નેશનલ

500 કરોડના કૌભાંડનો પર્દાફાશઃ દિલ્હી પોલીસે એલ્વિશ યાદવ, ભારતી સિંહ સહિત પાંચને પાઠવ્યા સમન્સ

નવી દિલ્હીઃ દિલ્હી પોલીસે 500 કરોડ રુપિયાના કૌભાંડની એપ્લિકેશન આધારિત કૌભાંડમાં યુ-ટ્યુબર એલ્વિશ યાદવ અને કોમેડિયન ભારતી સિંહ સહિત અન્ય ત્રણ જણને પોલીસે સમન્સ પાઠવ્યા છે. પોલીસને 500થી વધુ ફરિયાદ મળી છે, જેમાં સોશિયલ મીડિયા ઈન્ફ્લુઅન્સર્સ અને યુટ્યુબર્સે પોતાના પેજ પર હાઈબોક્સ મોબાઈલ એપ્લિકેશનનો પ્રચાર કર્યો અને લોકોને એપ્લિકેશન મારફત રોકાણ કરવા માટે લલચાવ્યા હતા.

દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલના આઈએફએસ યુનિટે એક ગેંગનો પર્દાફાશ કર્યો છે જે હાઈબોક્સ એપ્લિકેશન દ્વારા ગેરેન્ટેડ વળતર આપવાની બાંયધરી આપી રોકાણકારોને છેતરતી હતી. આઈએફએસ ટીમ દ્વારા આ હાઈબોક્સ કૌભાંડ સંબંધિત બે કેસની તપાસ કરવામાં આવી રહી છે. હાઈબોક્સ એપ્લિકેશન કેસમાં પોલીસને અત્યાર સુધીમાં ૧૫૧ ફરિયાદ મળી હતી. જેના પર પોલીસે કાર્યવાહી હાથ ધરી છે. પોલીસે આ કેસમાં મુખ્ય આરોપીની ધરપકડ કરી છે અને તેના ૪ બેંક ખાતા જપ્ત કર્યા છે, આ ખાતાઓમાં ૧૮ કરોડ રૂપિયા જમા હતા.

આ પણ વાંચો : ઇડીની એલ્વિશ યાદવ અને ફાઝિલપુરિયા સામે મોટી કાર્યવાહીઃ સંપત્તિ જપ્ત

દિલ્હી પોલીસના જણાવ્યા અનુસાર ધરપકડ કરાયેલા આરોપી પર હાઈબોક્સ મોબાઇલ એપ્લિકેશન દ્વારા ૩૦,૦૦૦થી વધુ લોકોને છેતરવાનો આરોપ છે. પકડાયેલ આરોપી આ મોબાઈલ એપ દ્વારા રોકાણકારોને દરરોજ એકથી પાંચ ટકા વ્યાજની લાલચ આપીને ફસાવતો હતો.

હાઈબોક્સ એપ દ્વારા છેતરપિંડી આચરવામાં આવી
વાસ્તવમાં, ૧૬ ઓગસ્ટના રોજ, ૨૯ અલગ-અલગ પીડિતોએ દિલ્હી પોલીસના આઇએફએસઓ યુનિટને ફરિયાદ કરી હતી, જેમાં તેઓએ આરોપ લગાવ્યો હતો કે હાઈબોક્સ એપ દ્વારા દરરોજ ૧ ટકાથી ૫ ટકા અને ૩૦ ટકાથી ૯૦ ટકા માસિક રિટર્ન આપવાનું વચન આપીને તેમની સાથે છેતરપિંડી કરવામાં આવી છે. જે બાદ દિલ્હી પોલીસે તેની તપાસ શરૂ કરી હતી.
હર્ષ લિંબાચિયા, લક્ષ્ય ચૌધરી, અમિત, દિલરાજ સિંહનો સમાવેશ

તપાસ દરમિયાન, પોલીસને જાણવા મળ્યું કે આરોપી લોકોને આકર્ષવા માટે ઘણી સેલિબ્રિટીઝ પાસે એપની જાહેરાત કરાવતો હતો, તેમાં સૌરવ જોશી, અભિષેક મલ્હાન ઉર્ફે ફુકરા ઇન્સાન, પુરવ ઝા, એલ્વિશ યાદવ, રિયા ચક્રવર્તી, ભારતી સિંહ (કોમેડિયન), હર્ષ લિમ્બાચિયા (ભારતી સિંહના પતિ), લક્ષ્ય ચૌધરી, આદર્શ સિંહ, અમિત ઉર્ફે ક્રેઝી એક્સવાયઝેડ અને દિલરાજ સિંહ રાવત ઉર્ફ હેકરનો સમાવેશ થાય છે.

આ પણ વાંચો : એલ્વિશ યાદવની મુસીબત વધી, EDએ મોકલ્યું નવું સમન્સ

ઓગસ્ટ મહિનામાં 488 ફરિયાદ કરવામાં આવી
દિલ્હી પોલીસે આ વર્ષે ઓગસ્ટ મહિનામાં આ મામલામાં એફઆઈઆર નોંધી હતી જેમાં ૯ પીડિતોની ફરિયાદો ઉમેરવામાં આવી હતી, ત્યાર બાદ દિલ્હીના ઉત્તર પૂર્વ જિલ્લાની ૩૦, શાહદરા જિલ્લાની ૨૪ ફરિયાદો પણ પાછળથી ઉમેરવામાં આવી હતી. એટલું જ નહીં, એનસીઆરબી પોર્ટલ પર પાછળથી આવી જ છેતરપિંડીની લગભગ ૪૮૮ ફરિયાદો પણ ઉમેરવામાં આવી હતી.

સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્ડસરની ભૂમિકા શંકાસ્પદ
મામલાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને અને સોશિયલ મીડિયા ઇન્ફ્લ્યુએન્સરોની ભૂમિકાને ધ્યાનમાં રાખીને દિલ્હી પોલીસના આઇએફએસઓ યુનિટે આ સમગ્ર મામલાની તપાસ કરવા માટે એક વિશેષ ટીમની રચના કરી હતી અને તે ટીમે આ છેતરપિંડીના કેસમાં સામેલ ગેટવે અને બેંક ખાતાઓની માહિતી એકત્રિત કરી હતી. તપાસ દરમિયાન, દિલ્હી પોલીસને જાણવા મળ્યું હતું કે ઇઝીબઝ અને ફોન પે પેમેન્ટ ગેટવે નો ઉપયોગ કરીને છેતરપિંડીની રકમ અલગ-અલગ ખાતાઓમાં ટ્રાન્સફર કરવામાં આવી હતી. તપાસ દરમિયાન ૪ અલગ-અલગ બેંક ખાતાની વિગતો સામે આવી હતી. આ ખાતાઓનો ઉપયોગ છેતરપિંડીથી થયેલી રકમ ઉપાડવા કર્યો હતો અને આ પછી પોલીસે આ કેસમાં આરોપી જે. શિવરામની ધરપકડ કરી હતી.

દિલ્હી પોલીસના આઇએફએસઓ યુનિટે હમણાં આ તમામ સોશિયલ મીડિયા ઇન્ફ્લ્યુએન્સરો અને યુટ્યુબર્સને નોટિસ પાઠવી છે અને સમગ્ર મામલાની તપાસ કરવા માટે પૂછપરછ માટે બોલાવ્યા છે.

Show More

Related Articles

Back to top button
આ ભારતીય ક્રિકેટરો સંપૂર્ણ શાકાહારી છે એક દિવસમાં કેટલી રોટલી ખાવી જોઈએ, શું કહે છે નિષ્ણાતો? 48 કલાક બાદ સૂર્યગ્રહણ, આ રાશિના જાતકોનો શરૂ થશે ગોલ્ડન પીરિયડ વિશ્વયુદ્ધ થાય તો કયા દેશ હશે સુરક્ષિત