નેશનલ

રાજકારણની પીચ પર વિરેન્દ્ર સેહવાગની એન્ટ્રી, જાણો કોને માટે કરશે પ્રચાર

હરિયાણાની 90 વિધાનસભા બેઠક માટે, આગામી 5 ઓક્ટોબરે મતદાન થવાનું છે. આ માટે હરિયાણા રાજ્યમાં ચૂંટણી પ્રચાર આખરી તબક્કામાં પૂરજોશમાં ચાલી રહ્યો છે. એવામાં જાણવા મળ્યું છે કે ભારતના પૂર્વ વિસ્ફોટક ઓપનર ક્રિકેટર વિરેન્દ્ર સેહવાગે પણ હરિયાણાના રાજકીય જંગમાં એન્ટ્રી મારી છે. વિરેન્દ્ર સેહવાગ ચૂંટણી મેદાનમાં ઊતરી આવ્યા છે. હરિયાણા વિધાનસભા ચૂંટણીમાં વીરેન્દ્ર સેહવાગે કોંગ્રેસના ઉમેદવાર અનિરુદ્ધ ચૌધરીને સમર્થન આપ્યું હતુ અને તેઓ કૉંગ્રેસના ઉમેદવાર અનિરુદ્ધ ચૌધરી માટે પ્રચાર પણ કર્યો હતો. નિરુદ્ધ ચૌધરી બીસીસીઆઈના ખજાનચી રહી ચૂક્યા છે અને 2011માં ઈંગ્લેન્ડ પ્રવાસ માટે ભારતીય ટીમના મેનેજર પણ રહી ચૂક્યા છે.

આ પણ વાંચો: ચૂંટણી પહેલા હરિયાણામાં ભાજપને મોટો ફટકો, અશોક તંવરે ઝાલ્યો કૉંગ્રેસનો હાથ

હરિયાણામાં પાંચમી ઑક્ટોબરે મતદાન છે. આજે સાંજે ચૂંટણી પ્રચાર બંધ થઇ જશે. કોઇ પણ ઉમેદવાર કોઇ કસર છોડવા માગતો નથી. એવામાં કૉંગ્રેસના ઉમેદવાર અનિરુદ્ધ ચૌધરીને વિરેન્દ્ર સેહવાગનું સમર્થન મળી જતા તેઓ ઘણા ખુશ છે. સેહવાગ બુધવારે હરિયાણાના તોશામ પહોંચ્યા હતા અને તમણે અનિરુદ્ધ ચૌધરી માટે મત માગ્યા હતા.

સેહવાગે અનિરુદ્ધ ચૌધરીને મોટો ભાઈ ગણાવ્યા હતા અને જણાવ્યું હતું કે જ્યારે મોટો ભાઇ કોઇ કામ કરે ત્યારે બધાએ સાથે આવીને તેમની મદદ કરવી જ પડે. અનિરુદ્ધ ચૌધરી જનતાને આપેલા વાયદા ચોક્કસપણે પૂરા કરશે એની મને ખાતરી છે, કારણ કે તેમને વહીવટનો અનુભવ છે.

આ પણ વાંચો: હરિયાણામાં પ્રિયંકા ગાંધીએ એવું શું કહ્યું કે,દીપેન્દ્ર હુડ્ડા થઈ ગયા પાણી-પાણી..

તોશામ સીટ પર રસપ્રદ મુકાબલો છે. અહીં પૂર્વ મુખ્ય પ્રધાન બંસીલાલની પૌત્રી શ્રુતિ ચૌધરી અને પૌત્ર અનિરુદ્ધ ચૌધરી વચ્ચે મુકાબલો છે. શ્રુતિ ભાજપમાં છે. શ્રુતિ અનિરુદ્ધ ચૌધરીની પિતરાઇ બહેન છે અને કિરણ ચૌધરીની પુત્રી છે. અનિરુદ્ધ ચૌધરી બીસીસીઆઇના પૂર્વ પ્રમુખ રણવીર સિંહ મહેન્દ્રનો દીકરો છે. શ્રુતિને 2024ની લોકસભાની ચૂંટણીમાં ટિકિટ નહી મળી તો તે તેની માતા કિરણ ચૌધરી સાથે ભાજપમાં જોડાઇ ગઇ હતી. કિરણ ચૌધરી રાજ્યસભાના સાંસદ છે. ભાજપ માટે તોશામ સીટ ઘણી મહત્વપૂર્ણ છે. ભાજપ હજી સુધી આ સીટ જીતી શકી નથી, તેથી તેણે આ સીટ જીતવા એડી ચોટીનું જોર લગાવ્યું છે. એવામાં અનિરુદ્ધ ચૌધરીને સેહવાગનો સાથ મળતા ભાજપ માટે કપરાં ચઢાણ છે.

Show More

Related Articles

Back to top button
આ ભારતીય ક્રિકેટરો સંપૂર્ણ શાકાહારી છે એક દિવસમાં કેટલી રોટલી ખાવી જોઈએ, શું કહે છે નિષ્ણાતો? 48 કલાક બાદ સૂર્યગ્રહણ, આ રાશિના જાતકોનો શરૂ થશે ગોલ્ડન પીરિયડ વિશ્વયુદ્ધ થાય તો કયા દેશ હશે સુરક્ષિત