નેશનલશેર બજાર

ઝુકેગા નહીંઃ શેરબજારમાં ‘સુનામી’, પણ આટલા શેરોમાં ધૂમ તેજી, અપર સર્કિટ

મુંબઈઃ ભારતીય સ્ટોકમાર્કેટમાં જોરદાર ધોવાણ થયું છે. ટ્રેડિંગ સેશન દરમિયાન સેન્સેક્સમાં 1,800 પોઈન્ટ અને નિફ્ટીમાં 550 પોઈન્ટનો કડકો બોલાઈ ગયો હતો. ટ્રેડિંગ સત્ર દરમિયાન હેવી જાયન્ટ સ્ટોકમાં પણ કડાકો નોંધાયો હતો, પરંતુ માર્કેટમાં અમુક સ્ટોકમાં જોરદાર લેવાલી રહી હતી. મુંબઈ સ્ટોક એક્સચેન્જ (બીએસઈ)ના ઈન્ડેક્સમાં જોરદાર કડાકો નોંધાયો હતો.

સૌથી વધુ એશિયન પેઈન્ટસ, લાર્સન એન્ડ ટુર્બો, મારુતિ, બજાજ ફાઈનાન્સ, બજાર ફિન સર્વ, રિલાયન્સ, એક્સિસ બેંક સહિત ટાટા મોટર્સના શેરમાં ધોવાણ રહ્યું હતું. નેશનલ સ્ટોક એક્સચેન્જના નિફ્ટી ઈન્ડેક્સ બે ટકાથી વધુ પટકાયો હતો. માર્કેટમાં મોટા ભાગના ઈન્ડેક્સમાં તોતિંગ કડાકો બોલાયા પછી પણ અમુક શેરે મચક આપી નહોતી, જેમાં રિલાયન્સ પાવર, ધ ગ્રોબ ટી, એશિયન હોટેલ્સ, રવિન્દ્ર એનર્જી વગેરે સ્ટોકમાં જોરદાર લેવાલી સાથે અપર સર્કિટ જોવા મળી હતી.

આ પણ વાંચો : યુદ્ધની અગનઝાળ શેરબજારને દઝાડશે, સેબીનો સપાટો પડતા પર પાટું મારશે!

ઘટાડા પછી પણ અપર સર્કિટમાં રહ્યા શેર
રિલાયન્સ પાવરના શેરમાં પાંચ ટકાની આજે અપર સર્કિટ લાગી છે, જ્યારે શેરનો ભાવ વધીને 54.65 રુપિયાનો ભાવ બોલાયો હતો. 4.99 ટકા વધારો નોંધાયો હતો. ધ ગ્રોબ ટીના શેરના ભાવ 20 ટકાની અપર સર્કિટ શેરનો ભાવ 1,273 રુપિયાના મથાળે રહ્યો હતો. એની સાથે એશિયન હોટેલ્સ (પાંચ ટકાની સર્કિટ સાથે 217 રુપિયા), રવિન્દ્ર એનર્જી (પાંચ ટકા સર્કિટ વધી 138 રુપિયા) સુરાના સોલાર (પાંચ ટકાની અપર સર્કિટ સાથે 65 રુપિયાનો ભાવ બોલાયો હતો), સેજલ ગ્લાસ (પાંચ ટકા સર્કિટ) અને યુરોટેક્સ (પાંચ ટકા સર્કિટ સાથે 17.98નો ભાવ હતો)માં જોરદાર તેજી જોવા મળી હતી. આ ઉપરાંત, ટેલરમેડ રેને (10 ટકા સર્કિટ સાથે 447.55 રુપિયા), સદ્ભાવ એન્જિનિયરિંગ (પાંચ ટકા સર્કિટ સાથે 36.6 રુપિયા) વગેરે શેરમાં તેજી રહી હતી.

માર્કેટ કેમ તૂટ્યું, કયા પરિબળો જવાબદાર?
માર્કેટની પીછેહઠ માટે એક કરતા અનેક કારણો જવાબદાર છે, જેમાં ઈરાન-ઈઝરાયલની વચ્ચે વધતા તણાવ, ક્રૂડ ઓઈલના ભાવની ઊંચી કિંમત, માર્કેટ નિયાકમ સેબી દ્વારા ફ્યુચર એન્ડ ઓપ્શન માટે નવા નિયમો લાવવાની સાથે વિદેશી રોકાણકારો માટે વેચવાલી અને વિદેશી રોકાણકારોના ચીની માર્કેટ તરફી ઝૂકાવનું પરિબળનો પણ સમાવેશ થાય છે. વિદેશી પરિબળોમાં જેફરીઝના ક્રિસ વુડે ભારતમાં પોતાનું વેટેજ એક ટકા ઘટાડ્યું છે, જ્યારે ચીન પર પોતાનું બે ટકાનું વેઈટેજ વધાર્યું છે.

Show More

Related Articles

Back to top button
આ ભારતીય ક્રિકેટરો સંપૂર્ણ શાકાહારી છે એક દિવસમાં કેટલી રોટલી ખાવી જોઈએ, શું કહે છે નિષ્ણાતો? 48 કલાક બાદ સૂર્યગ્રહણ, આ રાશિના જાતકોનો શરૂ થશે ગોલ્ડન પીરિયડ વિશ્વયુદ્ધ થાય તો કયા દેશ હશે સુરક્ષિત