ગાંધી જયંતીની રજા ફળી દેવરાને, ધાર્યા કરતા સારો બિઝનેસ કર્યો
જૂનિયર એનટીઆરને ચમકાવતી દેવરા ફિલ્મને ધારી સફળતા મળી નથી. સાઉથના રાજ્યોને બાદ કરતા ફિલ્મ ધીમી પડી ગઈ છે, પરંતુ ગઈકાલે ગાંધી જયંતીની રજાનો લાભ ફિલ્મને મળ્યો.
બુધવારે ગાંધી જયંતિની રજા હોવાને કારણે દેવરાને સોમવાર-મંગળવાર કરતાં વધુ દર્શકો મળ્યા. તેનો ફાયદો ફિલ્મના કલેક્શન પર જોવા મળ્યો અને દેવરાને રૂ. 20 કરોડથી વધુના કલેક્શન સાથે બીજો દિવસ મળ્યો.
જુનિયર એનટીઆરની ફિલ્મ દેવરા પ્રથમ સપ્તાહના અંતે મજબૂત શરૂઆત પછી, કામકાજના દિવસો દરમિયાન બોક્સ ઓફિસ પર ધીમી પડી. સોમવાર અને મંગળવારે ફિલ્મના કલેક્શનમાં ભારે ઘટાડો થયો હતો, પરંતુ હવે બુધવારે ફરી એકવાર દેવરાની કમાણીમાં જોરદાર ઉછાળો આવ્યો છે.
દેવરાએ મંગળવારે ભારતીય બોક્સ ઓફિસ પર 14 કરોડ રૂપિયાનું કલેક્શન કર્યું હતું. બુધવારના ટ્રેડ રિપોર્ટ્સ દર્શાવે છે કે ફિલ્મે છઠ્ઠા દિવસે બોક્સ ઓફિસ પર લગભગ 50%નો ઉછાળો નોંધાવ્યો છે. અનુમાન મુજબ બુધવારે ફિલ્મે લગભગ 21 કરોડ રૂપિયાનું નેટ કલેક્શન કર્યું છે.
આ પણ વાંચો :દેવરાનું બોક્સ ઓફિસ કલેક્શન કેટલું, રિપોર્ટ્માં છે અલગ અલગ આંકડા
જુનિયર એનટીઆરની ફિલ્મે શુક્રવારે રૂ. 87.5 કરોડના નેટ ઈન્ડિયા કલેક્શન સાથે ઓપનિંગ કર્યું હતું. શનિવારે 41.5 કરોડ અને રવિવારે 43 કરોડની કમાણી સાથે દેવરાએ પહેલા વીકએન્ડમાં લગભગ 172 કરોડ રૂપિયાનું કલેક્શન કર્યું હતું.
હવે રવિવારના ટ્રેડ રિપોર્ટ્સ દર્શાવે છે કે ચોથા દિવસે ફિલ્મની કમાણીમાં ઘટાડો થયો હતો. એક અનુમાન છે કે દેવરાએ સોમવારે ભારતમાં 12-13 કરોડ રૂપિયા એકઠા કર્યા છે. ફિલ્મની શરૂઆતના ત્રણ દિવસની કમાણી પ્રમાણે આ આંકડો ઘણો નાનો છે.
સોમ-મંગળવારે દેવરાના તેલુગુ અને ભારતના કલેક્શનમાં 60-70 ટકાનો ઘટાડો થયો છે. હિન્દી બેલ્ટમાં પણ ફિલ્મ જોઈએ તેવો રિસ્પોન્સ મેળવી શકી નથી. ગુજરાતમાં હવે નવરાત્રીના 9 દિવસ દરમિયાન સારું કલેક્શન થવાની સંભાવના ઓછી છે.
બીજી તરફ એવો દાવો થઈ રહ્યો છે દેવરાએ વર્લ્ડ વાઈડ રૂ. 300 કરોડ કમાઈ લીધા છે.