આમચી મુંબઈ

બદલાપુર કેસ: અક્ષય શિંદે કસ્ટોડિયલ ડેથ રિપોર્ટ 18 નવેમ્બર સુધી આપવાનો આદેશ

મુંબઈ: બદલાપુર કેસનો આરોપી અક્ષય શિંદેનું ગોળીબાર દરમિયાન થયેલા મૃત્યુની તપાસનો રિપોર્ટ ૧૮મી નવેમ્બર સુધી રજૂ કરવાનો નિર્દેશ બૉમ્બે હાઇ કોર્ટે આજે મેજિસ્ટ્રેટને કર્યો હતો. આ સિવાય કેસના તમામ પુરાવાઓ ભેગા કરી તેને ફોરેન્સિક નિષ્ણાતો દ્વારા ચકાસવાનો આદેશ પણ કોર્ટે કર્યો હતો. કાયદા પ્રમાણે કોઇ પણ આરોપીનું પોલીસ કસ્ટડી દરમિયાન મૃત્યુ થાય તો તેની તપાસ મેજિસ્ટ્રેટ દ્વારા કરવામાં આવે છે.

આરોપી શિંદેનું પોલીસ ગોળીબારમાં મૃત્યુ થયું હતું એ ઘટનાના મજબૂત ફોરેન્સિક પુરાવા રજૂ કરવાનો આદેશ હાઇ કોર્ટે પોલીસને આપ્યો હતો. આ કેસ સંબંધિત તમામ દસ્તાવેજો મેજિસ્ટ્રેટને મોકલવા તથા મેજિસ્ટ્રેટને બન્ને પક્ષને સાંભળી યોગ્ય તે તપાસ કરવાનું પણ હાઇ કોર્ટે કહ્યું હતું. ‘મેજિસ્ટ્રેટ દ્વારા ઝડપી તપાસ થવી જોઇએ અને તેનો રિપોર્ટ ૧૮મી નવેમ્બર સુધી રજૂ કરવાનો રહેશે’, એમ કોર્ટે કહ્યું હતું.

આરોપીના પિતાએ આ કેસની તપાસ પર નજર રાખવાની માગણી સાથે કરેલી અરજી પરની સુનાવણી દરમિયાન કોર્ટે ઉક્ત નિર્દેશો આપ્યા હતા. આ કેસની તપાસ ક્રિમિનલ ઇન્વેસ્ટિગેશન ડિપાર્ટમેન્ટ (સીઆઇડી) દ્વારા કરવામાં આવી રહી છે.

આ પણ વાંચો : બદલાપુર કેસ: સ્કૂલના ટ્રસ્ટીઓના હાઇ કોર્ટે જામીન નકાર્યા

સ્કૂલના ટ્રસ્ટીઓને જામીન બાદ ધરપકડ
બદલાપુરની સ્કૂલના બે ટ્રસ્ટીઓ ઉદય કોટવાલ અને તુષાર આપ્ટેની ૪૪ દિવસ બાદ ધરપકડ કરાઇ હતી. ગુરુવારે તેમને કોર્ટમાં રજૂ કરવામાં આવતા એક કેસમાં તેમને જામીન આપવામાં આવ્યા હતા જ્યારે અન્ય કેસમાં પોલીસે તેમની ધરપકડ કરી હતી.

હાઇ કોર્ટે આરોપીઓને ૧૪ દિવસની જ્યુડિશિયલ કસ્ટડી ફટકારી હતી તેના વિરોધમાં તેમને જામીનની અરજી કરી હતી. કોર્ટે એક પ્રકરણમાં તેમને જામીન તો અન્ય પ્રકરણમાં તેમની ધરપકડ કરવાની પરવાનગી આપી હતી.

સરકારી વકીલે જણાવ્યું હતું કે બદલાપુર કેસમાં સ્કૂલના ટ્રસ્ટીઓ સામે બે એફઆઇઆર નોંધવામાં આવ્યા હતા. એક કેસમાં જામીન આપવામાં આવ્યા હતા જ્યારે બીજા કેસમાં તેમની ધરપકડ કરવામાં આવી હતી. હવે શુક્રવારે બીજા કેસમાં તેમના જામીનની અરજીની સુનાવણી થશે.

Show More

Related Articles

Back to top button
આ ભારતીય ક્રિકેટરો સંપૂર્ણ શાકાહારી છે એક દિવસમાં કેટલી રોટલી ખાવી જોઈએ, શું કહે છે નિષ્ણાતો? 48 કલાક બાદ સૂર્યગ્રહણ, આ રાશિના જાતકોનો શરૂ થશે ગોલ્ડન પીરિયડ વિશ્વયુદ્ધ થાય તો કયા દેશ હશે સુરક્ષિત