પૂરતી નાણાકીય જોગવાઈ: અજિત પવાર

પુણે: મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન અજિત પવારે ગુરુવારે જણાવ્યું હતું કે મહિલાઓ માટે રાજ્ય સરકારની આર્થિક સહાય યોજના ‘લાડકી બહેન યોજના’ માટે પૂરતી નાણાકીય જોગવાઈ કરવામાં આવી છે.

પવાર વિપક્ષની એવી ટીકાનો જવાબ આપી રહ્યા હતા કે આ યોજના રાજ્યની તિજોરી પર નાણાકીય ભાર લાવી રહી છે.
‘મુખ્યમંત્રી માઝી લાડકી બહિણ યોજના’ એ એકનાથ શિંદેની આગેવાનીવાળી મહાયુતિ સરકારનો મુખ્ય કાર્યક્રમ છે, જેના હેઠળ પાત્ર મહિલાઓને દર મહિને રૂ. 1,500ની સહાય આપવામાં આવે છે.

‘હું રાજ્યનો નાણાપ્રધાન છું. હું પુષ્ટિ કરી શકું છું કે અમારી વાર્ષિક આવક આશરે રૂ. 42-43 લાખ કરોડ છે. અમે કેન્દ્ર દ્વારા રાજ્ય માટે રચાયેલ નાણાકીય માળખાને વળગી રહ્યા છીએ, અને અમે તે ગણતરીઓ વટાવી નથી. મેં 10 વર્ષ ફાઇનાન્સ પોર્ટફોલિયો સંભાળ્યો છે અને તે દરમિયાન અનેક બજેટ રજૂ કર્યા છે,’ એમ તેમણે પત્રકારો સાથે વાત કરતાં જણાવ્યું હતું.
પગાર, પેન્શન, લોનની ચુકવણીને બજેટમાં પ્રાથમિકતા આપવી પડશે અને બાકીના ભંડોળનો ઉપયોગ વિકાસ અને ગરીબોના ઉત્થાન માટે કરવામાં આવે છે, એમ તેમણે જણાવ્યું હતું.

લાડકી બહેન યોજના માટે ભંડોળ યોજનાની જરૂરિયાતો અનુસાર ફાળવવામાં આવી છે, એમ પવારે જણાવ્યું હતું.
આ યોજના માટે વાર્ષિક રૂ. 46,000 કરોડની ફાળવણી કરવામાં આવી છે. બજેટમાં (જુલાઈમાં) યોજનાની જાહેરાત થઈ ત્યાં સુધીમાં, ત્રણ (નાણાકીય) મહિના (એપ્રિલ, મે અને જૂન) પૂરા થઈ ચૂક્યા છે. હવે, બાકીના નવ મહિના માટે રૂ. 35,000 કરોડની જરૂર છે… જો એક વર્ષ માટે રૂ. 45,000 કરોડની જરૂર હોય, તો નવ મહિના માટે કેટલા ભંડોળની જરૂર પડશે? તે સંખ્યા રૂ. 35,000 કરોડ છે, એમ તેમણે કહ્યું હતું.

તેમણે કહ્યું કે જ્યારે તેઓ બહાર જાય છે અને મહિલા લાભાર્થીઓને પૂછે છે કે શું તેમને લાડકી બહેનનો હપ્તો મળ્યો છે, ત્યારે તેઓ હકારાત્મક જવાબ આપે છે.
માત્ર એક કે બે મહિલાઓ કહે છે કે તેમને હપ્તાની રકમ મળી નથી, પણ તેમના ફોર્મ મંજૂર થઈ ગયા હોવાનું પણ જણાવે છે. તેઓ જાણે છે કે તેમના હપ્તા ચોક્કસ આવશે. અમે યોજના માટે પૂરતી જોગવાઈઓ કરી છે, એમ તેમણે કહ્યું હતું.

Show More

Related Articles

Back to top button
આ ભારતીય ક્રિકેટરો સંપૂર્ણ શાકાહારી છે એક દિવસમાં કેટલી રોટલી ખાવી જોઈએ, શું કહે છે નિષ્ણાતો? 48 કલાક બાદ સૂર્યગ્રહણ, આ રાશિના જાતકોનો શરૂ થશે ગોલ્ડન પીરિયડ વિશ્વયુદ્ધ થાય તો કયા દેશ હશે સુરક્ષિત