નેશનલ

હિમાચલ, કર્ણાટક અને તેલંગણામાં કોંગી સરકારો નાણાકીય કટોકટીમાં: કિશન રેડ્ડી

હૈદરાબાદ: કર્ણાટક અને હિમાચલ પ્રદેશમાં કોંગ્રેસ સરકારો ગંભીર નાણાકીય સંકટમાં આવી પડી છે અને ચૂંટણી વચનો પૂરા કરવામાં સક્ષમ નથી, જ્યારે તેલંગણાની સરકાર પણ આવી જ સ્થિતિમાં આવી શકે છે, એમ કેન્દ્રીય પ્રધાન અને તેલંગણા ભાજપના વડા જી. કિશન રેડ્ડીએ ગુરુવારે દાવો કર્યો હતો.

અહીં એક પ્રેસ કોન્ફરન્સને સંબોધતા રેડ્ડીએ એવી ખાતરી આપી હતી કે ભાજપ એવા ગરીબ લોકોની પડખે ઊભો રહેશે, જેમના ઘરો કથિત રીતે સત્તાવાળાઓ દ્વારા ‘મુસી નદી બ્યુટિફિકેશન’ના નામે તોડી પાડવામાં આવી રહ્યા છે.

તેમણે વધુમાં દાવો કર્યો હતો કે મુખ્ય પ્રધાન રેવન્ત રેડ્ડીની આગેવાની હેઠળની સરકાર ‘આરઆર ટેક્સ’ના નામે વેપારી લોકો અને રિયલ એસ્ટેટ કંપનીઓ પાસેથી નાણાં પડાવી રહી છે.

આ પણ વાંચો : Jammu Kashmir: વડાપ્રધાન મોદી આજે ડોડામાં જનસભાને સંબોધિત કરશે, જડબેસલાક સુરક્ષા વ્યવસ્થા

ભાજપે ‘આરઆર ટેક્સ’ શબ્દને ‘રાહુલ ગાંધી, રેવંત રેડ્ડી ટેક્સ’ ગણાવ્યો છે.

‘કોંગ્રેસે હિમાચલ પ્રદેશમાં ઘણી ગેરંટી આપી છે. હવે સ્થિતિ એવી છે કે તે વિધાનસભ્યો અને સરકારી કર્મચારીઓને પણ પગાર ચૂકવી શકતી નથી. તે દયનીય સ્થિતિમાં છે,’ એમ તેમણે કહ્યું હતું.

‘હિમાચલ અને કર્ણાટકની સરકારો નાણાકીય કટોકટીનો સામનો કરી રહી છે. કર્ણાટકના મુખ્ય પ્રધાનને ભ્રષ્ટાચારના અનેક આરોપોનો સામનો કરવો પડી રહ્યો છે. તેલંગણાને પણ આ જ પરિસ્થિતિનો સામનો કરવો પડે તેવી શક્યતા છે, એમ કેન્દ્રીય કોલસા પ્રધાને દાવો કર્યો હતો.

હૈદરાબાદ ડિઝાસ્ટર રિસ્પોન્સ એન્ડ એસેટ પ્રોટેક્શન એજન્સી (હાઈડ્રા) દ્વારા હાથ ધરવામાં આવેલી ડિમોલિશન ઝુંબેશ બાબતે રેડ્ડીએ કહ્યું હતું કે તળાવોમાં અને તેની આસપાસના સમૃદ્ધ અને વગદાર લોકો દ્વારા બાંધવામાં આવેલા ફાર્મહાઉસ અને બંગલાઓને તોડી પાડવાની હિંમત દેખાડવી જોઈએ.

ભાજપ ગરીબ લોકોના ઘરની સુરક્ષા માટે કોઈપણ હદ સુધી જશે, એમતેમણે કહ્યું હતું.

તેલંગણાના પ્રધાન કોંડા સુરેખાની ટિપ્પણીઓ પર પ્રતિક્રિયા આપતા કે બીઆરએસ નેતા કે ટી રામારાવ અભિનેતા સામંથા અને નાગા ચૈતન્યના છૂટાછેડાનું કારણ છે, રેડ્ડીએ કહ્યું કે નેતાઓ આવી ટિપ્પણી કરે છે તે દુર્ભાગ્યપૂર્ણ છે.

તેમણે સૂચન કર્યું કે મીડિયાએ તેમને બ્લેકલિસ્ટ કરવા જોઈએ અને આવી ટિપ્પણી કરનારા બધા જ નેતાઓનો બહિષ્કાર કરવો જોઈએ. (પીટીઆઈ)

Show More

Related Articles

Back to top button
આ ભારતીય ક્રિકેટરો સંપૂર્ણ શાકાહારી છે એક દિવસમાં કેટલી રોટલી ખાવી જોઈએ, શું કહે છે નિષ્ણાતો? 48 કલાક બાદ સૂર્યગ્રહણ, આ રાશિના જાતકોનો શરૂ થશે ગોલ્ડન પીરિયડ વિશ્વયુદ્ધ થાય તો કયા દેશ હશે સુરક્ષિત