27 વર્ષનું સક્સેસફૂલ કરિયર છોડીને આજે આવું જીવન જીવી રહી છે આ ફેમસ એક્ટ્રેસ….
ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં અનેક એવા એક્ટર-એક્ટ્રેસ એવા છે કે જેઓ એક સમયે તેમના કરિયરમાં પિક પર હતા અને પછી અચાનક આ ચમક ધમકની દુનિયા છોડીને સંન્યાસ અને અધ્યાત્મની રાહ પર ચાલી નીકળ્યા કે પછી ગુમનામીમાં સરી પડ્ય. આજે અમે અહીં તમને એક એવી જ એક્ટ્રેસ વિશે જણાવવા જઈ રહ્યા છીએ કે જેણે ટીવી ઈન્ડસ્ટ્રીમાં 27 વર્ષ સુધી કામ કર્યું. ખૂબ જ ઓછા સમયે આ એક્ટ્રેસે નિભાવેલા કેરેક્ટર ઘર-ઘરમાં લોકોના મોઢે રમતાં થઈ ગયા. પરંતુ અચાનક જીવવનમાં એવો ટર્નિંગ પોઈન્ટ આવ્યો કે એક્ટ્રેસે એક્ટિંગ છોડીને ધર્મના રસ્તે નીકળી પડી અને આજે એવું જીવન જીવી રહી છે કે તેને લોકોના ઘરે ભિક્ષા માંગવા જવું પડે છે.
આ એક્ટ્રેસનું નામ છે નુપૂર અલંકાર. નુપૂરે ટીવી ઈન્ડસ્ટ્રીમાં 27 વર્ષ કામ કર્યું અને આ દરમિયાન તેણે આશરે 157 જેટલા શોમાં કામ કર્યું. પોતાના નિભાવેલા દરેક કેરેક્ટરથી તેણે દર્શકોના દિલ પર રાજ કર્યું. નુપૂર મૂળ જયપુરની રહેવાસી છે. કલ્ચરલ એક્ટિવિટી સિવાય નુપૂર ડાન્સ અને એક્ટિંગમાં એક્સપર્ટ હતી. ગ્રેજ્યુએશન પૂરુ કરીને નુપૂરે એક્ટિંગની દુનિયામાં પગ મૂક્યો અને તેણે શક્તિમાન, ઘર કી લક્ષ્મી બેટીયાં, દિયા ઔર બાતી, રાજાજી, સાંવરિયા, યે પ્યાર ના હોગા કમ, સ્વરાગિની, જોડે રિશ્તો કા સૂર જેવી અનેક સિરીયલ્સનો સમાવેશ થાય છે.
એક્ટિંગના સુપરહિટ કરિયર બાદ આખરે બે વર્ષ પહેલાં એટલે કે 2022માં નુપૂરે એક ચોંકાવનારો નિર્ણય લીધો. નુપૂરે અચાનક જ સંન્યાસ લેવાનો નિર્ણય લીધો અને તે અધ્યાત્મના રસ્તે ચાલી નીકળી અને હાલમાં જ તેનો એક વીડિયો જોઈને લોકો ચોંકી ઉઠ્યા હતા. આ વીડિયોમાં નુપૂર વ્રજમાં લોકોના ઘરે ભિક્ષા માંગતી જોવા મળે છે. સોશિયલ મીડિયા પર જોવા મળેલા ફોટો અને વીડિયો જોઈને ફેન્સ ચોંકી ઉઠ્યા હતા. તેમની મનગમતી એક્ટ્રેસે સાધ્વીના વસ્ત્રો ધારણ કર્યા હતા અને કપાળ પર ચંદનનું તિલક લગાવ્યું હતું.
અત્રે ઉલ્લેખનીય છે કે નુપૂરે જ્યારે આ નિર્ણય લીધો ત્યારે તે પરિણીત હતી. પરંતુ તેના પતિ અને પરિવારે નુપૂરના આ નિર્ણયમાં તેને ટેકો આપ્યો અને છૂટાછેડાનો કાનૂની રસ્તો પણ અપનાવ્યો નહીં. નૂપુર પણ સોશિયલ મીડિયા પર સન્યાસી લૂકના ફોટા શેર કરતી રહે છે.